- સભામાં હાજર ગામના આગેવાનોએ એસીટી સંસ્થા દ્વારા થયેલ કામોની વીગત આપી
- કાર્યક્રમની સરૂઆત જળ આહુતીથી કરાઈ
Nalia ખાતે સહભાગી ભુગર્ભજળ વ્યવસ્થાપન કંકાવટી એકવીફર પુનઃભરણ પ્રકલ્પ માટે પ્રાંત અધીકારી કચેરીમા સભા યોજાઈ હતી.આ કાર્યક્રમની શરૂઆત જળ આહુતીથી કરવામાં આવી હતી. એરીડ કોમ્યુનીટીસ એન્ડ ટેકનોલાજીસ (એ.સી.ટી) સંસ્થાના અબડાસા તાલુકાના ગામોમા છેલ્લા ત્રણવર્ષથી જે કામો કરવામાં આવેલ છે તેનો ચીતાર રજુ કરવામાં આવ્યો હતો.તેમજ સભામાં હાજર રહેલ ગામના આગેવાનો દ્વારા ભુગર્ભ જળ મોનીટરીંગ,વરસાદના ડેટા કલેક્શન,પીવાના પાણીની સમસ્યા,રીચાર્જ ટયુબવેલની મદદથી પાણીના તળ ઉંચા આવાની,સુકી ખેતીમાં ભેજ સંરક્ષણ માટે બંધપાળાની,પશુના પીવાના, વગેરે કામગીરીની વાત કરી તંત્રને બિરદાવ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ સહભાગી ભુગર્ભજળ વ્યવસ્થપન કન્કાવતી એકવીફર પુનઃ ભરણ પ્રકલ્પ માટે પ્રાંત અધીકારી કચેરીમા સભા યોજાઈ હતી. આ કાર્યક્રમની શરૂઆત જળ આહુતીથી કરવામાં આવી હતી. એરીડ કોમ્યુનીટીસ એન્ડ ટેકનોલાજીસ (એ.સી.ટી) સંસ્થાના અબડાસા તાલુકાના ગામોમા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવેલ કામોનો ચીતાર પણ રજુ કરવામાં આવ્યો હતો.
તેમજ ભૂજલ જાણકાર બેર ફુટ ઇન્જીનીયર અબડાસા તાલુકાના ગામોમાં ભુગર્ભ જળ મોનીટરીંગ અને વરસાદના ડેટા કલેક્શન કરે છે એ ડેટા કઇ રીતે ઉપયોગી થઈ સકે ગામમાં જ ગામના યુવા દ્વારા ભુગર્ભજળ મોનીટરીંગ અને તેની ચીતા કરીને ગામ લોકોને જાણારી આપવાનું કામ ભુજલ જાણકારો દ્વારા કરવામાં આવે છે તેવું એસીટી ના યોગેસ જાડેજા દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ સાથે આ સભામાં હાજર રહેલ ગામના આગેવાનો દ્વારા પાતાના ગામમા એસીટી સંસ્થા દ્વારા થયેલ કામોની વિગત આપવામાં આવી હતી. જેમાં આધમ મંધરા (ઉપ સરપંચ કાળાતળાવ જુથ ગ્રામ પંચાયત) દ્વારા પાતાના ગામમા પીવાના પાણીની સમસ્યા બે વર્ષ પહેલા શું હતી અને અત્યારે પાણીની ગુણવતામાં સુધારો અને ગામમા ઉનાળામાં પાણીની સમસ્યા ઓછી થઈ છે તે વિશેની માહિતી પણ મેળવવામાં આવી હતી.
તેમજ રીચાર્જ ટયુબવેલની મદદથી પાણીના તળ ઉંચા આવાની અને ગામમાં ભુગર્ભજળ મોનીટરીંગ અને વરસાદના ડેટા લાકો સુધી પોચાડવાની વાત લાલા ગામના ઈકબાલ મવર અને મનજીભાઈ સંજોટ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે મોકરશી વાંઢ ગામમાં ખુલલા કુવા રીચાર્જ અને ક્રીટીટીકલ ઇરીગેશન માટે સ્ટ્રક્ચર બનાવેલ અને મોકરશીવાઢ ગામમાં પાણીના તળ સુધર્યા છે અલીમામદ દરાડ અને હારૂન માકરસી એ રજુઆત કરી હતી. આ સાથે સુકી ખેતીમાં ભેજ સંરક્ષણ માટે બંધપાળાની કામગીરીની અને હોથીવાંઢ ગામમાં પશુના પીવાના પાણી માટે જે કામગીરી કરવામાં આવી તેની રજુઆત હોથીવાંઢ ગામના જગમલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
આ ઉપરાંત છાડુરા ગામના કાન્તા સીજૂ અને છાયા ગોસ્વામી દ્વારા ઘર આંગણે વેસ્ટ પાણીનો ઉપયોગ કરીને ઉગાડેલ શાકભાજીના ન્યુટ્રીશન વિશે વાત કરી હતી. તેમજ ગીરીશ કરથીયા આ વકતાઓનું કંક્લુઝન કરીને તેમના બીજા પાંચ આગેવાનો દરેક ગામમાંથી તૈયાર થાય તો સરકાર અને સંસ્થા દ્વારા વધારે ઇફેકટીવ કામો કરી શકાય. તેમજ તાલુકા વિકાસ અધીકારીએ ST સંસ્થાની કામગીરીને બીરદાવી હતી. તેમજ તાલુકા પ્રમુખ મહાવીરસીહ જાડેજા અબડાસા તાલુકાના ઉંડા જતા ભુગર્ભજળની ચિંતા કરી હતી અને પાતાના દ્વારા ભુગર્ભજળ ને લઈને થયેલ કામોની વાત કરી હતી.
આ સાથે આ સભાના અતીથી એવા સુરેશ છાંગા અને ઈકબાલ ગાંચી એ પાણીને લઇને વિવિધ સરકારી યોજના અને તેની અમલીકરણની પ્રકીયા અને ગામમાં વહેતા પાણી અને તેની રીજ લાઈન શોધી તેના પર કામ કઈ રીતે કરાઈ તેની જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન STના ભારતી આહીર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આભાર વિધિ નવાબ લાખા દ્વારા કરવામાં આવી હતી.
રમેશ ભાનુશાલી