બીજા માટે જીવો… પેટ તો કાગડા-કૂતરા પણ ભરે છે
અમર શહીદ સંત કંવરરામ સાહેબનો આજે જન્મોત્સવ
જેમને ભય નથી, સ્વાર્થી નથી, બીજાને દુ:ખે દુ:ખી થવું મેજને સહજ છે તે સંત, પ્રાણી માત્રની સેવા ઇશ્ર્વર સેવા સમજી સર્વસ્વ સમાજ અને દુનિયાના કલ્યાણ અર્થે સમપિત કરનાર પવિત્ર સાક્ષાતકારી સંત એટલે સંત કંવરરામ
પાકિસ્તાનના સિંધ પ્રાંતના સખ્ખર જીલ્લાના જીલ્લાના જરવાડ ગામે તારાચંદભાઇ કે જે કરિયાણાની નાની દુકાન ચલાવતા હતા. અને આ મઘ્યમવર્ગી કુટુંબ ધાર્મિક સંસ્કાર, ઇશ્ર્વર શ્રઘ્ધા, સાદગી અને શુઘ્ધ ચરિત્ર ધરાવતું હતું. તેમને ત્યાં તા. ૧૩-૪-૧૮૮૫ ના રોજ માતા તિરથબાઇના કૂખે સંત કંવરરામનો જન્મ થયો હતો.
સંત કંવરરામ થોડા મોટા થયા કે તેમના ગુણો દખાવા માંડયા તેમને જયારે મીઠાઇ કે અન્ય સારી ખાવાની વસ્તુ મળતી ત્યારે હંમેશા બધુ વહેંચીને ખાતા વળી કોઇ દિવસ તેમને મુખ પર રંજ, ખીજ, ગુસ્સો, તિરસ્કાર, નફરત વિગેરેના ભાવ જોવા ન મળતા.
ઘણી વખત તો પોતાની કરિયાણાની દુકાને બેઠા હોય ને કોઇ ગરીબ વ્યકિત આવે તો મફત પાકુ સિંધુ આપી દેતા હતા. આવું હતું સંત કંવરરામનું બાળપણ આગળ જતાં પોતે ઇશ્ર્વરીય પ્રેરણાથી સૂફી ભજનો ગાવા લાગ્યા હતા. ભજનમાં તેઓ એવા તો તનમય થઇ ગયા હતા કે ગામે ગામથી લોકો ભજન રસ માણવા આવતા હતા અને પોતે ત્યાં પહોંચી જઇ ધર્મનો ફેલાવો કરતા હતા. તે કહેતા કે બીજા માટે જીવો કાગડા-કૂતરા પર પેટ ભરે છે જયારે આપણે તો મનુષ્ય છીએ.
એક વખત પૂ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વાતંત્ર્યતાની ચળવળની વાત લઇને સિંઘ પ્રાંત આવેલ ત્યાં તેમને સાંભળવા લાખોની મેદ ભેગી થયેલા પણ એક બીજા વાતો કરતા ખુબ જ ઘોંઘાટ થતો હતો. આવા સમયે કોઇને સંત કંવરરામને ભજન ગાવા કહેતા તેઓ પૂ. ગાંધીજી પાસે ગયા અને ભજન ગાયુ તો નિરવ શાંતિ સ્થપાઇ ગઇ લોકોએ ખુબ જ પ્રેમથી પૂ. બાપુને સાંભળ્યા. આ વખતે મહાત્મા ગાંધી સંત કંવરરામને ભેટી પડયા હતા. અને દેશ સેવા માટે આહવાન કર્યુ હતું. ત્યારબાદ સિંઘના ગવર્નર દ્વારા સંત કંવરરામનું ભવ્યાતિ ભવ્ય સન્માન કરી અનેક ભેટ સોગાતો આપવામાં આવેલ હતી તે તમામ હાલ અમરાવતી ગામમાં રાખેલ છે.
દેશ અને ગરીબ માટે જીવન જીવતા હિન્દુ-મુસ્લિમના બહોળા ચાહક વર્ગ ધરાવતા સંત કંવરરામની પ્રવૃતિથી કેટલાક કટરવાદી મુસ્લિમોના પેટમાં તેલ રેડાયું હતું ઇ.સ. ૧૯૩૯ ની ૧ નવેમ્બરના રોજ ગુરુવારના રોજ રાત્રે સિંઘ પ્રાંતના રુક રેલવે સ્ટેશન પર ગોળી મારી તેમની હત્યા કરવામાં આવી ત્યારે ઢળી પડયા ત્યારે તેમના મુખમાંથી રામ શબ્દ નીકળેલ, સંત કંવરરામની ઉમર ત્યારે ૫૪ વર્ષની હતી. જોગાનું જોગ મહાત્મા ગાંધીને પણ ગોળી મારવામાં આવેલ ત્યારે તેમના મુખમાંથી પણ રામ શબ્દ નીકળેલ. સમગ્ર સિંઘ સમાજ સંત કંવરરામના અનેક શિષ્યો, અનુયાયીઓ સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલા છે. સંત કંવરરામના નામે ભારત ભરમાં સિંધી સમાજ દ્વારા તેઓના નામથી અકે ટ્રસ્ટો, મંડળો, સોસાયટી ચોક, હોલ, મંદીરો આવેલ છે.
પૂજય ની રાહ ઉપર સેવા કાર્યો કરી રહ્યા છે. સમગ્ર સિંધી સમાજના સંતરી કંવરરામને કોટિ કોટિ વંદન.