ડિગ્રી એન્જિનીયરીંગમાં બીજા રાઉન્ડ પછી ૨૮૨૩૬ બેઠક ખાલી: ૭૨૦૦એ પ્રવેશ મેળવ્યા
ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પહેલો રાઉન્ડ પૂરો થયા બાદ બીજા રાઉન્ડ માટે વિદ્યાર્થીઓને ચોઇસ આપવાની સૂચના આપવામાં આવી હતી. ખાલી પડેલી અંદાજે ૩૩ હજાર જેટલી બેઠકો માટે વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે આજે વિદ્યાર્થીઓે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીોને કોલેજની ફાળવણી કરવામાં આવી છે તેઓએ આગામી બે દિવસમાં જે તે કોલેજમાં ફી ભરવાની રહેશે. જેના આધારે આગામી દિવસોમાં ખાલી બેઠકોની વિગતો જાહેર કરવામાં આવશે. બીજા રાઉન્ડ પછી પણ આશરે ૨૮૨૩૬ જેટલી બેઠકો ખાલી પડી છે.
ડિગ્રી એન્જિનિયરિંગમાં પહેલો રાઉન્ડ પૂરો થયા પછી ૩૩ હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. જેના માટે બીજો રાઉન્ડ શરૂ કરાયો હતો. બીજા રાઉન્ડમાં કુલ ૨૦૮૩૭ વિદ્યાર્થીઓએ ચોઇસ આપી હતી. જુના વિદ્યાર્થીઓએ પણ પોતાને મળેલી બ્રાન્ચ અને કોલેજ બદલવા માટે દરખાસ્ત કરી હતી. જેના કારણે બીજા રાઉન્ડમાં કુલ ૩૦૮૮૬ વિદ્યાર્થીઓને મેરિટના આધારે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી હતી. બીજા રાઉન્ડમાં કોલેજની ફાળવણી પછી આશરે ૨૮૨૩૬ બેઠકો ખાલી પડી છે. પહેલા રાઉન્ડમાં જેટલા વિદ્યાર્થીઓે પ્રવેશ મળ્યો હતો. તેની સામે બીજા રાઉન્ડમાં ૭૨૦૦ જેટલા નવા વિદ્યાર્થીઓએ જુદી જુદી બ્રાન્ચમાં પ્રવેશ લીધો હતો. બીજા રાઉન્ડમાં મેરિટમાં પહેલા ક્રમે આવતાં વિદ્યાર્થીઓએ ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટિટયુટની આઇસીટી બ્રાન્ચમાં પ્રવેશ લીધો હતો. બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે તેઓે આગામી તા.૨૮મી સુધીમાં જુદી જુદી કોલજેમાં જઇને ફી ભરીને પોતાનો પ્રવેશ ક્ધફર્મ કરવાનો રહેશે.
કેમિકલ બ્રાન્ચ હોટ ફેવરિટ : ડિગ્રી એન્જિ.માં પ્રવેશ માટે છેલ્લા કેટલાય સમયથી આઇ.ટી. અને કોમ્પ્યૂટર બ્રાન્ચ હોટ ફેવરિટ ગણાતી હોય છે. પરંતુ આ વખતે કેમિકલ બ્રાન્ચ વિદ્યાર્થીઓની ફેવરિટ રહી છે. સૌથી વધુ કુલ ૭૪ ટકા વિદ્યાર્થીઓે કેમિકલ બ્રાન્ચમાં પ્રવેશ લીધો ત્યારબાદ કોમ્પ્યૂટર અને આઇ.ટી.માં ૭૨ ટકા વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો છે. આમ, પહેલી વખત કેમિકલ ઇજનેરીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. બીજા રાઉન્ડ બાદ ૨૮ હજાર કરતાં વધુ બેઠકો ખાલી પડી છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી બાદ હાલમાં વિદ્યાર્થીઓને ફી ભરવાની સૂચના અપાઈ છે.
એડમિશન કમિટી દ્વારા ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે બે રાઉન્ડ પૂરા કરી દેવામાં આવ્યા છે. બીજા રાઉન્ડ પછી જે બેઠકો ખાલી પડશે તેના માટે ત્રીજો રાઉન્ડ ઓનલાઇન નહી પરંતુ ઓફ લાઇન પ્રમાણે કરવામાં આવશે. એટલે કે પ્રવેશ સમિતિ દ્વારા ખાલી પડેલી બેઠકોની વિગતો જાહેર કરવામાં આવશે. જેમાં પ્રવેશ લેવા ઇચ્છતાં વિદ્યાર્થીઓએ સંમતિ આપવાની રહેશે. જેટલા વિદ્યાર્થીઓે સંમતિ આપી હશે તેઓને મેરિટના આધારે પ્રવેશ સમિતિ ખાતે બોલાવીને કોલેજની ફાળવણી કરવામાં આવશે. બે ઓનલાઇન અને એક ઓફ લાઇન રાઉન્ડ પૂરો થયા બાદ ખાલી પડનેરી બેઠકો ભરવાની સત્તા નિયમ પ્રમાણે કોલેજોને સોંપી દેવામાં આવશે.