રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાયા બાદ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીઓ યોજાતી હોય છે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર . પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષ્ણ સમિતિના સભ્યો શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણી ધ્વારા જાહેર કર વામાં આવેલ છે.
બાળકોની શિક્ષણની ગતિને આગળ ધપાવવાના હેતુસર ભાર તીય જનતા પાર્ટી ધ્વારા શિક્ષણ સમિતિમાં ગ્રેજયુએટ સભ્યોનો સમાવેશ કરવામાં આવેલ છે, તેમજ પાર્ટીની ગાઈડલાઈન મુજબ 60 વર્ષથી નીચેનાને તક આપવામાં આવેલ છે તેમજ આ શિક્ષણ સમિતિના સભ્યોમાં ત્રણ ટર્મથી વધુ નહી લડેલા પૂર્વ કોર્પોરે ટર નો પણ સમાવેશ કર વામાં આવેલ છે.આ સમિતિમાં ડોકટરો ,વકીલો, પી.એચ.ડી. અને સ્નાતક સભ્યોનો સમાવેશ કર વામાં આવેલ છે.
જેમાં ડો. મેઘાવીબેન સિંધવ, જાગૃતીબેન ભાણવડીયા, સંગીતાબેન છાયા,ડો. પીનાબેન કોટક, અતુલભાઈ પંડિત, ધેર્યભાઈ પારે ખ, કીરી ટભાઈ ગોહેલ, વિજયભાઈ ટોળીયા, જયંતીભાઈ ભાખર , તેજશભાઈ ત્રિવેદી, કિશોર ભાઈ પરમાર રવીભાઈ ગોહેલનો સમાવેશ કરાયો છે. ઉપરોક્ત શિક્ષણ સમિતિના સભ્યોને ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ નવનિયુક્ત સદસ્યોની બેઠક શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરા ણીની અધ્યક્ષતામાં અને રા જયસભાના સાંસદ રા મભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેર મેન ધનસુખ ભંડેરી , પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી , કિશોર રાઠોડ, ધારા સભ્ય ગોવીંદભાઈ પટેલ, અર વીંદ રૈયાણી, પ્રદેશ ભાજપ બક્ષિપંચ મોરચા પ્રમુખ ઉદય કાનગડ, ડે. મેયર ડો. દર્શીર્તાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષ્ાના નેતા વિનુભાઈ ઘવા ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
આ બેઠકમાં શિક્ષણ સમિતિના તમામ નવનિયુક્ત સદસ્યોને માર્ગદર્શન પાઠવતા કમલેશ મિરા ણી તેમજ ધનસુખ ભંડેરી એ માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ બેઠકની સંપુર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા અનિલભાઈ પારેખ અને કાર્યાલય મંત્રી હરે શભાઈ જોષી, નિતીન ભુતએ સંભાળી હતી.
ઉમેદવારી પત્રો સ્વીકારતા મેયર અને નિર્વાચન અધિકારી ડો.પ્રદિપ ડવ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં 1ર સભ્યોની નિયુક્તિ માટે મેયર અને નિર્વાચન અધિકારી ડો.પ્રદિપ ડવએ તા.ર 6/03નાં રોજ ચુંટણી નોટીસ પ્રસિદ્ધ કરેલ. જેના અનુસંધાને આજ રોજ ઉમેદવારો દ્વારા મેયર અને નિર્વાચન અધિકારી ડો.પ્રદિપ ડવને જેમાં રવિન્દ્રભાઈ ગોહિલ, ડો.મેધાવીબેન માલધારી (સિંઘવ), ધૈર્યભાઈ પારેખ, જયંતિલાલ ભાખર, જાગૃતિબેન ભાણવડીયા, સંગીતાબેન છાયા, પીનાબેન કોટક, અતુલકુમાર પંડિત, કિરીટકુમાર ગોહેલ, વિજયભાઈ ટોળીયા, તેજસભાઈ ત્રિવેદી, કિશોરભાઈ પરમાર વિગેરેએ પોતાના નિયુક્તિ પત્રો રજુ કરેલ. મેયરે ઉમેદવારી પત્ર સ્વીકાર્યા બાદ ઉમેદવારી પત્ર રજુ કરનાર તમામને શુભેચ્છા પાઠવેલ.
વિરોધ પક્ષ પાસે 6 કોર્પોરેટર ન હોય આ વખતે ચૂંટણી ઔપચારિક હશે: કમલેશ મિરાણી
અબતક સાથેની વાતચિત દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેભાઈ મીરાણીએ જણાવ્યું હતુકે રાજકોટની પ્રજાએ જંગી બહુમતીથી ભાજપ ને શાસન સોપેલ છે. 72માંથી 68 બેઠક ભાજપને મળી છે. શિક્ષણ સમિતિમાં કુલ 115 સભ્યો હોય છે. જેમાં 12 સભ્યો ચૂંટણી લડતા હોય અને 3 સભ્યોની નિયુકતી સરકાર દ્વારા કરવામાં આવે છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભારતીય જનતા પાર્ટીના તમામ 12 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક મેયર જે ચૂંટણી અધિકારી તરીકે ફરજમાં હોય તેમની સમક્ષ રજૂ કર્યા છે. વિરોધ પક્ષ પાસે છ કોર્પોરેટર ન હોવાથી આ વખતે માત્ર ચૂંટણી ઓપચારિક રીતે હશે. કોઈ ફોર્મ રજૂ થશે નહી તેવું મારૂ માનવું છે આજ બે વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. આગામી 20 તારીખે ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મની ચકાસણી થશે. ચકાસણી બાદ બિનહરીફ જાહેર કરવામાં આવે ત્યારબાદ સરકારમાં જાણ કરવામાં આવે સરકારના ત્રણ નિયુકત સભ્યો નીમવાના હોય તેમાંએક નોનપોલીટીકલ કલાસ 2ના અધિકારીઓ અને બે પોલીટીકલ કાર્યકર્તા હોય આ રીતે બંને સભ્યો શિક્ષણસમિતિમાં હોય ત્યારબાદ ગેઝેટમાં પ્રસિધ્ધ થાય બાદમાં મેયર ચુંટણી અધિકારી એજન્ડા બહાર પડે એકથી એકવીસ દિવસ સુધીમાં કયારેય પણ ચૂંટણીની તારીખ નકકી કરી ચેરમેન વાઈસ ચેરમેન પોતાનું સ્થાન લેશે. આ વખતે શિક્ષણ સમિતિમાં ગ્રેજયુએટ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.