બીજા દિવસે પણ ભારતની શાનદાર શરૂઆત, રોહિત-પુજારા ક્રિઝ પર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાઈ રહી છે જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઈનિંગમાં 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે જેના જવાબમાં ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે રોહિત શર્મા અને કેએલ રાહુલ વચ્ચે 76 રનની ભાગીદારી કરી હતી.
આજે બીજા દિવસે પણ ભારતે ખુબ જ સારી શરૂઆત કરી હતી. જો કે પીછે જાણે રૂખ બદલી નાખ્યો હોય તેમ હવે પ્રથમ ઇનિંગમાં 200ની લીડ લઇ ઓસ્ટ્રેલિયા પર માનસિક દબાણ ઉભું કરશે ભારત? હાલ તો ભારતની બેટીંગ જોતા નિશ્ચિત લાગી રહ્યું છે કે ભારત 200 રનની લીડ મેળવશે. જો કે આ સશક્ય નહિ બને તો ભારત માટે ચોથી ઇનિંગમાં રમવું ખુબ જ કઠિન સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસની જેમ બીજા દિવસે પણ ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આક્રમક ફિફ્ટી ફટકારી છે તે સદી ફટકારે તો પણ નવાઈ નહિ. બીજી બાજુ નાઈટ વોચમેન તરીકે આવેલા અશ્વિન પણ સારી બેટીંગ કરી રહ્યો છે. અહીંથી મેચમાં ભારતે 200+ રનની લીડ મેળવવી ખુબ જ જરૂરી બની છે.
ભારત તરફથી સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લઈને કાંગારૂ ટીમની કમર તોડી નાખી હતી. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં 11મી વખત 5 વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજાએ 22 ઓવરમાં 47 રન આપીને પાંચ ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા.
ટેસ્ટ ક્રિકેટમાં ઘરઆંગણે રોહિતે 74.7ની અવરેજથી રન બનાવ્યા
ભારતીય સુકાની રોહિત શર્માએ ગુરુવારે નાગપુરમાં પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંતે 56 રન બનાવીને અણનમ રહેવા માટે અત્યંત સરળતા સાથે બેટિંગ કરી હતી. રોહિતની અણનમ ઈનિંગે તેને ટેસ્ટ ક્રિકેટમાં ઘરઆંગણે 74.7ની આશ્ચર્યજનક એવરેજ નોંધાવવામાં મદદ કરી જે માત્ર ઓસી લિજેન્ડ ડોન બ્રેડમેનથી જ પાછળ છે.