મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો. ડિમ્પલ રામાણી અને દેવધરીયા નિરાલીએ 600 લોકોના વ્યક્તિત્વ નખના માપન કરીને વિવિધ તારણો રજૂ કર્યા
ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે આપણું શરીર પણ એક પ્રકારના ચુંબકીય ક્ષેત્રનો ભાગ હોય છે અને મોટાભાગે લોકો સમજે છે કે માત્ર આપણો ચહેરો આપણા વ્યક્તિત્વનો અરીસો છે, પરંતુ તે સત્ય નથી. આપણા શરીરનું દરેક અંગ આપણા વ્યક્તિત્વ વિશે કઈક દર્શાવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે નખ નો આકાર આપણા વ્યક્તિત્વ પર અસર કરી શકે છે? નખનો આકાર તેમજ નખની ડિઝાઇન વ્યક્તિના વ્યક્તિત્વ વિશે ઘણુંબધું કહી શકે છે . વ્યક્તિના પોતાના વ્યક્તિત્વને પણ જાણી શકાય છે.
ચાર પ્રકારના નખના આકાર ધરાવતી વ્યક્તિના વ્યક્તિત્વને ઓળખવામાં આવે છે. ઉભા લાંબા નખ, પહોળા નખ, ગોળાકાર નખ, ચોરસ નખ આમ, આ ચાર પ્રકારના નખ નો આકાર ધરાવતી વ્યક્તિના વ્યક્તિત્વ વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો. ડિમ્પલ રામાણી અને દેવધરીયા નિરાલીએ ઉભા લાંબા નખ ધરાવતા 150 લોકો, પહોળા નખ ધરાવતા 150 લોકો, ગોળાકાર નખ ધરાવતા 150 લોકો અને ચોરસ નખ ધરાવતા 150 લોકો આમ કુલ 600 લોકોના વ્યક્તિત્વ માપન કરીને નીચે મુજબ તારણો રજૂ કર્યા છે.
:ઉભા લાંબા નખ ધરાવતી વ્યક્તિ:
મુખ્ય વ્યક્તિત્વ લક્ષણો
– સ્વતંત્ર
– આત્મવિશ્વાસુ
– સર્જનાત્મક
– બુદ્ધિશાળી
– સાહસિક
- આ પ્રકારના નખ ધરાવતી વ્યક્તિના વ્યક્તિત્વ લક્ષણો સર્જનાત્મક, જીણવટપૂર્ણ અને કલ્પના લક્ષી હોય છે.
- તેઓ સ્વતંત્ર, શાંત અને વ્યવહારિક બનવાનું વલણ ધરાવતા હોય છે.
- તેમનું જમણું મગજ ડાબા મગજ કરતાં વધુ વિકસિત હોય છે.
- સામાન્ય રીતે સરળ સ્વભાવના હોય છે.
- રોજિંદા જીવનમાં ઘણા બધા તણાવ અને દબાણનો સામનો કરી શકે છે.
- તેઓ પોતાના કાર્ય પર ગર્વનો અનુભવ કરે છે.
- -પોતાના હિતના નિર્ણયો લેવામાં સક્ષમ હોય છે.
મુખ્ય વ્યક્તિત્વ લક્ષણો
– આશાવાદી
– પ્રભાવશાળી
– વફાદાર
– સમજણ શક્તિ ધરાવનાર
– સંભાળ રાખનાર
– દયાળુ
: પહોળા નખ ધરાવતી વ્યક્તિ:
- જવાબદારીની તીવ્ર ભાવના ધરાવતા હોય છે.
- લોકો તેમને ઘણીવાર પ્રત્યક્ષ અને ખુલ્લા મનના તરીકે જોશે કારણ કે તેઓનો આત્મવિશ્વાસ મજબૂત હોય છે.
- તેઓ પોતાના મનની વાત કરવામાં ડરતા નથી.
- તેઓ હંમેશા નવા વિચારો સાંભળવા તૈયાર હોય છે.
- તેઓ અન્ય લોકોની લાગણીને સમજવામાં સારા હોય છે.
- તેઓ સંબંધો બાંધવામાં અને બીજાઓને પ્રભાવિત કરવામાં મહાન હોય છે.
- તેઓ સંગઠિત અને કાર્યક્ષમ બનવાનું વલણ ધરાવતા હોય છે.
- તેઓના ભરોસાપાત્ર સ્વભાવને કારણે લોકો તેમને વિશ્વાસપાત્ર ગણી શકે છે.
મુખ્ય વ્યક્તિત્વ લક્ષણો
– સહાયક
– શાંત
– સ્થિતિસ્થાપક
– આશાવાદી
– સહાનુભૂતિશીલ
– ઉદાર
: ગોળાકાર નખ ધરાવતી વ્યક્તિ:
- તેઓ સહેલાઈથી અસ્વસ્થ કે તણાવગ્રસ્ત થઈ જતા નથી.
- તેઓ જીજ્ઞાસુ પણ હોઈ શકે છે.
- તેઓ સતત નવી નવી માહિતી શોધવાનો પ્રયત્ન કરતા રહે છે.
- તેઓ હંમેશા આગળ વધવાના રસ્તાઓ શોધવાના પ્રયત્નો કરે છે.
- તેઓ અન્યની જરૂરિયાતોને પોતાના કરતા પહેલા જુએ છે.
- તેઓ જીવનની યાદો ને વધારે વળગી રહેવાનું પસંદ કરે છે.
- તેઓનો સહાનુભૂતિ પૂર્ણ સ્વભાવ અન્ય લોકોની લાગણીને સમજવાનો પ્રયત્ન કરે છે.
- તેઓ નવી પરિસ્થિતિ સાથે સમાયોજિત કરવામાં સક્ષમ હોય છે.
મુખ્ય વ્યક્તિત્વ લક્ષણો
– મજબૂત
– સંગઠિત
– મહત્વકાંક્ષી
– પ્રામાણિક
– સાહસિક
– સ્થિતિસ્થાપક
: ચોરસ નખ ધરાવતી વ્યક્તિ :
- તેઓ જાતે જ પોતાની પસંદગી કરવાનું વલણ ધરાવતા હોય છે.
- મોટાભાગની સમસ્યાઓના ઉકેલો શોધવા માટે સક્ષમ હોય છે.
- તેઓ એકદમ હઠીલા સ્વભાવના હોય છે.
- તેઓ અન્યને કાર્યમાં ખામી જોવાનું વલણ ધરાવે છે, આને સકારાત્મક લક્ષણ તરીકે જોઈ શકાય.
- તેઓ પડકારોનો સામનો કરવા માટે સ્થિતિ સ્થાપક હોય છે.
- જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ હોય ત્યારે અન્યને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. – સાહસિક વર્તન ધરાવે છે.