ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરનાર ટુ વ્હીલર ચાલકને મોત અને ફોર વ્હીલ ચાલકને ઇજાની ગેરંટી
એ ગ્રેડની મોરબી નગર પાલિકા લોકોને સુવિધા આપવાને બદલે દિવસે દિવસે લોકો માટે મુસીબત ઉભી કરી રહી છે સાફ સફાઈ હોય કે પાણીની બાબત હોય કે પછી ગટર ઉભરાવાની સમસ્યા હર હમેશ મોરબી પાલિકાના સતાધીશો પાયાની સુવિધા આપવામાં ઉણા ઉતરી રહ્યા છે ત્યારે મણીમંદિરથી પાડાપુલ જતા માર્ગ પર જોખમી ખાડો યથાવત સ્થિતિમાં રાખી પાલિકાએ મોતની સ્કીમ રજૂ કર્યા જેવો ઘાટ સર્જાયો છે.
મોરબી શહેરમાંથી સામાકાંઠા વિસ્તારમાં જવા માટે જ્યાંથી લાખો લોકો દરરોજ પસાર થાય છે એવા ધમધમતા માર્ગ પર મણિમંદિર નજીક પાલિકાની ઘોર બેદરકારીના પાપે રોડ પર એવો ખાડો સર્જાયો છે કે જો ટુ વ્હીલર ચાલક જરા પણ બેદરકારી દાખવે તો સીધો જ પરલોક સિધાવી જાય અને જો ફોર વ્હીલ ચાલક જરા ગફલતમાં રહેતો ગાડીને મોટી નુકશાની થવાની સાથે ચાલકને ગંભીર ઇજાઓ પહોંચે !!
જો કે મોરબીમાં આવા ઘોર બેદરકારીના ઉત્તમ નમૂનાઓ ઠેક ઠેકાણે જોવા મળે છે છતાં પણ જ્યાંથી લાખો લોકો દરરોજ પસાર થતા હોય અને મોરબીના કલેકટર, ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓ પણ જ્યાંથી દિવસમાં અનેક વખત પસાર થતા હોય તેવા પાડાપુલ નજીકના માર્ગ પર આ જીવલેણ ખાડો કોઈ નો જીવ લે તે પહેલાં પુરવો જરૂરી બન્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com