રૂ.૧૦.૪૫ લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીઓને જેલ હવાલે કરતી નાગેશ્રી પોલીસ
ગઇ તા.૦૨/૧૧ ના રોજ ઉના ની પી.શૈલેષ આંગડીયા પેઢીના કર્મચારી વિશ્ર્ણુભાઇ બબાભાઇ પટેલ રહે. ઉના* વાળાઓ પોતાની પીઢેથીમાંથી રોકડા રૂા.૧૦,૪૭,૯૨૦/- તથા હીરાના પાર્સલ ૧૦ લઇને નીકળતાં નાગેશ્રી પોલીસ સ્ટેશનની હદની તદન નજીકમાં નેશનલ હાઇવે ઉપર ગાંગડા તથા ટીબી વચ્ચે આંગઢીયા પેઢીના કર્મચારીને માર મારી આંગડીયા લુંટ થયેલ અને તે અંગે ઉના પોલીસ સ્ટેશન ખાતે લુંટનો ગુન્હો રજી.થયેલ હતો.
પકડાયેલ આરોપીઓમાં રામજીભાઇ ભુપતભાઇ સાંખટ ઉ.વ.૨૩ રહે.વડલી તા.જાફરાબાદ, પ્રતાપભાઇ ભુપતભાઇ સાંખટા ઉ.વ.૨૪ રહે.વડલી તા.જાફરાબાદ, સંજયગીરી ભુપતગીરી ગૌસ્વામી ઉ.વ.૨૭ રહે.ભાવનગર પટેલ નગર મિલ્ટ્રી સલસાયટી પાછળ પ્લોટ નં. ૧૬, ગોપાલ ઉર્ફે ગોપી છગનભાઇ ભાલીયા ઉ.વ.૨૩ રહે.ચિત્રાસર તા.જાફરાબાદ જી.અમરેલી મળી આવેલ મુદામાલ:-* રોકડા રૂપીયા ૧,૮૦,૦૬૬/- રફ હીરાના પકેટ નંગ-૧૨૩ કિરૂા.૮,૦૦,૦૦૦/-( આઠ લાખ પુરા) સોનાની સર નંગ-૦૩ કિ રૂા.૬૫૦૦૦/- તથા આંગડીયા પેઢીનું સાહિત્ય મળી *કુલ મુદામાલ રૂા.૧૦,૪૫,૦૬૬/- નો મળી આવેલ છે.
આ કામનો માસ્ટર માઇન્ડ રામજી સાંખટએ સુરતમાં ઉનાની આંગડીયા લુંટનો પ્લાન બનાવેલ તે અન્વયે બનાવના દિવસે આરોપી ગોપાલ તથા સંજય તથા હર્ષદ સુરતથી આવેલ હતા.રાજ રાજેશ્રવરી હોટેલ પાસે મોઢે રૂમાલ બાંધી આંગઢીયા પેઢીના કર્મચારીના મોટર સાયકલ ઉપરથી પછાડી દઇ ધોકા તથા પાવડાના હાથાથી માર મારેલ અને આ અત્રેય આરોપીઓએ લુંટ કર્યા બાદ થેલો પ્રતાપને આપી દિધેલ અને પ્રતાપએ થેલો માસ્ટર માઇન્ડ રામજીને આપી દિધેલ હતો.ઉપરોકત ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અર્થે ઉના પોલીસને સોપી આપવામાં આવેલ છે.ઉના પોલીસ ધ્વારા પકડવાનો બાકી આરોપી હર્ષદ તથા અન્ય તપાસમાં મળી આવેલ તે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતીમાન કર્યા છે.