રાષ્ટ્રીય શાળા સંચાલીત તેલધાણીનું તાજેતરમાં ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલના હસ્તે ઉદધાટન કરાયું હતું.
જેમાં આમંત્રિતો ટ્રસ્ટીઓ સહીતના ઉ૫સ્થિતિમાં ત્રણેય ધાણી ચાલુ કરીને તલ કાઢવાની રીતે તેમજ તેમની ક્ષમતા વિશે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઇ ભટ્ટે સમગ્ર માહીતી આપતા જણાવેલ કે આપણે જોઇએ છીએ કે આજે ભેળસેળ કર્યા વગરનું તેલ મળવું ખુબ જ મુશ્કેલ છે. તે સંજોગોમાં શહેરની જનતાને પૂર્ણ શુઘ્ધ મગફળી તેલ, તલનું તેલ તેમજ નાળીયેરનું તેલ મળી રહે તે ગણત્રીથી ઉત્૫ાદન પર સતત ઘ્યાન રાખવામાં આવશે.
ઉપરોકત ત્રણેય વસ્તુઓ અડધા લીટર, એક લીટર, તેમજ પાંચ લીટરના પેકીંગમાં પણ મળી શકશે. જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છેકે જરુરીયાત મુજબ ખરીદને લાભ લ્યે. આપ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી તેમજ દાતા નરેશભાઇ પટેલ, મનસુખભાઇ જોશી, જયંતિભાઇ કાલરીયા, ધીરુભાઇ ડોબરીયા, ધરમભાઇ કામલીયા, વગેરે હાજર રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નયનભાઇ પંચોલી તથા જયેશભાઇ લાખાણી સહીત કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ.