પહાડો પર થઈ રહેલી બરફવર્ષાની વચ્ચે ફક્ત મૌસમનો મિજાજ જ નથી બદલાયો, પણ દેશના અમુક વિસ્તારોમાં હવે શીતલહેરની પણ શરુઆત થઈ ચુકી છે
પહાડો પર થઈ રહેલા બરફવર્ષાની વચ્ચે ફક્ત મૌસમનો મિજાજ જ નથી બદલાયો, પણ દેશના અમુક વિસ્તારોમાં હવે શીતલહેરની પણ શરુઆત થઈ ચુકી છે. ગુજરાતમાં પણ ઠંડીએ દસ્તક આપી દીધી છે. ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયા કે જ્યાં આજે 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. દિલ્હી-એનસીઆરથી લઈને યૂપી-બિહારમાં જોરદાર ઠંડી પડી રહી છે. તો વળી રાજસ્થાનમાં પણ શીતલહેરને દસ્તક દઈ દીધી છે. ઉત્તર અને મધ્ય ભારતના મો઼ટા ભાગના વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે અને તાપમાન સતત નીચે જઈ રહ્યું છે. મૌસમ વિભાગનું માનીએ તો, આગામી થોડા દિવસોમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 8-10 ની વચ્ચે રહેવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, કશ્મીર અને ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં આજે પણ બરફવર્ષા થવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં વરસાદ પણ થશે.
હવામાનનાં આંકડાની વાત કરીએ તો, ગાંધીનગર 13 ડિગ્રી સાથે ગુજરાતમાં સૌથી ઠંડુગાર હતુ. અમદાવાદમાં 14.8 ડિગ્રી, બરોડા 14.4, ભાવનગર 16.2, ભુજ 16.1, પોરબંદર 16, રાજકોટ 16.2, સુરત 18.4 અને વેરાવળ 20.0 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. શહેરમાં આગામી 3 દિવસ 14 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાનનો પારો રહેવાની શક્યતા છે. અમદાવાદમાં સહીત રાજ્યમાં પણ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી જ ઠંડીનું જોર વધવાની શક્યતા છે. સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના છે.
નવેમ્બર મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થતી હોય છે. તે શરૂઆત થઈ ગઈ છે. 30 નવેમ્બર સુધી ઠંડી જળવાઇ રહેશે. અત્યારે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે જે વહેલી સવાર અને સાંજે અનુભવાય છે. જોકે તેમણે જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. ડિસેમ્બરથી લઈ 10 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડશે.