નાગમદેનું અંતરમન બોલી ઊઠતું :  ‘નાગમ, આવી છોકરમત તને શોભે! નાગવાળો તો સવિયાણાનો રાજા છે, એના ઘરમાં રૂપરૂપના

અવતાર જેવી રાણી પણ છે, આવો રાજા શું તને ધણિયાણી બનાવશે? ગાંડી, મિથ્યા સપનાથી વેગળી રે’…’મનની મથામણ બીજે દિવસે જીવરામ વૈદે નાગવાળાનો પાટો કાઢી નાખ્યો અને રોપણલેપ પાણીમાં વાટીને લગાવી દીધો. આ લેપના સ્પર્શથી જ ભારે ટાઢક વળી હોય એમ નાગવાળાએ અનુભવ્યું …અને પૂછ્યું : ‘વૈદરાજ, આ લેપ કેટલા દી મારવો પડશે ?’‘આમાં કાંઈ દીની ગણતરી ના હોય..કાલ સવારે હાથ જેવો હાથ ! આજની રાત આ લેપ રાખવાનો. ‘કહી જીવરામ વૈદે વિદાય લીધી.સંધ્યાટાણે નાગવાળો ડાયરા વચ્ચે જ ડેલીએ બેઠો હતો અને ધણા સંબંધીઓ, મિત્રો અને ગામના આગેવાનો ખબરઅંતર પૂછવા આવતા હતા. કેટલાક ચારણો પણ આવી ચડ્યા હતા.

નાગવાળાના મનમાંથી નાગમદેનો ચહેરો ખસતો જ નહોતો. તેણે મન 52 ગણો જ કાબૂ મેળવીને આ પ્રસંગ ભૂલી જવાનું નક્કી કર્યું … પણ મનની વાત ન્યારી છે ! મન એવું વિચિત્ર અને અકોણું છે કે એના 52 જે વાતનું દબાણ કરો તે વાતમાં મનડું સામું જ પડે !પરાઈ દીકરી કે વહુને મનમાં સ્થાન ન આપવું જોઈએ એવા સંસ્કા2વાળો નવજવાન નાગ મનમાંથી નાગમદેની મધુર પ્રતિમાને દૂર કરવા જેમ જેમ પ્રયત્ન કરતો તેમ તેમ એ પ્રતિમા વધુ ને વધુ મનને જકડી લેતી. તેમાંય અવારનવાર ખબર અંતર કાઢનારાઓ આવતા ને વાઘની ઝપટની વાત પૂછતા ત્યારે નાગમદે જાણે આંખ સામે જ આવીને ઊભી રહેતી.એમાં ય આરતીટાણા પછી નાગવાળો ઊઠવાનો આદર કરતો હતો ત્યાં કાનમેરના પાંચ આયરો આવ્યા અને રાજલનો વર માણસુર, કે જે નાગમદેના કાકાનો દીકરો ભાઈ થતો હતો તે બોલી ઊઠ્યો :  ‘ઘણી ખમ્મા નાગબાપુને ! ઘણી ખમ્મા સવિયાણાના ધણીને બાપુ , જીવને જોખમમાં મૂકીને આપે અમારી બાઈયુંને બચાવી લીધી..અમે આપનો પાડ કઈ રીતે માનીએ ?’કપૂરચંદ કામદાર ત્યાં જ બેઠો હતો.

તે બોલ્યો : ‘આવો કાનસુર ભગત … આવો બધા ને નિરાંતે બેસો ! નાગબાપુએ તો પોતાની ફરજ બજાવી છે … ફરજ બજાવનારનો પાડ માનવાનો હોય નહીં.નાગમદેના પિતા કાનસુર ભગતે કહ્યું :  ‘દરબાર, આપે તો અમારા પર ભારે ઉપકાર કર્યો છે … એનો બદલો તો મારો વાલો આપશે. અમમાં તેવડ નથી … પણ આપે આપના મહાન પિતાનું નામ શોભાવી દીધું..અમ ગરીબને નેસડે આપ આવ્યા ને અમે કોઈ હતા નહીં ભૂત જેવી વહુદીકરીયું પણ આપનું કાંઈ માન રાખી શકી નહીં ફક્ત પાણી પાઈને આપને વદાય કર્યા … નાગબાપુ અમારો ધણી અમારા આંગણે આવે ને તાંસળી દૂધ પીધા વિના પાછો જાય એ અમારા માટે ભારે દુ:ખની વાત થઈ પડી છે !’‘એમાં દુ:ખ લગાડશો મા મારે તો બાયુંની બૂમ સાંભળીને આવવું પડ્યું હતું..વળી, કોઈ વાર એ કોર નીકળીશ તો તમારું મન રાખી જઈશ.’  નાગવાળાએ કહ્યું.કાનસુર ભગતે કહ્યું :  બાપુ, અમારા ઉપર એટલી કૃપા કરો … કાલ આરતીટાણે પધારો અને અમારા નેસનો રુખો સૂકો રોટલો આઈને પાછા વળી જજો.’કામદારે કહ્યું :  ‘ભગત , તમારી વાત બરાબર છે.

પણ બાપુના હાથે હજી લેપ માર્યો છે … બે – પાંચ દી પછી કાંક ઠીક થાશે એટલે જરૂર આવી જશે.’કાનસુર ભગતે કહ્યું :‘હાથે પાકબાક તો થયો નથી ને ?ના . ભગત … ઘણું સારું છે.’  નાગવાળાએ કહ્યું.‘તમે પધારવાનું વચન દીધું એટલે અમને બધું મળી ગયું.’  એક આપરે હર્ષભર્યા સ્વરે કહ્યું.ત્યાર પછી તો ડાયરામાં બેઠેલાઓએ બીજા કેટલાક પ્રશ્નો કર્યા..કાનસુર ભગતે સહુને જવાબ આપ્યા.પોઢણ આરતીનું ટાણું થઈ ગયું એટલે નાગવાળાએ નેસના આયરોને રસોડે જમવાનો આગ્રહ કર્યો.નછૂટકે સહુ દરબાર ભેગા વાળુ કરવા બેઠા.નાગવાળો જે વાત ભૂલવા માગતો હતો તે જ વાત વધારે વેગથી સામે આવીને ઉભી રહેતી હતી.વાળુ કરીને બધા આયરોનેસ તરફ જવા વિદાય થયા . નાગવાળા પણ ઘડીક્ ડેલીએ બેસીએ પોતાના ઓરડે આવ્યો .છ દિવસ વીતી ગયા. હાથ હતો એવો થઈ ગયો..બે ડાઘ સિવાય બીજી કોઈ નિશાની રહી નહોતી.આયરોનું નિમંતંત્ર સાચવવા માટે નાગવાળાનું એક મન તલસી રહ્યુ અ ને બીજું મન નાગમદેને ભૂલવાને ઉપદેશ આપી રહ્યું હતુ.

નાગવાળો મનને  વારવાનો ઘણો પ્રયત્ન કરતો હતો. . એ પ્રયત્નને થોડીક સફળતા  પણ મળી હતી.  દિવસના ભાગમાં મોટે ભાગે તે નાગમદેની મનમાં છપાયેલી છબીને જોઈ શકતો નહોતો … પણ રાતે ઢોલિયે બેસતા જે નાગમદેની છબી અંતરમાં ઊપસી આવતી . એ છબી નિહાળ્યા  પછી તેના હૈયામાં આલણદેનું જાણે કોઈ સ્થાન ટકી શકતું નહોતું. બંને પતિપત્ની હતાં. પરણીને જ મનનો મેળ રહી શક્યો ન હોવા છતાં આલણદેને જ પોતાનું અંગ માનતો અને મન પણ વાળતો કે ચાર મહિને જરૂર ઘીના ઠામમાં ઘી પડી જશે !પરંતુ નાગમદેને નીરખ્યા પછી તેની સ્થિતિ સાવ પલટો ખાઈ ગઈ હતી. આલણદે પડખે બેસતી, પોઢતી, પણ નાગવાળાના મનમાં કોઈ ઉલટ આવતી નહોતી.આમ કેમ થઈ ગીચું હશે ? એ પ્રશ્નનો જવાબ નાગવાળો પોતે પર શોધી શકતો નહોતો. તે સમજતો હતો કે, કચ્છ વાગડની નાગમદે ચોમાસું ઊતર્યે તો પોતાના દેશ તરફ ચાલી જશે. એની સાથે કોઈ પ્રકારનો સંબંધ બાધી શકાય તેમ છે જ નહિ. માત્ર એક જ વાર એકબીજાએ જોયેલ છે. એથી કોઈ વિશેષ પરિચય નથી. તો પછી હૈયાના ઊંડાણમાં ન સમજી શકાય એવું શું થઈ રહ્યું છે ? જે પોતાની નથી, પોતાની બની શકે એમ પણ નથી, તેની છબી શા માટે પાંસળાના પિંજરમાં પુરાઈ રહી હશે ? શા માટે ભૂલવા છતાં ભુલાતી નથી ? શા માટે વારે વારે શમણે ચડે છે ? શા માટે એના સિવાયનું સઘળું અધૂરું પરાયું ને અકારું લાગે છે ? આમ કેમ બની ગયું ?

નાગવાળાના મનને એમ  પણ થતું કે સાતસાત ભવની કોઈ અદીઠ પ્રીત જેવો આભાસ થઈ રહ્યો છે… શું સાતસાત ભવના વિયોગનીકોઈ કહાણી પડી હશે ? જો આમ ન હોય તો માત્ર એક જ વાર જોઈ ને આવું કેમ બને ? પ્રથમ યૌવનમાં ઘણી જુવાન સ્ત્રીઓને જોઇ છે..  પણ કોઈ દી મને આમ ચંચળ કે પરાધીન બન્યું નથી. પરણેતર સિવાયની સ્ત્રીઓને માબહેન માની હોવા છતાં એક પરદેશી પંખિણી પ્રત્યે આટલી મમતા કેમ જાગી પડે છે ?સરિધારના નેસડે નાગમદેની પણ આવી જ સ્થિતિ હતી. તે સ્ત્રી હોવાથી હૈયાના ભાવને હૈયામાં જ સમાવી રહી હતી … પરંતુ એના ચિત્ત વચ્ચે ન સહી શકાય એવી પીડા તો થયા જ કરતી.અને આભાર માનવા ગયેલા આયરોએ આવીને કહ્યું કે,  ‘નાગબાપુના હાથને કાંક ઠીક થાશે એટલે આપણે નેસડે જરૂર આવશે … અમે વચન લઈને આવ્યા છઈ.’આ સાંભળીને બધા આયરોને ખૂબ જ સંતોષ થયો હતો . રાજલે લાજનો ઘૂમટો કાઢીને પ્રશ્ન કર્યો હતો, ‘નાગબાપુના બાવડાને હવે કેમ છે ?’

‘વૈદનો પાટો હાલે છે … સારું થઈ જાશે .  એક આયરે કહ્યું.અને જ્યારે કાનસુર પોતાની ઝૂંપડીએ ખાટલીને આડે પડખે થયો ત્યારે નાગમદેએ કહ્યું : ‘બાપુ …’ કેમ, નાગમ …. ?’વચન તો પાકું લીધું છે ને ?’‘હા . નાગમ..ત્રણ ચાર દીમાં આવી પોં’ચશે.’નાગમદેના હૈયામાં હાથનો પાટો કેવો છે, વૈદે શું કહ્યું છે, નાગબાપુ ઢોલિયે પડ્યા છે કે હરેફરે છે. વગેરે ઘણા પ્રશ્ન ઊભા થયા હતા. .પણ લજ્જાના કોઈ બોજના કારણે તે પૂછી શકી નહિ.અને બીજા જ દિવસથી તે નાગવાળાના આગમનની પ્રતીક્ષા કરવા માંડી.બધા આયરો ઢોરઢાંખર લઈને સીમમાં જતા..હવે બે પુરુષો નેસડામાં રહેતા .. બધા પુરુષોના વારા કાઢવામાં આવ્યા હતા. ઘીનાં ઠામ લઈને એક પુરુષ જતો ને બે સ્ત્રીઓ જતી … દી આથમ્યે તેઓ નેસે આવી જતાં. નાગવાળો આવશે એવાં સ્વપ્ન નાગમદે સવારથી સાંજ સુધી કરતી … અને વારે વારે સવિયાણાના માર્ગ તરફ નજર માંડ્યા કરતી.

માણકી ઘોડી નોં દેખાય એટલે નાગમદેના હૈયામાંથી એક નિસાસો નીકળી જતો.નાગમદે સમજતી હતી કે પોતે કચ્છ વાગડની છે.. અહીં રહેવાની નથી. ચોમાસું ઊતર્યે કે કદાચ સારા સમાચાર મળે તો સરાદ ઊતર્યે પાછા વળવાનું છે … પછી જિંદગીમાં ફરી વાર આ ભોમકાનાં દર્શન થાશે કે કેમ એ એક સવાલ છે. કારણ કે આવતા મહા માસમાં જ તેનાં લગ્ન થઈ જશે. પણ જેસળ હાર્યે જન્મારો બાંધવો નથી .. જો બાપુ સગપણ તોડીને બીજે ક્યાંય નહિ ગોઠવે તો જેસળની જાનને પાછી વળવું પડશે ને પોતે કાં તો બળી મરી હશે … કાં કટકો અફીણ લઈને સદા માટે પોઢી ગઈ હશે !ના … ના … ના … હવે લગ્નની વાત જ શા માટે ? ક્ધયાને એક જ વાર પીઠી ચડે … મારા હૈયામાં પહેલી વાર પીઠી ચડી ચૂકી છે. નાગવાળાના નામની … અસ્ત્રીની જાત્યને એક ભવમાં બે ભવ હોય નહીં.

આવો વિચાર મનમાં આવતાં જ નાગમદેનું અંતરમન બોલી ઊઠતું :  ‘નાગમ, આવી છોકરમત તને શોભે ! નાગવાળો તો સવિયાણાનો રાજા છે . એના ઘરમાં રૂપરૂપના અવતાર જેવી રાણી પણ છે . આવો રાજા શું તને ધણિયાણી બનાવશે ? ગાંડી, મિથ્યા સપનાથી વેગળી રે’….’નાગમદેનું બીજું મન તરત ઉત્તર વાળતું :  ‘નાગવાળો જ મારો ધણી છે … આ દુનિયામાં એના સિવાયના બીજા બધા મારે મન ભાઈબાપ છે … એ મને પરણે કે ન પરણે … એ મને લઈ જાય કે ના લઈ જાય … પણ મેં તો મનથી એને મારો ધણી માની લીધો છે. મારે એના મો’લ જો’તા … નથી, એની રાજગાદી નથી જો’તી કે નથી એની કાયા પર અધિકાર કરવો … મેં તો એક વાર નેણેથી વધાવી લીધો … મનથી મારો કરી લીધો … હવે આકાશ ફાટી પડે કે પૃથ્વી પાતાળમાં જાય..પણ મારા મનના દેવને કોઈ મારા મનમાંથી કાઢી નઈં શકે …’‘અંતરમન તરત હસી પડતું અને બોલી ઊઠતું :  તારે ને અક્કલનેબાર ગાઉનાં છેટાં લાગે છે ! નાગમ, સપનાનાં ભોજનથી કાંઈ પેટ ભરાતું નથી ! ’

‘ભલે પેટ નાં ભરાય..મનને તો સંતોષ થાય છે ને ? મારે પેટ નથી ભરવું … મારે બુદ્ધિ કે અક્કલના આશરે ટીંગાવું નથી..મેં તો મનમાં ગાંઠ વાળી દીધી છે..નારી ગાંઠ વાળે એ નારાયણથી પણ છૂટી શકતી નથી.નાગમદેનું અંતરમન લાચાર બની જતું …આમ ને આમ વાટ જોતાં જોતાં છ દિવસ ને છ રાત વહી ગઈ.સાતમે દિવસે તેનાથી રહેવાયું નહિ . મનમાં વસેલા પ્રીતમને એક વાર નજરે ઝીલવા માટે હૈયું ભારે વ્યાકુળ બની ગયું. તેણે પોતાની ગોઠણ લાખુને બોલાવીને કહ્યું  :  ‘છો દી થઈ ગયા તોયે વચન આપીને દરબાર આવ્યા નઈં !’‘હાં … હવે મને સમજાણું … તું દીમાં દસ વાર સવિયાણાના મારગ તરફ જોયા કરતી’તી … પણ નાગમ, આ તો રાજા, વાજાં ને વાંદરાં ! એના વચનનો કાંઈ ભરોસો નઈં.’ ‘વચન આપ્યા પછી ફરે એવો ઈ માનવી મને નથી લાગ્યો !’‘તને બીજો અનુભવ પણ શું છે ? એક વાર પાટો બાંધ્યો મનમાં આટલી પીડા જાગી પડી ? નાગમ, આપણે માટે તો આ પરદેશ કે’વાય … કાલ સવારે આપણે હાલતાં થાશું … આવી પરદેશીની પ્રીત મનમાં પૂરી રાખવી એ બરાબર નથી.’‘લાખુ, આ પરદેશીની પ્રીત નથી.’‘તઈં ?’

‘ઈ તને નઈં સમજાય ! આ તો સાત સાત ભવનો ખોવાઈ ગયેલો સથવારો આ ભવમાં જડી ગીયો છે. પણ અંતરની ઊંડી વાત તને નઈં સમજાય ! આજ શે’2માં કોણ જાવાનું છે ?’‘રાજલ ને પુરબાઈ જવાનાં છે … માણસુર પણ રોકાણો છે. એટલે એય જાશે.’  લાખુએ કહ્યું.‘તો માણસુરને કે’ને કે દરબારને મળતો આવે ને આપેલા વચનની યાદ આપતો આવે.’‘તઈં એમ કર્યને … રાજલ હાર્યે તું જા..ભાઈ ભાભલડી ને નણંદ … આવશે મજો . તું જ વચનની યાદી આપતી આવજે.’‘નાગમદેએ લાખુના સાથળમાં એક ચૂંટલી ખણતાં કહ્યું,  ‘શું મેથી દરબારની ડેલીએ જવાય ?’‘હા … હા … હમણાં લોઈ નીકળશે ! હું માણસુરને સમજાવી દઈશ … !  કહી લાખુ માણસુર પાસે ગઈ.રોંઢાટાણે જ માણસુર ગાડું લઈને પાછો આવ્યો. ઘીનાં ઠામ પણ પાછાં આવ્યાં હતાં … નાગમદે અને લાખુએ ગાડા પાસે પહોંચીને જોયું તો ગાડું એમ ને એમ પાછું આવ્યું હતું. નાગમદેએ ભાભી સામે જોઈને કહ્યું : ‘કેમ ભાભી, ઘીનાં ઠામ કેમ પાછાં આવ્યાં ?’‘ આજ આખા ગામમાં અકતો પડ્યો છે !’

‘અકતો ?’  લાખુએ પ્રશ્નભરી નજરે રાજલ સામે જોયુ.માણસુરે નાગમદે સામું જોઈને કહ્યું : ‘બોન, આજ ભળકડે’ દરબારનાં ફઈબા કાંઈ રોગચાળા વગર એકાએક રામશરણ થઈ ગયાં… અમે પોં’ચ્યાં તઈં ગામ આખું આભરણે ગીયું’તું ને બધાં ઘર બંધ હતાં..ઘડીક વિસામો લઈને અમે પાછાં આવતાં રીયાં.’હવે તો દરબાર પંદર દી સુધી નઈં આવી શકે…નાગમદે વિચારમાં પડી ગઈ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.