Abtak Media Google News
  • સંશોધકો અને વૈજ્ઞાનિકો માટે આશ્ર્ચર્યજનક છે આ લાલ પાણીનો ધોધ

એન્ટાર્કટિકામાં એક વિશેષ અને રહસ્યથી ભરપૂર લોહીની નદી અંગે અનેક ખુલાસા થઈ રહ્યા છે આ ગ્લેસીયરને ટેલર ગ્લેશિયર તે પૂર્વ  વિક્ટોરિયા લેન્ડ પર છે. આ નજારો અહીં જોનારા સંશોધકો અને વૈજ્ઞાનિકો માટે આશ્ચર્યજનક છે. લોહીનું આ ઝરણું દાયકાઓથી વહી રહ્યું છે. આ ઝરણાં અંગેની માહિતી વર્ષ 1911 માં મળી હતી.

Nah... River of 'blood' has been flowing in Antarctica for years
Nah… River of ‘blood’ has been flowing in Antarctica for years

હવે તેના બહાર નીકળવાનું કારણ જાણવા મળ્યું છે. ટેલર ગ્લેશિયરની નીચે એક ખૂબ જ પ્રાચીન સ્થળ છે. એવું માનવામાં આવે છે કે ત્યાં જીવન અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વી પર એલિયન્સની હાજરીની જેમ. એટલે કે ગ્લેશિયરની નીચે જીવન છે. જે વૈજ્ઞાનિકોએ આ લોહીના ઝરણાંને નજીકથી જોયું છે. નમૂના લીધા છે, તેઓ કહે છે કે તે સ્વાદમાં લોહી જેવું ખારું છે.

Nah... River of 'blood' has been flowing in Antarctica for years
Nah… River of ‘blood’ has been flowing in Antarctica for years

પરંતુ આ વિસ્તાર કોઈ નરકથી ઓછો નથી. અહીં જવું એટલે જીવ જોખમમાં મૂકવો.

વિશ્વમાં અનેક પ્રકારની અજીબો ગરીબ ઘટનાઓ જોવા મળતી હોય છે. અમુક ઘટના તો એવી હોય છે કે જેમા આપણે આશ્ચર્ચ પામી જઈએ છીએ. વિશ્વમાં અનેક વિશેષતા  રહેલી હોય છે

Nah... River of 'blood' has been flowing in Antarctica for years
Nah… River of ‘blood’ has been flowing in Antarctica for years

કોઈ જગ્યા પર સ્વર્ગનો દરવાજો, તો ક્યાક પાતાળમાં જવાનો રસ્તો જોવા મળે છે. આજે તમને એવી જ એવી એક ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે દુનિયાના સૌથી ઠંડી જગ્યા એટલે કે એન્ટાર્કટિકામાં આવેલી છે. અહી સફેદની જગ્યા પર લાલ પાણીનું ઝરણું જોવા મળે છે જેમા પાણીની જગ્યા પર લોહી નિકળે છે.

વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે  અભ્યાસ

સાલો યુનિવર્સિટી ઓફ અલાસ્કા ફેયરબેક્સ દ્વારા આ રહસ્યને બહાર લાવવામાં આવ્યુ છે. શોધ અનુસાર લાલ ગ્લેશિયર અથવા બરફ આજથી નહી, પરંતુ છેલ્લા 15 લાખ વર્ષોથી આ મૌજુદ છે અને આ સતત ભારે ઓક્સિજનના કારણે જોવા મળે છે. ખરેખર આ ઘાટીમાં નમકના કારણે પાણી ખારુ છે જેમા આયરનની માત્રા ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ એક બંધ તળાવ છે જેમા ગરમી અથવા ઓક્સીજન પુરતા પ્રમાણમાં પહોચી શકતુ નથી. તેના કારણે તેની માત્રા ઘણી ઓછી છે.

આ કારણથી પાણીનો રંગ લાલ થઈ જાય છે

જ્યારે પાણીનો ફ્લો હવાના ઓક્સીજનના સંપર્કમાં આવે છે ત્યારે તેમા રહેલા આયરનમાં કાટ લાગવાથી તેનો રંગ લાલ થઈ જાય છે. અને આ વિસ્તારમાં લોકો રહેતા નથી કારણ કે અહી વાતાવરણ ખૂબ ઠંઠુ છે. લોહીના ઝરણાં સુધી પહોચવા માટે માત્ર હેલિકોટર જ માત્ર એક રસ્તો છે. જે અમેરિકામાં મેકમડો સ્ટેશનથી મળી શકે અથવા ન્યુજીલેન્ડના સ્કોટ બેસથી મળી શકે છે. સંશોધનકર્તાએ જોયુ કે આ પાણીમાં કેટલાય જીવાણું જીવે છે. જે પેલા આયર્ન અને સલ્ફેટની મદદથી ખીલે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.