નાની છોકરીઓ થી લઈ યુવતિઓમાં નેલ આર્ટ કરવા એ અનિવાર્ય ફેશન ટ્રેન્ડ બન્યો છે. ત્યારે અમુક પ્રકારના નેલ આર્ટ ખુબજ આકર્ષક હોવાની સાથે સાથે ખર્ચાળ પણ હોય છે. ત્યારે આકર્ષક લાગે તેવા અને ખર્ચો પણ ઓછો થાય છે. એવા નેલ આર્ટ એટ્લે સિમ્પલ અને તમારા ઔટફિટને મેચિંગ એવા નેલ આર્ટ છે બ્રેસલેટ નેલ આર્ટ. જેમાં નાખને જ્વેલરી, સ્ટોન, થ્રેડ, અને બ્રાઇટ કલરથી સજાવવામાં આવે છે.
બ્રેસલેટ નેલ આર્ટમાં બેસ કોટ લગાવ્યા બાદ નખ પર જ્વેલરીના નાના નાના ટુકળા લગાવવામાં આવે છે. તેમજ સ્ટોન, ગ્લિટર, ફોઇલ, સિલ્વર વાયર, જેવી ચીજ વસ્તુઓ ચોંટાળવામાં આવે છે. જેનાથી નખને એક નવો જ લૂક આપવામાં આવે છે. આ નેલ આર્ટની ખ વાત એ છે કે નાખને મોટા કઈ રીતે કરવા ? નાના નખ પર સોલ્યુશન લગાવી આર્ટિફિશિયલ નખ લગાવવામાં આવે છે અને તેના પર જેલ લગાવવામાં આવે છે. પછી તેમાં ફરી મશીન દ્વારા જેલ લગાવવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં દોઢ કલાકનો સમય લાગે છે. અને જ્યારે તે તમારા નખ પર ઊભરી આવે છે ત્યારે નખ ખુબજ સુંદર લાગે છે.
આ બાબતે ખાસ ધ્યાન એ રાખવું કે આ પ્રકારની કેમિકલ વાળી પ્રક્રિયા વારંવાર નખ પર કરવામાં આવે છે ત્યારે નખ તેમજ તેની આસપાસની સ્કિનને પણ નુકશાન થાય છે તો તેના ઉપચાર માટે નખ તેમજ સ્કિનને સમયાંતરે ડિટોક્સ કરાવવા જોઈએ.