નલિયા: ભારત રત્ન દેશના યશસ્વી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવ નિમિત્તે નખત્રાણામા જરૂરત મહિલાઓને પગભર થવા(14) સિલાઈ મશીનો નિશુલ્ક વિતરણ કરાયા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના ઉપક્રમે નખત્રાણા લોહાણા મહાજનના સાનિધ્યમા દાતા નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા નિષ્કલંકી ધામ નખત્રાણાની પ્રેરણાથી (14)જેટલા દિવ્યાંગ,વિધવા,જરૂરત બહેનો ને આત્મ નિર્ભર બની શકે તે માટે સિલાઈ મશીન નુ વિનામૂલ્ય વિતરણ કરવામા આવ્યુ શ્રી નિષ્કલંકી નારાયણ ધામ નખત્રાણા સંસ્થાના સંત શાંતિપ્રિયદાસ મહારાજ એ આરંભમા આર્શીવચન આપતા જણાવ્યુ હતું કે સારા સતમાર્ગે વપરાયેલા ધનને સાચા અર્થમા મહાલક્ષ્મી કહેવાય છેઅનીતિ અધર્મમા વપરાયેલા પૈસો અલક્ષ્મી છે જ્યારે સામાન્ય રીતે વપરાતી લક્ષ્મી છે જે ભગવાનને આપેલ ધન સત ધર્મ અર્થ વાપરવાથી ધનની શુદ્ધિ થાય છે.
આર્શીવચન આપતા સંત એ સિલાઈ મશીનના દાતાને બીરદાવ્યા તેમણે ધનને સત માર્ગે વાપરવા શીખ આવી હતી સંતના વરદ હસ્તે મશીનનું પૂજન કરી વિતરણ કરાયું હતું ભારતના પનોતા પુત્ર પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી બાજપાઈ ના જન્મદિવસ ને અનુલક્ષીને યોજાયેલા આ કાર્યમાં સંત શાંતિપ્રિયદાસજી મહારાજના કર કમલોદ્વારા યોજાયેલ કાર્યક્રમ એ લાભાર્થીઓનું સૌભાગ્ય ગણાવતા કાર્યક્રમના અધ્યક્ષ નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલાણે જણાવ્યું હતું કે સતત (26) વર્ષથી દાતાઓના ઉદાર દાન થી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ ના અગ્રણી આપણા વડીલ અરવિંદ જોશી તેમજ તેમની સમગ્ર ટીમ તેમજ દાતાઓ જેઓ કચ્છના છે પણ દેશ વિદેશમાં વસે છે એ કચ્છની પૂરી ચિંતા કરે છે એવા આજના દાતા નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આજે આ સિલાઈ મશીન નો વિતરણ થઈ રહ્યું છે.
ત્યારે આ સદભાર્ગે વપરાયેલું દાન કોઈ દિવસ વ્યર્થ જતું નથી દાતાઓને તેમજ અરવિંદ જોશી તેમજ તેમની ટીમને ખુબ ખુબ અભિનંદન સતત 26 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃતિ કરે છે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા ખુબ આશીર્વાદ આપે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય નયનાબેન પટેલ તેમજ વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગન આઇયા એ જરૂરત મહિલાઓને દાનમાં મળેલ સિલાઈ મશીન દાતાઓનું દાન નો અર્થ સારો સરે તે માટે સદુપયોગ કરવા વિનંતી કરી હતી મંદિરના પૂજારી રમેશભાઈ જોશી આશીર્વાદ આપ્યા હતા.
આજના કાર્યક્રમમા નખત્રાણા લોહાણા મહાજનના ઉપપ્રમુખ વિશનજી પલણ, પ્રાગજી અનમ, નખત્રાણા તાલુકા યુવા ભાજપના પ્રમુખ શીવાભાઈ પલણ નખત્રાણા તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જાગૃતી પલણ, હાર્દિક સોની, રંજન દરજી, હનુભા પરમાર, ડાયા નાકરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નખત્રણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિન એલ. ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ મેહુલભાઈ દાવડા એ કરી હતી.
અહેવાલ: રમેશ ભાનુશાલી
નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
Naliya: Centenary celebrations of former Prime Minister Atal Bihari Vajpayee