ઉપપ્રમુખપદે નયનાબેન પરમાર તથા કારોબારી ચેરમેન પદે ભરતભાઈ બોરસદીયા: જિલ્લા ભાજપ પ્રમુખે નામની યાદી જાહેર કરી

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પાંચ પદાધિકારીઓની પસંદગી પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા થઈ છે. જો કે આ નામોની આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ યાદી જાહેર કરી છે જેમાં પ્રમુખ પદે ધરમશીભાઈ ચનીયારા, ઉપપ્રમુખપદે નયનાબેન પરમાર તથા કારોબારી ચેરમેન પદે ભરતભાઈ બોરસદીયાની વરણી કરવામાં આવી છે.

જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને 24માંથી 18 બેઠકો મળતા સત્તાના સુત્રો ભાજપ સંભાળશે આગામી તા.17ના રોજ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા સેવા સદન ખાતે 11 વાગ્યે યોજાનાર છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પાંચ પદાધિકારીઓની પસંદગી માટે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં શુકાનીઓની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો તાજ કોના શીરે આવશે તેની સત્તાવાર જાહેરાત 17મી માર્ચે જ થશે. પરંતુ આજે ઔપચારિક રીતે હોદ્દેદારોના નામ જાહેર થઈ ગયા છે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પાંચ પદાધિકારીઓની પસંદગી પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા થઈ છે. જો કે આ નામોની આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ યાદી જાહેર કરી છે જેમાં પ્રમુખ પદે ધરમશીભાઈ ચનીયારા, ઉપપ્રમુખપદે નયનાબેન પરમાર તથા કારોબારી ચેરમેન પદે ભરતભાઈ બોરસદીયાની વરણી કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પાંચ હોદેદારો માટે નામો નક્કી કરવા કમલમ ખાતે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઇ હતી. આ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, મહામંત્રીઓ દિલીપભાઇ ભોજાણી, મનોજભાઇ જાની, પ્રવિણસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

IMG 20210316 WA0018

મળતી માહિતી મુજબ આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી તેમજ જિલ્લાના તમામ તાલુકા વિસ્તારોને અને જ્ઞાતિના સમાજોના પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખી અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પાંચ પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પાર્ટીને વફાદાર રહેનાર કાર્યકરની કામગીરી સહિતની વિશેષ માહિતી પણ રજૂ કરવામાં આવી હતી.

જામરાવલ પાલિકામાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનું શાસન

પ્રમુખપદે ડો.મનોજભાઇ જાદવ, ઉપપ્રમુખ લીલુબેન સોલંકી

જામરાવલ પાલિકામાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ શાસન સંભાળ્યું છે. પાલિકાના પ્રમુખપદે ડો. મનોજભાઇ જાદવ અને ઉપપ્રમુખપદે લીલુબેન સોલંકી ચૂંટાઇ આવ્યા છે.

જામરાવલ પાલિકાની ર4 બેઠકો માટે યોજાયેલી ચુંટણીમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને 1ર બેઠક મળી હતી અને ભાજપને 8 તથા કોંગ્રેસને 4 બેઠક મળી હતી.

રાવલ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ગઇકાલે ચુંટણી યોજાઇ હતી. કોંગ્રેસના ચાર સભ્યોના સમર્થન સાથે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ સત્તાના સૂત્રો સંભાળ્યા છે. કોંગ્રેસના ચારેય સભ્યોએ વી.પી.પી. ને ટેકા આવતા વીપીપીનું શાસન સ્થપાયું છે.

જામરાવલ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ પદે ચૂંટાયેલા પદાધિકારીઓએ ગ્રામજનોના પ્રશ્ર્નો હલ કરવા સાથે ગામનો વિકાસ હાથ ધરવાની ખાત્રી આપી છે.

ખંભાળીયા પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદેદારોની બિનહરીફ વરણી

પ્રમુખપદે ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખપદે રાયચુરાને તાજપોશી ધધડા શાસક પક્ષના નેતા અને સોનલબેન વાનરીયા દંડક બન્યા

IMG 20210316 WA0017

ખઁભાળીયા નગરપાલિકામાં ભાજપે ફરી પાંચમી વખત સત્તા હાંસલ કરતા ગઇકાલે યોજાયેલ હોદેદારોની તાજપોથીમાં પ્રમુખ તરીકે ભાવનાબેન જીજ્ઞેશભાઇ પરમાર ઉપપ્રમુખ તરીકે જગદીશભાઇ રાયચુરા, કારોબારી અઘ્યક્ષ તરીકે હિનાબેન હિતેન્દ્રભાઇ આચાર્ય તથા શાસક પક્ષના નેતા તરીકે દિલીપભાઇ ધધડા અને દંડક તરીકે સોનલબેન વાનરિયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

પ્રમુખપદ માટે બક્ષીપંચ જાતિ અનામત જગ્યા હોવાથી પ્રમુખ સિવાયના અન્ય હોદેદારોમાં પાલિકાના અન્ય સભ્યો ભારે આશાવાદી હતા પરંતુ ભાજપ મોવડી મંડળે હોદેદારો તરીકે કે સભ્યોની પસંદગી કરી જેનાથી આ પસંદગી સલામને પાત્ર બની રહી હતી.

પક્ષના મોવડી મંડળમાં જિલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલ, મુળુભાઇ બેરા, પુનમબેન માડમ,  કાળુભાઇ ચાવડા, પ્રદિપભાઇ ખીમાણી વિગેરે તમામ સમાજને ન્યાય મળે અને ભાવિ ધારાસભા પૂર્વે કયાંય હૈયા હોળી થાય નહિ તથા પાલિકાના સંચાલનમાં વિસંગતા સર્જાય નહિ એવા તમામ પાસાઓ વિચારી પસંદગી કરતા જે તમામ દ્વારા આવકારવામાં આવેલ છે.

પસંદગી પામેલા હોદેદારોમાં પ્રમુખ તરીકે ભાવનાબેન પરમારની વરણી કરવામાં આવી છે. તે ભાવનાબેન ર્સ્વગીય મેઘજીભાઇ કણઝારિયાની  ભાણેજ હોય મેધકભાઇ બીજેપીના પાયાના અને શિસ્તબઘ્ધ સૈનિક અને ભાજપને વફાદાર પનોતા પુત્ર હતા. તેમનો સમગ્ર પરિવાર ચુસ્ત ભાજપવાદી હોય ભાજપમાં મોવડી મંડળના આગેવાનો દ્વારા ના ભૂલી શકાય એવા મેઘજીભાઇની ભાણેજની પ્રમુખ તરીકે પસંદગી કરી સ્વ. મેઘજીભાઇને સાચા અર્થમાં શ્રઘ્ધાંજલી આપી છે ભાવનાબેનના પતિ જીજ્ઞેશભાઇ ભાજપના મહેનતુ અને વિશ્ર્વાસુ માની શકાય એવા કાર્યકર હોય પક્ષે જેની નોંધ  લઇ ભાવનાબેનને પ્રમુખ માટે પસંદગી કર્યા હતા.

ઉપપ્રમુખ જગદીશભાઇ રાયચુરા અઢી દાયકાથી જાહેર અનેક સંસ્થા સાથે સંકળાયેલા છે તથા કોઇપણ મુશ્કેલ કામમાં વગર વિવાદે રસ્તો કાઢવાના માહિર છે જયારે શાશક પક્ષના નેતા દિલીપભાઇ ધધડા ભાજપનાં પૂર્વ શહેર પ્રમુખ સરળ અને સહેજ વ્યકિતત્વ ધરાવનારા પાર્ટી લાઇનને માનનાર સાત્વીક વ્યકિત છે.

જયારે કારોબારી અઘ્યક્ષ તરીકે નિમણુંક પામેલા હિનાબેન આચાર્ય ભાજપમાં પ્રથમ વખત આવેલા છે પરંતુ કલીન છાપ ધરાવતાં બ્રહ્મસમાજના પ્રથમ પંકિતના અગ્રણી છે.

દંડક સોનલબેન વાનરિયા બક્ષીપંચમાંથી આવતા હોય અને અવિરત ત્રણ ટર્મથી ચૂંટાતા હોવા છતાં પણ તેઓએ મહત્વના હોદાનો ત્યાગ કરી પાર્ટીને સહયોગ આપ્યો છે.

લોકોના પ્રશ્ર્નો સીધા જ નગરપાલિકાને સ્પર્શે છે. ત્યારે ભાવિ ધારાસભાને ઘ્યાનમાં રાખી મોવડી મંડળે ભરોસા સાથે આ હોદેદારોની પસંદગી કરી છે ત્યારે આ હોદેદારો પ્રજાનાં કયા પ્રશ્ર્નો પ્રાયોરેટી આપે છે તે જોવાનું રહ્યું.

આગામી ગુરૂવારના સારા દિવસથી હોદા ને ગ્રહણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.