- મહા આરતી, સન્માન સમારંભ, કેક કટીંગ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયો
- રાજકીય અને સામાજિક અધિકારીઓ, પધાધિકારીઓ અને આગેવાનો બહોળી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
નખત્રાણા ખાતે વીર માંધાતા જન્મ જયંતિની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય માર્ગો પરથી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ મહા આરતી, સન્માન સમારંભ, કેક કટીંગ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, નખત્રાણા તાલુકા ભાજપના મહામંત્રી હરીસિંહ રાઠોડ, જીતેન્દ્રસિંહ જાડેજા, ભારતીય કિસાન સંઘ કચ્છના મહામંત્રી વાલજી લીંબાણી, વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ મહામંત્રી ચંદુ રૈયાણી, રાતા તળાવથી વસંત ભાનુશાલી, શિવજી મહેશ્વરી સહિતના આગેવાનો જોડાયા હતા તેમજ અબડાસા લખપત નખત્રાણા માંડવી ભુજના કોળી સમાજના આગેવાનો તેમજ ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સવારના નખત્રાણા ના મુખ્ય માર્ગો પરથી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ મહા આરતી,સન્માન સમારંભ,કેક કટીંગ,મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
અહેવાલ : રમેશ ભાનુશાલી