મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઈન્દીરા સાગર ડેમ ઓવરફલો થતા નર્મદા નદીમાં આવેલા ૧ લાખ ૧૭ હજાર કયુસેક પાણીના કારણે સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૨.૪૧ મીટરે પહોચી: આગામી દિવસોમાં હજુ પણ વિપુલ માત્રામાં પાણીની આવક થવાની સંભાવના
આ વર્ષે મોડેથી આવેલા ચોમાસાના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જળ સંકટ ઉભુ થયું હતુ પરંતુ, પાછોતરા આવેલા મેઘરાજાએ ભારે મહેર કરતા રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાંથી જળસંકટ હવે દૂર થઈ ગયું છે. જયારે ગુજરાત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પ્રથમ વખત ૧૩૨ મીટરને વટાવી ગઈ છે. જે રીતે નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. તેને જોતા આગામી ત્રણ દિવસમાં નર્મદા ડેમ તેની સંપૂર્ણ ૧૩૮ મીટરની સપાટી સુધી ભરાય જશે તેવું મનાય રહ્યું છે.છેલ્લા થોડા દિવસોથી મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના નર્મદા ડેમમાં પાણી વિપુલ આવક થવા પામી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં આવતા પાણીને રોકવા માટે મધ્યપ્રદેશમાં બાવન સ્ટોક ડેમો બનાવવાની યોજના હતી પરંતુ મધ્યપ્રદેશ સરકારે આવા સ્ટોક ડેમો બનાવ્યા ન હોય મધ્યપ્રદેશમાંથી નર્મદા નદીમાં આવતુ પાણી ધસમસતું સીધુ ડેમમાં આવે છે. ઉપરાંત, મધ્યપ્રદેશમાં સતત વરસાદના કારણે ત્યાં આવેલો વિશાળ ઈન્દીરા સાગર ડેમ ઓવરફલો થઈ ગયો છે. આજે સવારે આ ડેમમાંથી ૧ લાખ ૧૭ હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું હતુ.
ઈન્દીરા સાગર ડેમમાંથી છોડાયેલુ પાણી નર્મદા નદી દ્વારા સરદાર સરોવર ડેમમાં આવ્યું છે. જેના કારણે આજે સવારે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૩૨.૪૧ મીટરે પહોચી જવા પામી હતી આગામી બેથી ત્રણ દિવસ સુધી હજુ મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. જેથી સરદાર સરોવર ડેમમાં હજુ પણ વિપુલ માત્રામાં પાણી આવવાની સંભાવના છે. ગુજરાત સરકારની આગામી ૫૦ દિવસમાં સરદાર સરોવર ડેમને ૧૩૮ મીટર સુધી ભરવાની યોજના હતી આ ડેમ બન્યા બાદ પ્રથમ વખત તેને સંપૂર્ણ ભરીને તેની સંગ્રહ ક્ષમતાની કસોટી કરવામાં આવનારી હતી. પરંતુ જે રીતે નર્મદા નદીમાં વિપૂલ માત્રામાં પાણી સરદાર સરોવર ડેમમાં આવી રહ્યા છે. તેને જોતા ૧૩૮ મીટરની સપાટી આગામી ત્રણ દિવસમાં ભરાય જાય તેવી સંભાવના વ્યકત થઈ રહી છે. ગુજરાત રાજયના તમામ ભાગોમાં પણ સર્વત્ર શ્રીકાર વરસાદ થઈ રહ્યો હોય રાજયના મોટાભાગના ડેમો ભરાય ગયા છે. જેથી રાજય સરકાર સરદાર સરોવર ડેમમાં આવનારા આ પાણીને નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પણ વધારે માત્રામાં છોડી શકાય તેમ નથી. જેથી, આ સ્થિતિને જોતા ૫૦ દિવસના બદલે આગામી ત્રણ દિવસમાં સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ૧૩૮ મીટરની સપાટીએ છલકાય જાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં પાણીની સપાટી ૧૩૨.૪૧ મીટર છે. જયારે કુલ સંગ્રં ૭૪૦૮.૯૦ મીલીયન કયુબીક મીટર એમસીએમ છે. જે વર્ષ ૨૦૧૮માં ૩૭૩૫.૪૬ એમસીએમ હતુ એસએસએનએલ ડેમમાં ૨૦૧૮ની તુલનામાં ૩૬૭૩.૪૪ એમસીએમ વધુ પાણી છે.
આ મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમોમાં ૨૦% કરતા પણ ઓછું પાણી હતું જેનો સંગ્રહ ક્ષમતા ૨૫૩૭.૪૯ એમસીએમ.જેનો સંગ્રહ ૧૨૮૩.૮૯ એમસીએમ છે જે ક્ષમતાના ૫૦% છે. ઉત્તર ગુજરાતમાં ૧૫ ડેમો તેમની સંગ્રહ ક્ષમતાના માત્ર ૨૦.૨૭% છે. સ્ટોરેજ લેવલ હવે ૨૦૧૮ ના સમાન બિંદુ કરતા ૮૩% વધારે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, કચ્છમાં પણ પાણીની સ્થિતિમાં સુધારો થયો છે, કારણ કે ૨૦ ડેમોમાં ફક્ત ૧૯૧.૬૦ એમસીએમ સ્ટોરેજ છે જેની ક્ષમતા ૨ ૩૩૨.૨૭ એમસીએમ છે, જે .૬ ૫૭..૨૬% છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં બંધો લગભગ ભરાઇ ગયા છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૮૭.૦૭% પાણી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૭૬.૪૬% પાણી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૦૫.૪૨ મીમી વરસાદ થયો છે જે સરેરાશ મોસમી ૮૧૬ મીમી વરસાદના ૮૬.૪૫% હતો. મહેસૂલ અધિકારીઓના આંકડા દર્શાવે છે કે રાજ્યમાં હજી પણ એવા ૮ તાલુકા છે જેમાં ૨૫૦ મીમીથી વધુ વરસાદ થયો નથી, જ્યારે અન્ય ૯૧ તાલુકાઓમાં ૨૫૧ મીમી અને ૫૦૦ મીમીની વચ્ચે વરસાદ થયો છે. એવા ૪૯ તાબુક છે કે જેમાં ૧૦૦૦ મીમીથી વધુ વરસાદ થયો છે.