Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાનો વરસાદ શરૂ થઇ ગયો છે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદ વરસી રહ્યો છે, ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી લઇને ભારે વરસાદ પડી રહ્યો છે. હવે આ કડીમાં વધુ એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, આગામી 3 કલાકમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 કલાકમાં ગુજરાતમાં 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
વરસાદના તાજા અપડેટ પ્રમાણે
ગુજરાતમાં હજુ વરસાદ ભારેથી અતિભારે સ્થિતિમાં વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 3 કલાકમાં રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. આગાહી પ્રમાણે, ગુજરાતમાં ભરૂચ, સુરત, પોરબંદરમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી છે, આ ઉપરાંત જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવ, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને રાજકોટ, જામનગર, મોરબી તથા દ્વારકામાં ભારે વરસાદ પડશે.
ત્યારે નલિયા હોથીવાંઢ મરીન કમાન્ડો ફોર્સ ની ટીમ દર વર્ષે પોતાના જીવ ના જોખમે પુર આવે કે વાવાઝોડું આવે કે ભુકંપ આવે કે આતંકવાદીઓ સામે લડવાનું હોય ત્યારે આ ટીમ હંમેશા અગ્રેસર રહે છે.
આ વખતે પણ આ ટીમ હંમેશા ની જેમ બચાવ કામગીરી માટે સાધન સામગ્રી સાથે એલર્ટ છે.
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ