માણાવદર, ધ્રાંગધ્રા, ધારી, સાવરકુંડલા, મહુવા, તળાજા, ગઢડા સહિતની બેઠકો માટે મૂરતીયાઓ ફાઇનલ
આમ આદમી પાર્ટી દ્વારા ગઇકાલે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇશુદાન ગઢવી નામની ઘોષણા કરાયા બાદ આજે 10મી યાદીમાં 21 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે ‘આપ’ દ્વારા કુલ 182 પૈકી 139 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરી દેવામાં આવ્યા છે.
આજે 10મી યાદીમાં કુલ 21 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વાવ વિધાનસભા બેઠક માટે ડો.ભીમ પટેલ, વિરમગામ બેઠક માટે કુંવરજી ઠાકોર, અમદાવાદની ઠક્કરબાપા નગર બેઠક માટે સંજય મોરી, બાપુ નગર બેઠક માટે રાજેશભાઇ દિક્ષિત, દશક્રોઇ બેઠક માટે કિરણ પટેલ, ધોળકા બેઠક માટે જટ્ટુભા ગોલ, ધ્રાંગધ્રા બેઠક માટે વાગજીભાઇ પટેલ, માણાવદર બેઠક માટે કરશનબાપુ ભદ્રક, ધારી બેઠક માટે કાંતિભાઇ સતાસીયા, સાવરકુંડલા બેઠક માટે ભરતભાઇ નાકરાણી, અમરેલીની મહુવા બેઠક માટે અશોકભાઇ જોલીયા, તળાજા બેઠક માટે લાલુબેન ચૌહાણ, ગઢડા બેઠક માટે રમેશ પરમાર, ખંભાત બેઠક માટે ભરતસિંહ ચાવડા, સોજીત્રા બેઠક માટે મનુભાઇ ઠાકોર, લીંબખેડા બેઠક માટે નરેશભાઇ બારીયા, વાગરા બેઠક માટે જયરાજસિંઘ, પાદરા બેઠક માટે જયદિપસિંહ ચૌહાણ, અંકલેશ્ર્વર બેઠક માટે અંકુર પટેલ, બારડોલીની માંગરોળ માટે સ્નેહલ વસાવા જ્યારે સુરત વેસ્ટ બેઠક માટે મોક્ષેશ સંઘવીના નામની ઘોષણા કરવામાં આવી છે.