- અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા બજાર ચોક ખાતે કરાઈ ઉજવણી
- સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા સમરસ મહા આરતીનું કરાયું આયોજન
- બહોળી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
રામ જન્મભૂમિ અયોધ્યા ગત 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેનું વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આખા ભારત વર્ષમાં જ્યાં જ્યાં સનાતાની વસે છે ત્યાં બધા જ ધાર્મિક સ્થાનોમાં આજે પોષ સુદ દ્વાદશ ના દિવસે ભવયાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી તેના ભાગરૂપે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે બજાર ચોક રામ મંદિર મધ્યના સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા સમરસ મહા આરતી આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંગીતમય આરતી ની સાથે રાસ ગરબા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હિન્દુ સમાજની બધી જ્ઞાતિઓના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા બજાર ચોક રામ મંદિરે મહા આરતી પૂર્ણ થયા બાદ દાતા દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નલિયા ગામના યુવા કાર્યકર્તા ભાઈઓ જયમત ઉઠાવી હતી. અને ગ્રુપ બાય ઉસ્તાદ નલિયા નો પણ સાથ સહકાર મળેલ હતો.
અહેવાલ : રમેશ ભાનુશાલી