- જવાનોની યાત્રા કોટેશ્વરથી કન્યાકુમારી ખાતે થશે સંપન્ન
- નલિયા નગર ખાતે અલ્પાહારની વ્યવસ્થા કરાઈ
નલિયા: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઇએસએફ ના 56માં સ્થાપના દિવસે શુક્રવારના લખપતથી સાયકલ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યું. આ ઉપરાંત 25 દિવસની યાત્રાનું 31 માર્ચના કન્યાકુમારી ખાતે સમાપન થશે. સાયકલ યાત્રા નલિયા ખાતે પહોંચી હતી, જ્યાં જેમાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી અને ગામના પ્રથમ નાગરિક સરપંચ રામજી કોલી સહિતના સ્થાનિક અગ્રણીઓ દ્વારા ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સ્થાનિક પોલીસ અને PI વી એમ ઝાલાનો સાથ સહકાર મળ્યો હતો. નલિયા શ્રી નગર ખાતે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શુક્રવારે લખપતથી સી આઈ એસ એફ સાયકલ યાત્રા શરૂ થઈ નલિયા પહોંચતા સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જવાનોની યાત્રા કોટેશ્વર થી કન્યાકુમારી ખાતે સંપન્ન થશે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઇએસએફ ના 56માં સ્થાપના દિવસે શુક્રવારના લખપતથી સાયકલ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યું જેની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. 25 દિવસની યાત્રાનું 31 માર્ચના કન્યાકુમારી ખાતે સમાપન થશે.
6535 કિલોમીટર લાંબી દરિયાઈ પટ્ટી પર સાયકલ સવાર મુસાફરી કરશે એક ટીમ લખપતથી અને બીજી ટીમ પશ્ચિમ બંગાળના બકાલીથી સ્ટાર્ટ થશે. બંને ટીમો 31 માર્ચના કન્યાકુમારી ભેગી થશે. સાયકલ યાત્રામાં સ્થાનિક કોસ્ટલ વિસ્તારના ગામોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાયકલ યાત્રા લખપત કોટેશ્વર ત્યારબાદ બરંદા વાયોર થઈને નલિયા પહોંચી હતી ત્યાં નલિયા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કસ્તુરબા ગાંધી વિદ્યાલય ની બાળાઓ દ્વારા સ્વાગત ગીત થી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
નલિયા ખાતે ગામના પ્રથમ નાગરિક સરપંચ રામજી કોલી, પરેશભાઈ, દિનેશભાઈ, જેઠાલાલ, હરેશભાઈ, તારાચંદભાઈ, જયંતીભાઈ, હર્ષરાજસિંહ, મેહુલસિંહ, જગદીશભાઈ, ચંદુભાઈ તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક આગેવાન પરેશ ભાનુશાલી દ્વારા જાણવામાં આવ્યું કે આ સાયકલ યાત્રા સુખ શાંતિથી કન્યાકુમારી પહોંચે અને પરિપૂર્ણ થાય તેવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ નલિયા શ્રીનગર ખાતે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અહેવાલ: રમેશ ભાનુશાલી