શૈલેષભાઇ ત્રિભોવનભાઇ શાહના મુખ્ય સહયોગથી અદ્યતન નવનિર્મિત સ્કૂલ બીલ્ડીંગને સોનલબેન શૈલેષભાઇ શાહના નામ સાથે જોડવા નિર્ણય
કટુડા કેળવણી મંડળ સંચાલીત પી.એમ.જે. ગાંધી વિઘાલય, માઘ્યમિક શાળા સ્થાપના ૧૯૭૭-૭૮ માં થયેલ વિશાળ બીલ્ડીંગ જે તે સમયે બનાવવામાં આવેલ. આ ગામની આશરે ત્રણ હજારની વસ્તુ વાળુ નાનું ગામ છે. તમામ પ્રકારના જ્ઞાતિજનો રહે છે જેમાં ક્ષત્રીય સમાજ, પાટીદાર સમાજ, બ્રહ્મસમાજ, જૈન સમાજ, કોળી પટેલ સમાજ, રબારી સમાજ તેમજ દલિત સમાજ આમ તમામ પ્રકારના સમાજના લોકો આ ગામમાં રહે છે તમામ જ્ઞાતિજનો એકબીજાને હળી મળી સહયોગ સાથે આ ગામના વિકાસમાં સાથે રહે છે.
તેથી કરી ૪૫ વર્ષ પહેલા માઘ્યમિક શાળાની સ્થાપના થયેલ તે સમયના મુખ્યદાતા સ્વ. ચંદુલાલ મોહનલાલ ગાંધી તેમજ શાંતિલાલ મોહનલાલ ગાંધી પરિવાર તરફથી જે યોગદાન મળેલ ત્યારે તેઓના માતૃશ્રી પુરીબેન મોહનલાલ ગાંધી વિઘાલયનું નામકરણ સાથે આ શાળાી સ્થાપના થયેલ હાલમાં ગાંધી પરિવારના ભાવનાબેન કલ્પેશભાઇ દોશી જેઓ આ સંસ્થાના ટ્રસ્ટી છે અને તેમનો સમગ્ર પરિવાર આ સ્કુલના ઉત્કર્ષ ભવિષ્ય માટે તત્પર છે. આમ સમગ્ર ગાંધી પરિવાર અમદાવાદ, મુંબઇ, દુબઇ અને અન્ય જગ્યાએ રહેતા તમામ ખુબ જ રસ લઇ કાર્યને બીરદાવે છે.ખાસ કરીને આ શાળામાં અભ્યાસ કરી અંદાજે ૩૮૫ ઉપરાંતના વિઘાર્થી-વિઘાર્થીનીઓએ પોતાનો વ્યવસાયમાં તેમજ સરકારી તેમજ પ્રાઇવેટ સેકટરમાં આગળ વધેલ છે હાલમાં ધો.૯ અને ૧૦ સ્કુલમાં વર્ગ છે આગામી સમયમાં ધો. ૧૧ અને ૧ર ની મંજુરી મેળવવામાં આવનાર છે.તે બીલ્ડીંગ ૪પ વર્ષ બાદ રૂા. એક કરોડના ખર્ચે આ બિલ્ડીંગ નવુ બનાવવામાં આવેલ છે આ નવુ બીલ્ડીંગ બનાવવા માટે સમસ્ય દાતાઓ અને ભુતપૂર્વ વિઘાર્થીઓના સહયોગથી આ બીલ્ડીંગ બનાવવામાં આવેલ છે તેમજ આજ ગામના વતની શૈલેષભાઇ ત્રિભોવનભાઇ શાહનો મુખ્ય ફાળો રહેલ છે. તેઓએ યોગદાન આપી સોનલબેન શૈલેષભાઇ શાહ નવ નિર્મીત બીલ્ડીંગનું નામકરણ કરવામાં આવશે.