ડિસેમ્બર-૨૦૧૮ની સરખામણીમાં હાલ નળસરોવરની પાણીની સપાટી ૭ ફુટથી વધુ: નળસરોવરમાં આવતા દર્શકોની હાજરી શુસ્ક

વિદેશી પક્ષીઓ માટે નળસરોવર અત્યંત ફાયદારૂપ: ફલેમીંગો સહિતનાં યાયાવર પક્ષીઓ જાન્યુઆરીના અંતમાં જોવા મળશે

નળસરોવરની વાત કરવામાં આવે તો નળસરોવરની જમીન અત્યંત રેચકણ છે ત્યારે વર્ષ ૨૦૧૮માં નળસરોવર સાવ સુકાઈ ગયેલું જોવા મળતું હતું જે હવે અત્યંત ભરચક જોવા મળે છે. હાલ ભારે વરસાદ અને નર્મદાના પાણીના કારણે નળસરોવરની સપાટી ૭ ફુટને પાર પહોંચી છે. ૨૦૨૦ સતત બીજુ એવું વર્ષ છે કે જયાં નળસરોવરનું પાણીનું સ્તર સૌથી વધુ જોવા મળ્યું છે. અધિકૃત સુત્રોના જણાવ્યા અનુસાર નળસરોવરમાં યાયાવાર પક્ષીઓ સૌથી વધુ જોવા મળતા હોય છે જેમાં સરબીયાથી આવતા પક્ષીઓ પણ નળસરોવરમાં આવી પોતાના ઈંડા મુકતા હોય છે પરંતુ તેમના માટે પાણીની સપાટી જો ૩ ફુટ જેટલી હોય તો જ તેઓ વસવાટ કરે છે. મુખ્યત્વે ગ્લેમીંગો સહિતના યાયાવર પક્ષીઓ નવેમ્બરના અંત સુધીમાં આવી જતા હોય છે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આ તમામ પક્ષીઓ વર્ષ ૨૦૨૧ના જાન્યુઆરીના અંતમાં જોવા મળશે. વિદેશથી પણ અનેકવિધ લોકો નળસરોવરની મુલાકાતે આવતા હોય છે. સરોવર ખારું હોવાના કારણે યાયાવર પક્ષીઓને પોતાનો ખોરાક મેળવવા માટે સહેજ પણ તકલીફનો સામનો નથી કરવો પડતો અને ખારું પાણી હોવાથી ફલેમીંગો સહિતના પક્ષીઓને ખારી માછલીનો શિકાર પણ તેઓ કરી શકે છે.

નળસરોવર કુલ ૧૨ હેકટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ જળાશય કુલ ૨.૭ મીટર જેટલી મહતમ ઉંડાઈ ધરાવે છે જોકે ૬૦ ટકા કરતા વધારે વિસ્તારમાં સામાન્ય ઉંચાઈ ૧ થી સવા મીટર જેટલી હોય છે જેથી પાણીની ઓછી ઉંડાઈના કારણે નીચલી સપાટીએ વનસ્પતિ પણ ખુબ સારા પ્રમાણમાં ઉદભવિત થતી જોવા મળે છે. ખોરાકની વિશાળ વિપુલતાને લઈ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ નળસરોવર ખાતે આવે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી એટલે કે શિયાળા દરમિયાન અહીં વિદેશી પક્ષીઓનો કાફલો જોવા મળતો હોય છે જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી યાત્રિકો નળસરોવરની મુલાકાતે આવે છે. પક્ષીઓને પરવડે તેટલી ઠંડી અને ખોરાકની વિપુલ માત્રાને કારણે પક્ષીઓ માટે નાની માછલીઓ અને કીટકો જેવા જીવો પક્ષીઓના ખોરાકમાં મદદરૂપ સાબિત થતા હોય છે. આ તમામ કુદરતી ચીજવસ્તુઓને લઈ મધ્ય એશિયા, યુરોપ અને સાયબેરીયા જેવા સ્થળોથી પક્ષીઓનો કાફલો નળસરોવર ખાતે જોવા મળે છે.

ગુજરાત રાજય વન વિભાગની સુરક્ષા અને વ્યવસ્થા હેઠળ આવેલા આ સ્થળે શિયાળામાં વિદેશી પક્ષીઓનો જમાવડો અને મેળો ભરાય છે તેમાં પણ ફલેમીંગો તેના સુંદર રંગ અને દેખાવને લઈ અત્યંત આકર્ષણનું કેન્દ્ર બને છે. સામાન્ય રીતે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન પ્રવાસીઓ નળસરોવરની મુલાકાત લેતા હોય છે પરંતુ હાલ જે રીતે નર્મદાનું પાણી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ વરસતાની સાથે જ નળસરોવરની સપાટીમાં અનેકગણો વધારો નોંધાયો છે જેથી જે પક્ષીઓ નળસરોવર ખાતે આવતા હોય ત્યારે તેમના માટે દુસ્વપ્ન સમાન બની રહેશે કે કેમ એ પણ સૌથી મોટો પ્રશ્ર્ન છે ત્યારે દર્શકોમાં પણ હાલ એ પ્રશ્ર્ન સામે આવ્યો છે કે કેવી રીતે વિદેશી પક્ષીઓને તેઓ માણી શકશે.

નળ સરોવર એટલે પક્ષીઓનું સ્વર્ગ : વિદેશી પક્ષીઓની આવવાની રીત પણ ભારે રહસ્યભરી

Lesser Flamingo

નળ સરોવરમા શિયાળાના સમયે વિદેશી પક્ષીઓની સંખ્યા વધી જાય છે. યુરોપ, સાઈબીરીયા, રશીયા વગેરે દેશોમાંથી પક્ષીઓ અહીં આવે છે. આ પક્ષીઓ ફેબ્રુઆરી માસ દરમ્યાન નળ સરોવરમા વસવાટ કરે છે. ત્યાર બાદ માચે-એપ્રિલમા પોત-પોતોના દેશમા રવાના થઈ જાય છે. આ પ્રસિધ્ધ પક્ષી અભયારણ્યમા પક્ષીઓની કુલ ૨૫૦ જાતીઓ પૈકી ૧૫૮ જેટલી પાણી પર નભનારી જાતીઓ છે.નળસરોવરમાં બતક, હંસ, બીટેન ક્ટ કોમોરેન્ટ, સુરખાબ, સારસ, બગલા, કલકલીયો વગેરેની પ્રજાતીઓ જોવા મળે છે. નળ સરોવરમા  ૨૦ જાતની માછલીઓ છે જળચર વનસ્પતિઓ જેવી કે ટાયફા, સાયપ્રસ, પોટોમોગેટોન, વેલેસેનીયા વગેરે હોય છે.નળ સરોવરની જલચર સંપત્તિ અને સૃષ્ટિ અદ્ભૂત છે.નળ સરોવરની જળસંપત્તિમા ૪૮ જાતની શેવાળ, ૭૬ જાતના સુક્ષ્મ જીવો અને ૭૨ જાતની ફૂલો સહિત વનસ્પતીઓનો સમાવેશ થાય છે. વધુમાં અહીં જે વિદેશી પક્ષી આવે છે તે ઘટના પણ ભારે રહસ્યભરી હોય છે. આ પક્ષીઓ અહીં પહોંચીને ઈંડા મૂકે છે. અને ચાલ્યા જાય છે. ઇંડામાંથી બચ્ચાનો જન્મ થયા બાદ તે બચ્ચાઓ એકલા પોતાના વતન ભણે છે. જે બાબત ભારે અચંબિત કરનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.