રાજકુમાર, એસ.અપર્ણા, મુકેશપૂરી અને વિપુલ મિત્રાના નામની પેનલ કેબિનેટમાં મૂકાય
ગુજરાતના વર્તમાન મુખ્ય સચિવ પંકજકુમારની મુદ્ત આગામી દિવસોમાં પૂર્ણ થઇ રહી છે ત્યારે નવા મુખ્ય સચિવ તરીકે હાલ ચાર સિનિયર આઇએએસના નામો ચર્ચાય રહ્યા છે. આજે સવારે મળેલી રાજ્ય સરકારના મંત્રી મંડળની બેઠકમાં આઇએએસ રાજકુમાર, એસ.અપર્ણા, મુકેશપુરી અને વિપુલ મિત્રાના નામની પેનલ બનાવી રજૂ કરવામાં આવી હતી. જેને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. આખરી મંજૂરી માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરી દેવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અઘ્યક્ષ સ્થાને દર બુધવારે રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની બેઠક મળે છે જેમાં રાજયની વર્તમાન સ્થિતિ અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને અગત્યના નિર્ણય લેવામાં આવે છે આજે સવારે ગાંધીનગર સ્થિત સચિવાલય ખાતે મુખ્યમંત્રીની ઉ5સ્થિતિમા કેબિનેટ બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્ાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક 156 બેઠકો સાથે ફરી સત્તારૂઢ થયું છે. જનતાએ જે રીતે પક્ષ પર પ્રેમ વરસાવ્યો છે તેન ઘ્યાનમાં રાખી જનતાના વિશ્ર્વાસ પર ખરુ ઉતરવાની જવાબદારી ભાજપ પર છે આવામાં આગામી બજેટમાં કેટલીક મહત્વની અને લોકાનુભાવન જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના પણ જણાય રહી છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અઘ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આગામી બજેટ સત્ર અંગે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી.
બજેટ સત્ર કયારથી શરુ થશે તે હજી નકકી નથી પરંતુ ર0મી ફેબ્રુઆરીથી બજેટ સત્રનો આરંભ થશે. તેવી સંભાવના જણાય રહી છે. આ ઉપરાંત કેબિનેટમાં નવી શિક્ષણ નીતિની અમલવારી, ધોરણ-1 માં બાળકોને પ્રવેશ આપવા વય મર્યાદા નકકી કરવા આગામી દિવસોમાં યોજાનારી જી-ર0 સમિટની ગુજરાતમાં વિવિધ બેઠકો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દિલ્હી ગયા હોવાના કારણે સચિવાલય ખાતે અરજદારો, ધારાસભ્યો કે મંત્રી મંડળના સભ્યો સીએમને મળી શકયા ન હતા. આજે સીએમને મળવા સારો એવો ધસારો જોવા મળ્યો હતો.