રોડ-રસ્તા અંગે ફરિયાદ કર્યાનો ખાર રાખી વોર્ડ કારોબારીની બેઠક પૂરી કરી ઘરે જતી વેળાએ માર માર્યો
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દિવસે ને દિવસે કફોડી હાલત થતી જોવા મળી રહી છે. ત્યારે આજે વધુ એક એવી ઘટના સામે આવી છે. જેમાં કોઠારીયા રોડ પર આવેલી તિરુપતિ સોસાયટીમાં રહેતા ભાજપ મહિલા અગ્રણી પર નગરદેસેવકે હિચકારો હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં ઘવાયેલા મહિલા અગ્રણીના સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના કોઠારીયા રોડ પર તીરૂપતી સોસાયટીમાં રહેતા શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખને કોઠારીયા ગામના પૂર્વ સરપંચને રસ્તામાં આંતરી વોર્ડ નં. 18ના કોર્પોરેટરે ટીકા પાટુનો બેફામ માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા ધારાસભ્ય સહિતના અગ્રણીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. બનાવની જાણ થતા જ આજીડેમ પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.આ અંગે મળતી વધુ વિગત મુજબ તીરૂપતી સોસાયટીમાં રહેના પ્રકાશબા લખધીરસિંહ ગોહીલ (ઉ.વ. 59) રાત્રીના રણુજાનગરના પૂલ પાસે હતા ત્યારે વોર્ડ નં. 18ના કોર્પોરેટર સંજયસિંહ રાણાએ રસ્તા પર આંતરી ઢીકા-પાટુનો માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અંગે ભાજપ અગ્રણીએ જણાવ્યું હતું કે, પોતે રણુજા મંદિર પાસે આવેલા હોલમાં વોર્ડની કારોબારી મિટિંગ પૂરી કરીને કાંતાબેન અને ઉર્મિલાબેન સાથે ઘરે આવતા હતા.તે દરમિયાન એકટીવા પર ધસી આવેલા નગરસેવક સંજયસિંહે ઝઘડો કરી ઢીકા પાટુનો બેફામ માર માર્યો હતો અને કારોબારીની મિટીંગમાં કોઈ ચર્ચા કરવી નહી અને કઈ પણ બોલવાનું નહી નહીતર સારાવાટ નહી રહે તેમ કહી ધમકાવી નાસી ગયો હોવાનું જણાવતા પોલીસે કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની બનાવની જાણ થતા જ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા વોર્ડ નં. 18ના મહિલા કોર્પોરેટર ભારતીબેન સહિતના ભાજપ અગ્રણીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. તેમજ ભાજપના જ કેટલાક આગેવાનોએ ડખ્ખાની સમજાવટ કરી સમાધાનના પ્રયાસો કર્યા હતા.