મધ્યપ્રદેશમાં વરસી રહેલા વરસાદના કારણે 79705 ક્યુસેક પાણીની આવક: ડેમની સપાટી 123.44 મીટરે પહોંચી

મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ પ્રતિ સેક્ધડ 79705 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. 138.68 મીટરની ઉંડાઇ ધરાવતા નર્મદા ડેમની જીવંત જળ સપાટી 123.44 મીટરે પહોંચી જવા પામી છે. પાણીની અનરાધાર આવક થઇ રહી છે.

ગુજરાતના છેવાડાના ગામડા સુધી સિંચાઇ અને પીવાનું પાણી પહોંચાડતા સરદાર સરોવર ડેમને રાજ્યની જીવાદોરી માનવામાં આવે છે. ડેમ પર દરવાજા મૂકાયા બાદ સપાટી 138.68 મીટરે પહોંચી છે. છેલ્લા ઘણા સમયથી મધ્યપ્રદેશમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની અનરાધાર આવક થવા પામી છે. હાલ પ્રતિ સેક્ધડ 79705 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમની સપાટી 123.44 મીટરે પહોંચી જવા પામી છે. હજી ડેમમાં પાણીની આવક ચાલુ છે. આગામી દિવસોમાં પણ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધતી રહેશે અને જળ સપાટીમાં પણ વધારો થતો રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.