નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની આજે ગોઠણની સર્જરી રવિવારે ડિસ્ચાર્જ કરાશે
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગોઠણની સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા છે.
નિતીન પટેલના હેલ્થ રિપોર્ટ સારા આવશે. તો તેમને રવિવારે ડિસ્ચાર્જ કરાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નીતીન પટેલની ગેરહાજરીમાં તેમનો ચાર્જ સંભાળશે.
અગાઉ પણ નીતીન પટેલના જાપાન પ્રવાસ દરમિયાન ચુડાસમાએ ચાર્જ સંભાળ્યો હતો. હાલ નાયબ મુખ્યમંત્રી પાસે રોડ અને બિલ્ડીંગ નર્મદા, કલ્પસર અને કેપીટલ પ્રોજેકટ ડિપાર્ટમેનટની જવાબદારી છે.
અગાઉના જાપાન પ્રવાસ દરમિયાન સૌરભ પટેલે ફાઇનાન્સ, હેલ્થ અને ફેમીલી વેલ્ફેરતેમજ ટેકનીકલ એજયુકેશનની જવાબદારી ઉપાડી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે નીતીન પટેલ બીજા મંત્રી છે જેમને આ સપ્તાહમાં હોસ્૫િટલાઇઝ કરવામાં આવ્યા છે અગાઉ પ્રદીપસિંહ જાડેજાને મોઢાના કેન્સરની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.