અબતક, રાજકોટ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સને મળેલી વતન પ્રેમ યોજનાની ગવર્નીંગ બોડીની પ્રમ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે  દેશમાં કે  દેશ બહાર વિશ્વમાં ક્યાંય પણ  વસતા  અને ગુજરાતના વતની કોઈ પણ દાતા અવા  જે તે ગામની વ્યક્તિના દાન અને રાજ્ય સરકારના અનુદાની  ગુજરાતના ગામડાઓમાં વધુ સારી જનહિત કારી સુવિધાઓ ઉભી કરવા દાતાઓને પ્રોત્સાહન રાજ્ય સરકાર આપશે.

આ યોજનામાં દાતાઓ પોતાના ગામમાં ૬૦ ટકા કે વધુનું રકમ નું દાન આપીને કામ કરાવી શકશે . આવી રકમ સામે ખૂટતી ૪૦ ટકા રકમનું અનુદાન રાજ્ય સરકાર આપશે. આગામી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં  આ યોજના અંતર્ગત ૧૦૦૦ કરોડ રૂપિયાના વિવિધ જનહિત સુવિધા  સુખાકારી ના કામો આવા દાતાઓ અને રાજ્ય સરકાર બેય ના સહયોગી હા ધરવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

આ વતન પ્રેમ યોજના માં જે વિવિધ કામો નો સમાવેશ કરવામાં આવેલો છે તેમાં  શાળા ના ઓરડાઓ અવા સ્માર્ટ ક્લાસ,કોમ્યુનિટી હોલ, પ્રામિક આરોગ્ય કેન્દ્ર,આંગણવાડી મઘ્યાહન ભોજનનું રસોડું,સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત ગમત માટે વ્યાયામ શાળાનું  મકાન અને સાધનો,સી.સી ટીવી કેમેરા  સર્વેલેન્સ સિસ્ટમ,સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ તા ગટર,એસ.ટી.પી વગેરે, તળાવ બ્યુટીફિક્શન,એસ.ટી સ્ટેન્ડ,સોલાર એનર્જી ી સ્ટ્રીટ લાઈટ અને પાણીના  ટ્યુબ વેલ કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો  વગેરે કામો હા ધરી શકાશે.

IMG 20210904 WA0153

આ ગવર્નીંગ  બોડીમાં  ઉપાધ્યક્ષ તરીકે ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી તેમજ અન્ય સભ્યોમાં પંચાયત અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ,પાણી પુરવઠા, ગ્રામવિકાસ, માર્ગ મકાન, સાયન્સ ટેકનોલોજી  વિભાગના સચિવો ઉપરાંત એન.આર.જી ફાઉન્ડેશન ના અધ્યક્ષ સભ્યો તરીકે તેમજ વિકાસ કમિશનર સભ્ય સચિવ અને ગ્રામ ક્ષેત્રના વિકાસ કામગીરી સો સંકળાયેલા બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આમંત્રિત સભ્યો તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ રાજ્યના ગામોની શાળાઓ ના ઓરડા નિર્માણના કામોને  આ વતન પ્રેમ યોજના ના કામોમાં  અગ્રતા આપવા  પણ બેઠકમાં પ્રેરક સૂચન કર્યું હતું.આ સંદર્ભમાં તેમણે યોજનાના વેબ પોર્ટલ પર દરેક ગામોની શાળાઓમાં ઓરડાઓની જરૂરિયાતની વિગતો ઉપલબ્ધ કરાવવાની સૂચના  વિભાગને આપી હતી.

રાજયમાં  શાળાઓમાં  જે  ઓરડાઓની જરૂરિયાત છે તે ઓરડાઓ વતન પ્રેમ યોજનાના દાતાઓ અને સરકારના સંયુક્ત અનુદાની  નિર્માણ કરવાની દિશામાં આગળ વધવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.