નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે અજેય રહેવાની પરપંરા જાળવી રાખતી ટીમ ઈન્ડિયા: રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ

રોહિત શર્માની બ્રિગેડે નાગપુર ટેસ્ટના ત્રીજા દિવસે જ ઓસ્ટ્રેલિયાને સમેટીને કાંગારું સામે એક ઇનિંગ અને 132 રનોએ જીત મેળવી છે. 202 રનોની વિશાળ લીડ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 91 રન પર ઓલઆઉટ થઇ ગઇ. ઇનિંગથી મેળવેલા વિજયને ધ્યાનમાં લઇએ તો ભારત ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં ક્યારેય હાર્યું નથી તે પરંપરા જાળવી રાખી છે. અબતક દ્વારા મેચના પ્રથમ દિવસે જ લખવામાં આવ્યું હતું કે, મેચ ત્રણ દિવસમાં જ સમેટાઈ જશે અને આજે જ ઓસીને 91 રનમાં સમેટીને ભારતે ભવ્ય જીત મેળવી લીધી છે. ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ભારત 1-0થી આગળ થઇ ગયું છે.

આજે મેચના ત્રીજા દિવસે ભારત 400 રન બનાવી ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ઓસ્ટ્રલિયા માત્ર 91 રન જ બનાવી શક્યું હતું અને ભારતે એક ઇનિંગ અને 132 રને ભવ્ય જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, બીજી ઇનિંગમાં ભારત તરફથી અશ્વિને પાંચ જાડેજાએ ત્રણ જયારે અક્ષર અને સામીએ એક-એક વિકેટ ઝડપી હતી.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પોતાની 9મી ટેસ્ટ સદી ફટકારી છે. તેઓ કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પહેલા ભારતીય બેટર બની ગયા છે. દુનિયાભરના બેટર્સની વાત કરીએ તો રોહિત પહેલા તિલકરત્ને દિલશાન, ફાફ ડુપ્લેસી અને બાબર આઝમ આ કરી ચુક્યા છે.

બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે એક ઈનીંગ અને 132 રનથી વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પરંતુ પ્રથમ દાવ 177 રનમાં અને બીજો દાવ માત્ર 91 રનમાં જ સમેટાઈ ગયો હતો. નાગપુર ટેસ્ટમાં ભારતે શાનદાર બેટિંગ કરતા પ્રથમ ઈનીંગમાં 400 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આમ ભારતે 223 રનની લીડ મેળવી હતી. પરંતુ ભારતીય દિગ્ગજ અશ્વિનની બોલિંગ સામે કાંગારુ ટીમે ઝડપથી સમેટાઈ જતા ત્રીજા દિવસે ટેસ્ટનુ પરીણામ સામે આવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.