‘અબતક’ કે સંગ, સ્કૂલ ચલે હમ
હળવી અને સોફટ મટીરીયલ્સબેગની માગ: યુનિફોર્મના ભાવમાં કોઇ વઘધટ નહીં નોટબંધીથી નોટબુકના વેચાવામાં મંદી કાગળ મોંઘા થતાં ભાવમાં ૨૦ ટકાનો ઉછાળો
વેકેશન પૂર્ણ થયા બાદ સત્રના અભ્યાસ માટે તૈયારીઓ બાળકો અને વાલીઓ કરી રહ્યા છે. સ્કુલ બેગ, યુનિફોર્મ, સ્ટેશનરી અને પાણીની બોટલ સહીતની વસ્તુઓની બજારમાં ખરીદી થવા લાગી છે. હાલ સ્કુલ બેગમાં હળવી અને સોફટ મટીરીયલ્સની માંગ છે. જયારે નોટબંધીથી નોટબુકના વેચાવામાં મંદી જોવા મળી છે જયારે કાગળ મોંઘા થતા નોટબુકના ભાવમાં ૨૦ ટકાનો ઉછાળો થયો છે.
એકંદરે બાળકોનું વેકેશન ખુલતા વેપારીઓની પરીક્ષા શ‚ થઇ છે. સ્કુલ બેગની ખરીદી અંગે માહીતી આપતા ભાવેશભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે પ્લે હાઉસના ભૂલકાઓ માટે એમ્બોઇઝીંગના બેગનો વધુ ક્રેઝ છે. ધો.૩ પછીના બાળકો પ્લેન બેગની વધુ ખરીદી કરી રહ્યા છે. વાલીઓ પણ પોતાના બાળકો માટે સોફટ મટીરીયલ્સ અને વેઇટ લેશ બેગને વધારે પસંદ કરી રહ્યા છે. બેગની કિંમત વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૧૫૦ ‚પિયાની માંડીને ૧૨૦૦ સુધીના બેગ માર્કેટમાં ઉપલબ્ધ છે. બાળકોને વેઇપ્લેસ ફલોરેશન કલર અને વધુમાં વધુ પોકેટ ફેસેલીટી બીગ ખરીદવા આકર્ષે છે. હાલ આડા બેગની માંગ બજારમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ ચુકી છે.
બેગ ખરીદવા આવતા તમામ લોકો ઉભા બેગની જ પસંદગી કરતા હોય છે. મોટા વિઘાર્થીઓના બેગમાં ૬ થી ૭ પોકેટની સુવિઘાઓ આપવામાં આવે છે. હાલ વિધાઉટ કેરીટસના બેગની માંગ વિઘાર્થીઓમાં વધુ છે ઉપરાંત અમુક સ્કુલોમાં કેરેકટર વાળા બેગ લાવવાની મનાઇ હોય છે. આ માહીતી મને ગ્રાહકો પાસેથી મળી છે.
સેન્ટ મેરી સ્કુલની વિઘાર્થીની ‚ચિ એ પોતાની સ્કુલ બેગની ખરીદી અંગે જણાવ્યું હતું કેઆવતા અઠવાડીયાથી જ મારી શાળા ખુલવાની હોવાથી હું અભ્યાસને લગતી વસ્તુઓ ખરીદવા આવી છું. દિપક રેડીમેઇડ શોપમાં ખુબ સારી કવોલીટીના યુનિફોર્મ મળે છેે જે આખા વર્ષ દરમીયાન પહેરવામાં મજા આવે છે. અહીનું કાપડ સોફટ અને કરડ નહી તેવું હોવાથી હું દર વર્ષે અહીથી જ ખરીદી કરું છું.
દિપક રેડીમેઇડ સ્ટોરના ભાગ્યેશ વોરાએ જણાવ્યું હતું કે રાજકોટની નામાંકિત સ્કૂલ્સના યુનિફોર્મનું વેચાણ અહીં થાય છે. છેલ્લા ૬૦ વર્ષથી અમે આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ પહેલા કાપડ લઇને લોકો યુનિફોર્મ સીવડાવતા જયારે હવે લોકો રેડીમેઇડ લેવાનો વધુ આગ્રહ રાખે છે. રેડીમેઇડમાં જીન્સ-ટી શર્ટનુ: ચલણ વધુ છે. અમારે ત્યાં જીન્સમાં અરિંંવદ મફતલાલનું મટીરીયલ્સ યુઝ કરવામાં આવે છ. અને પણ ટેરીકોટન આવે છે. કાપડના ભાવમાં આ વખતે કોઇ વઘ-ધટ નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી કાપડની સારી કવોલીટીના કારણે સ્કુલ તફરથી અમને યુનિફોર્મના ઓર્ડર મળે છે. તે માટે ડીસેમ્બરમાંથી કામગીરી ચાલુ કરીએ છીએ. અમારે ત્યાં હાલ લાયકા મટીરીયલ્સના મોજા વધારે વેંચાય છે. લાયકા ઇનર કોટન હોવાથી બાળકોને પહેરવામાં મજા આવે છે. આ ઉપરાંત સ્પોર્ટલ ને લગતા હોઝીયરી મટીરીયલ્સ પણ અમારી દુકાનમાં ઉપલબ્ધ છે જેનો ભાવ ૩૦૦ થી ૬૦૦ સુધીનો હોય છે. ગ્રાહકોનો અમને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નોટબંધીને કારપે દિપક રેડીમેઇડ આ વખતે કશું નવું નથી લાવી શકયા છતાં લોકો અમારી વિશ્ર્વસનીયતાને કારણે અહીં આવવાનું વધારે પસંદ કરે છે.
મોહનલાલ એન્ડ સન્સના ઓનર સાથે સ્કુલ બુકસની વાત થતાં તેમણે જણાવ્યું હતું કે અમારી દુકાન ૬૦ વર્ષ જુની છે અહીં ૧ થી ૧ર ધોરણના પુસ્તકો રાખીએ છીએ. પાઠયપુસ્તક, સ્ટેશનરી દિવાળી સાહિત્ય સહીતની વસ્તુઓ ખરીદવા લોકો અમારી દુકાનનો આગ્રહ રાખે છે. કોર્ષ બદલાતાજુના પાઠયપુસ્તકો પસ્તીમાં જવા દેવા પડે છે. એનો બીજો કોઇ નીકાલ નથી એટલે સ્ટોરમાં જરુરીયાત મુજબના પુસ્તકો જ રાખીએ છીએ ૨૦૧૭માં ૧૦ માં ધોરણમાં ત્રણ વિષયો બદલાયા છે અને ૧રમાં ધોરણનો આખો કોર્ષ જ નવો આવ્યો છે.
યુનિવસીર્ટી રોડ પર આવેલી એકતા પ્રકાશનનાં રવિભાઇ કકડે જણાવ્યું હતું કે વેકેશન પુરુ થવાની તૈયારીમાં છે છતાં આ વખતે સીઝન જોઇએ તેવી લયમાં નથી. ગત વર્ષ કરતા આ વર્ષની સીઝન નીચી ચાલી રહીછે. આ વખતે કાગળના ભાવમાં ઘરખમ વધારો થવાથી તેમજ નોટબંધીને કારણે બજારમાં મંદી છે. ગત વર્ષ કરતા ભાવમાં પણ ૨૦ ટકા જેટલો વધારો થયો છે. એટલે નોટબુકસમાં આ વખતે ઘણો વધારો જોવા મળશે આના કારણે પબ્લિકનું જેવું કાઉડ હોવું જોઇએ એટલું નથી.
સહેલી ફેમીલી શોપના રાજુભાઇએ માહીતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષથી સ્કુલ બેગનું વેચાણ કરીએ છીએ ગત વર્ષ કરતા સીઝનમાં આ વખતે મંદી ચાલી રહી છે. મંદીનું મુખ્ય કારણે એ જ છે કે હાલ દરેક સ્કુલમાં શાળામાંથી જ જે સ્કુલ બેગ અપાઇ તે ખરીદવાના આગ્રહને કારણે બજારમાં સ્કુલ બેગનું વેચાણ ધીમુ પડી ગયું છે. નાના સ્ટોલ ધીમુ પડી ગયું છે. નાના સ્ટોલ વાળા વેપારીઓએ મોટા પાયે અસર થાય છે. આ એક પ્રકારે સ્કુલ વાળાની ખુલ્લી દાદાગીરી જ છે. મંદીના કારણે અમે દુકાનમાં જરુરીયાત મુજબનો જ સ્ટોક રાખીએ છીએ અને વાલીઓની ડીમાન્ડ હોય તો એ પ્રમાણેની બેગ મંગાવી આપી એ છીએ અમારી પાસે ૨૦૦ ‚ાથી માંડીને ૧૮૦૦ સુધીની બાન્ડેડ કંપનીઓની બેગ અવેલેબલ છે.
મોદી સ્કુલમાં અભ્યાસ કરતા વિઘાર્થી મિત દોશીએ જણાવ્યું હતું કે દિપક સ્ટોરમાં સ્કુલ બેગ, યુનિર્ફોમ અને અન્ય વસ્તુઓના ભાવ વ્યાજબી હોવાથી અહીંથી ખરીદીનો આગ્રહ રાખીએ ીએ અહીંનું યુનિફોર્મનું મટીરીયલ્સ પણ સારું છે અને ગત વર્ષ કરતા ભાવ પણ ખુબ જ ઓછા છે.
રવિપ્રકાશના ચિરાગભાઇએ જણાવ્યું હતું કે હાલ મંદીને કારણે અમે ઘણી બધી અંગ્રેજી માઘ્યમની સ્કુલનો વેપાર ઓછો કરી નાખ્યો છે. દર વર્ષ નવા નવા પબ્લીસરોની બુકસ સ્કુલમાં દાખલ કરવામાં આવે છે. અને એ એક એક ચોપડીની કિંમત ૩૦૦ ‚પિયા જેટલી હોય છે. આવી બુકસ સ્કુલમાંથી સપ્લાય થતી હોવાના કારણે ઘણા બધા વેપારીઓને મોટા પાયે નુકશાની વેઠવી પડે છે. સ્કુલ સાથે ટાયપ કરવામાં જે તે શાળામાં કમીશન આપવું પડતું હોવાથી રવિ પ્રકાશનનું કોઇપણ સ્કુલ સાથે જોડાણ નથી. વારંવાર કોર્ષ બદલાતા હોવાથી પણ અમને મોટાપાયે નુકશાન જતા હોય છે.
ઉપરાંત સેમેસ્ટર પઘ્ધતિ નીકળતા પુસ્તકો વેચાવામાં મંદી જોવા મળી છે જુના પુસ્તકો લેવા કોઇ તૈયાર નથી. સરકારના આવા અચાનકના ફેરફારોને કારણે પુસ્તકના વેપાર સાથે સંકળાયેલાઓને ખુબ જ નુકશાની ભોગવવી પડે છે.
સ્કુલ સ્ટેનશી અંગે કપીલભાઇએ જણાવ્યું હતું કે આ વ્યવસાય સાથે અમે છેલ્લા ૨૫ વર્ષથી જોડાયેલા છીએ અમારે ત્રણ માળની દુકાન છે. જેમાં સૌથી નીચે સ્ટેશનરી, વચ્ચે બાળકો માટે ક્રાફટ અને આર્ટ મટીરીયલ્સ ઉપલબ્ધ છે. તેમજ સૌથી ઉપરના માળે રમકડા અને સ્પોટસને લગતી વસ્તુઓની ગોઠવણી કરી છે. જુદા જુદા સમયે બાળકોની ડિમાન્ડ મુજબ પેરુન્ટસ અહીં ખરીદી કરવા આવે છે. હાલ સ્કુલ ખુલવાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે મોટાભાગના ગ્રાહકો સ્કુલ બેગ બોટલ સ્ટેશનરી ખરીદવા આવે છે જયારે વેકેશન દરમીયાન રમડકા અને સ્પોટને લગતી વસ્તુઓ વધુ વેંચાય છે.