આપણે ઘણી બધી કુદરતી આફતોથી વાકેફ છીએ જેમ કે વાવાઝોડું ,પુર, વંટોળો ,ભૂકંપ, જ્વાળામુખી ફાટવો વગેરે પરંતુ સુનામી જાણ ઘણા ઓછા લોકોને હોય છે . સુનામીની જાણકારી હોવી ખૂબ જ આવશ્યક છે કારણ કે ભવિષ્યમાં જો આપણને આવી કોઈ કુદરતી આફતનો સામનો કરવાનો થાય તો મેળવેલી જાણકારીથી આપણે આફતનો સામનો કરી શકીએ છીએ.
સુનામી એટલે ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજા સાથે અથડામણ થતા સમુદ્રમાં ધરતીકંપ અથવા તો જ્વાળામુખી ઉત્પન્ન થાય છે જેના કારણે સુનામી આવે છે. સુનામી આવે ત્યારે જાનહાની થાય છે લોકો અને તેમની પાસે રહેલા સામાનને ભારે નુકસાન પહોંચે છે કારણ કે ખૂબ જ વેગથી આવતા પાણી ના મોજા લોકોને ખરાબ માત્રામાં નુકસાન પહોંચાડી શકે છે. સુનામી બે પદ્ધતિઓ દ્વારા નુકસાન કારણ બની શકે છે: (1) ઝડપ (2 ) પાણીની વિશાળ માત્રા. આ બંને કારણ જવાબદાર છે લોકોની રહેઠાણ અને વ્યવસાય બરબાદ કરવા માટે.
સૌથી જૂની નોંધાયેલી ત્સુનામી ૪૧૯ બીસી માં આવી હતી ગ્રીકના પોટેડિયા શહેર પર હુમલો કરી રહેલી પર્શિયન સેનાનો નાશ કર્યો.
સુનામી શબ્દ એ જાપાનમાંથી આવેલો છે. 2004ના હિંદ મહાસાગરની સુનામીના કારણે 230000 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. સુનામીના તરંગો ઊંડા પાણીમાં જેટ વિમાન જેટલી ઝડપથી મુસાફરી કરી શકે છે .
સુનામીના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે જીવ ગુમાવવાનો બધાથી વધુ ભય દરિયા અથવા તો સમુદ્ર કિનારે રહેતા લોકોને વધુ હોય છે જો આપણે લોકોને જાનહાનિ થી બચાવવા હોય તો સુનામી વિભાગના તંત્રને વધુ સતર્ક રહેવું જોઈએ યોગ્ય નિષ્ણાંતો કે જેઓ પાણીમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે તેની જાણ લોકોને જલ્દીથી જલ્દી કરી શકે જેથી કરીને આપણે લોકોને એલર્ટ કરી શકીએ અને લોકોના જીવ બચાવી શકાય.
એક ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કરી રહ્યો હતો. તેણે જોયું કે સમુદ્રમાં સામાન્ય કરતા વધારે ઉઠાવી હતી અને તેને લાગ્યું કે આ સુનામી સૌથી મોટી નિશાની છે તેથી તે સમજી-વિચારીને પોતાના ચોખાના પાકને આગ લગાડીને ગામના લોકોને મેદાન તરફ ભાગી જવાનું કહ્યું અને તેણે લોકોને સુનામીથી બચાવ્યા આ ખેડૂતની યાદમાં દર વર્ષે ૫મી નવેમ્બરે ‘વિશ્વ સુનામી જાગૃતતા દિવસ’ ઉજવવામાં આવે છે.
સુનામી થી બચવા માટે આપણે વધુ ને વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ જેથી કરીને વૃક્ષ અંદરના પાણીને જાળવવામાં મદદ કરે છે તેથી જ કહેવાય છે કે પર્યાવરણની કાળજી રાખશો તો પર્યાવરણ આપણી કાળજી રાખી વૃક્ષારોપણ આપણને સુનામી થી બચાવી શકશે.