ધ્રાંગધ્રા નગરપાલિકામાં થતા ભ્રષ્ટાચાર અને પ્રાથમિક પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં કરાતા અગાઉ ધ્રાંગધ્રાના સુધરાઈ સભ્ય દ્વારા તાળાબંધીની ચીમકી ઉચ્ચારતા લેખિત રજુઆત કરી હતી.
ત્યારે ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રામાં ઘેર-ઘેર શૌચાલયના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાની રાવ ઉઠાવી ધ્રાંગધ્રાના સુધરાઈ સભ્ય કૌશિક પટેલ દ્વારા આ બાબતે કાર્યવાહી કરી ભ્રષ્ટાચાર સામે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
જયારે ચીફ ઓફીસર સહિતના ઉચ્ચ અધિકારીઓને રજુઆત છતાં કોઈ કાર્યવાહી કરી સચોટ તપાસ નહી કરતા બાદમાં સુધરાઈ સભ્ય દ્વારા નગરપાલિકા તંત્ર લોકોના પ્રાથમિક પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં લાવતા હોવાનું પણ જણાવ્યું હતું.
આ બાબતે ધ્રાંગધ્રાના સુધરાઈ સભ્ય કૌશિક પટેલે અગાઉ નગરપાલિકાના ટાઉન પ્લાનીંગ શાખાને તાળાબંધી કરવા માટે ચીમકી ઉચ્ચારી હતી. જયારે તાળાબંધીની લેખીત રજુઆત પણ કલેકટર સહિતનાઓને કરી હોવા છતાં પણ કોઈ જાતની કાર્યવાહી નહીં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,