એસ્સાર ટર્મીનલ સલાયા સવિર્સ લી.ના જવાબદાર અધિકારી, કર્મચારી અને સિક્યુરીટી સ્ટાફ સામે નોંધાતો ગુનો સલાયા જેટી પર આયાત થતા કોલસાનો ૬૮ હજાર મેટ્રીક ટન જથ્થો સગેવગે કરી કૌભાંડ આચર્યુ
જામનગર-ખંભાળીયા હાઇવે પર આવેલી ન્યારા એનર્જી (એસ્સાર) દ્વારા સલાયા જેટી પર આયાત કરાયેલા રૂ.૩૦.૫૭ કરોડના ૬૮ હજાર મેટ્રીક ટન કોલસાનો જથ્થો સગેવગે કરી ગેરરીતી આચરી એસ્સાર બલ્ક ટર્મીનલ સલાયા લી.ના જવાબદાર અધિકારી, કર્મચારી અને સિક્યુરીટી સ્ટાફે કૌભાંડ આચર્યાની વાડીનાર મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ખંભાળીયા નજીકની ન્યારા એનર્જી (એસ્સાર) કોર્પોરેટ હેડ અનિલ વિશ્વ ભરના સલાયા જેટી પર આયાત થતા કોલસાના સ્ટોકમાં ગેરરીતી થયાનું ધ્યાને આવ્યું હતું. તા.૨૬-૩-૧૮ થી તા.૩૧-૩-૧૯ દરમિયાન આયાત થયેલા કોલસાના સ્ટોક અંગે ઓડિટ કરવામાં આવતા ૬૮ હજાર મેટ્રીક ટન કોલસાનો જથ્થો ઓછો જણાતા એસ્સાર બલ્ક ટર્મીનલ સલાયા લીમીટેડના જવાબદાર અધિકારી, કર્મચારી અને સિક્યુરીટી સ્ટાફે પૂર્વ યોજીત કાવત‚ રચી રૂ.૩૦.૫૭ કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યું હતું.
એસ્સાર અને હાલ ન્યારા એનજી૪ કંપની અનિલ વિશ્વભરે વાડીનાર મરીન પોલીસ મથકમાં રૂ.૩૦.૫૭ કરોડની કિંમતનો ૬૮ હજાર મેટ્રીક ટન કોલસાનો જથ્થો સગેવગે કરી કૌભાંડ આચરનાર સામે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ.વી. હીગરોજા સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથધરી છે.