અમદાવાદમા ઉત્તર તથા મઘ્ય ગુજરાતની તમામ પાલિકાઓ અને મનપાઓના અધિકારીઓ સાથે વર્કશોપ યોજાયો
ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજકોટ ખાતે સૌરાષ્ટ્રની ૬૭ નગરપાલિકાઓ તેમજ સૌરાષ્ટ્રની ૪ મહાનગરપાલિકાઓના અપેક્ષીત અધિકારીઓ સાથે કેન્દ્રની ૧પમાં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત સેમીનાર યોજાયા બાદ અમદાવાદ ખાતે ઉતર ગુજરાત તથા મઘ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ જીલ્લાની ૬૮ નગરપાલિકા તેમજ અમદાવાદ, ગાંધીનગર મહાનગરપાલિકા માટે વર્કશોપ યોજાયો હતો.
આ તકે કાર્યક્રમના અઘ્યક્ષ અને ઉદધાટક ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું. નગરો અને મહાનગરોને પુરતા પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે.
ભાજપા સરકાર દ્વારા ગામડાઓથી લઇ શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પ્રાથમીક સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે પ્રયાસ હાથ ધરાયા છે. ત્યારે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૬૭ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓના વિકાસ માટે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ૧પમાં નાણાપંચની યોજના હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ ની પરફોર્મન્સ ગ્રાંટની દરખાસ્તો તૈયાર કરવા માટેની જાણકારી આપવા અંગેના વર્કશોપના આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તબકકાવાર સાથે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.
શહેરી સ્થાનીક સંસ્થાઓના વિકાસના કામો માટે ૧પમાં નાણાપંચની ગ્રાંટ ખુબ જ મહત્વની હોય તેની જાણકારી પદાધિકારીઓ અને ચીફ ઓફીસરોને આપવી જરુરી હોય છે. ત્યારે ૧પમાં કેન્દ્રીય નાણાપંચની યોજના હેઠળ પરફોર્મન્સ ગ્રાંટ મેળવવા માટે જરુરી શરતો પરીપૂર્ણ કરવાની રહે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,