નાગપુરમાંથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIને સુરક્ષાલક્ષી માહિતી પહોંચાડવાના આરોપસર એક શખ્સને પકડવામાં આવ્યો છે. નિશાંત અગ્રવાલ નામનો આ શખ્સ બ્રહ્મોસની નાગપુર યુનિટમાં કામ કરતો હતો. ત્યારે નિશાંતે બ્રહ્મોસ સંબંધી કેટલીક ટેકનિકલ અને અન્ય ગુપ્ત માહિતીઓ પાકિસ્તાન અને અમેરિકાને પહોંચાડી હશે તેવી શક્યતા સેવાઈ રહી છે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ ATSએ સંયુક્ત કાર્યવાહી કરી આ શખ્સની ધરપકડ કરી છે.
#Maharashtra: Uttar Pradesh Anti-Terror Squad has nabbed a person working at Brahmos Unit in Nagpur on the charges of spying. pic.twitter.com/D6kAWjtqwD
— ANI (@ANI) October 8, 2018
ધરપકડ બાદ હાલ આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ તેના અંગે વધુ જાણકારીઓ એકઠી કરવામાં આવી રહી છે. તેવી પણ જાણકારી મેળવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે કે તેને કઈ કઈ માહિતીઓ લીક કરી છે.
યુપી અને મહારાષ્ટ્ર એટીએસની સંયુક્ત કાર્યવાહીમાં નિશાંતને પકડવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે નિશાંતને યંગ સાયન્ટિસ્ટનો એવોર્ડ પણ મળ્યો છે.