- પાંચ દિકરીઓના ઉઘોગપતિઓ ક્ધયા દાન આપી હરખના હિંડોળે ઝુલાવી સમૃઘ્ધ કરીયાવર સાથે વિદાય આપી
ગોંડલ નાં ભગવતસિહ બાલાશ્રમ ખાતે આશ્રમમાં પનાહ લઇ ઉછરેલી પાંચ દિકરીઓ નાં યોજાયેલા લગ્ન શાહી ઠાઠમાઠ સાથે થયા હતા.સવારે જાનનાં રુડા સ્વાગત કરાયા હતા.લગ્નવિધિ અને ભોજન બાદ દિકરીઓ ને માવતર બનેલા ગોંડલે ભીની આંખે વિદાય અપાઇ હતી.
નગરપાલિકા દ્વારા સંચાલીત બાલાશ્રમ ખાતે પાંચ દિકરીઓ નાં લગ્ન પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા ની દેખરેખ હેઠળ યોજાયા હતા.સવારે ટાઉનહોલ પાસે મુખ્ય બજાર થી જાનનાં સામૈયા સાથે દબદબાભેર વરઘોડો નિકળ્યો હતો.અને બાલાશ્રમ પંહોચ્યો હતો.લગ્નોત્સવ ને લઈ ને સુશોભિત કરાયેલા બાલાશ્રમ માં રંગેચંગે લગ્નવિધિ સંપન્ન થઇ હતી.લગ્નોત્સવ માં જયરાજસિહ જાડેજા,પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક,યાર્ડ નાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા,નાગરીક બેંક નાં મેનેજીંગ ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા, નગરશ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, પુ.જેરામદાસબાપુ,પુ.ચંદુબાપુ પુ.રવિદર્શનજી,પુ.સીતારામ બાપુ સહિત સંતો મહંતો,ગોંડલ રાજવી હિમાંશુસિહજી,રાજમાતા કુમુદકુમારીજી,કુમાર જ્યોતિર્મયસિહજી હ વામહેલ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.દિકરીઓ ને ક્ધયાદાન અનુક્રમે ધારાસભ્ય નાં પુત્ર ગણેશભાઈ, ઉદ્યોગપતિ ધનસુખભાઇ નંદાણીયા, નીતિનભાઈ ગાજીપરા, વિજયભાઈ વાડોદરીયા તથા સાગરભાઇ દેસાઇ એ ક્ધયાદાન આપ્યા હતા.
શરણાઈ ના સુર, માંગલીક ગીતો અને વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે લગ્નવિધિ સંપન્ન થયા બાદ દિકરીઓ ને વિદાય અપાઇ હતી.લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારોહ માં જાનૈયા, માંડવીયા સહિત અંદાજે દશ હજાર લોકોએ ભોજન ગ્રહણ કર્યુ હતુ. બાલાશ્રમ ખાતે છેલ્લા ત્રણ દિવસ થી ચાલી રહેલા લગ્નોત્સવ નુ માઇક્રો પ્લાનિંગ અશોકભાઈ પીપળીયાએ કર્યુ હતુ.જેને કારણે બાલાશ્રમ નાં આંગણે પાંચ – પાંચ જાન આવી હોવા છતા અદભુત વ્યવસ્થા જળવાઇ હતી.અશોકભાઈ પીપળીયાની સાથે ગણેશભાઈ જાડેજા,ડો.નૈમિશભાઈ ધડુક, મનસુખભાઈ સખીયા,પાલીકા પ્રમુખ અશ્ર્વીનભાઇ રૈયાણી,ક્રીપાલસિંહ જાડેજા,ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા,બાલાશ્રમ ચેરમેન અનિતાબેન રાજ્યગુરુ સહિત ની વ્યવસ્થા કમીટી અને નગરપાલિકાનાં સદસ્યો,કાર્યકરો એ ટીમવર્ક દાખવી લગ્નોત્સવ ને સફળ બનાવ્યો હતો.
ગોંડલની અમીરાત – ખમીરાત અને દિલેરી નજરે પડી
ગોંડલ બાલાશ્રમ ની પાંચ દિકરીઓ નાં યોજાયેલા લગ્ન પ્રસંગે ગોંડલે તેની અમીરાત અને ખમીરાત બતાવી દિકરીઓ ને ઢગલાબંધ કરીયાવર આપી ઉપરાંત રોકડ રકમની જાણે વર્ષા થઈ રહી હતી.કુમાર જ્યોતિર્મયસિહજી સહિત અનેક નામી અનામી દાતાઓ એ દિકરીઓ નાં નામે ફિક્સ ડિપોઝિટ મુકી હતી.ભગવતપરા બહુચરાજી મઠ નાં ભગત દ્વારા દિકરીઓ ને સાડીઓ અર્પણ કરાઇ હતી.લગ્ન માં આવેલા નગરજનો દ્વારા રોકડ તથા અનેક ગિફ્ટ દિકરીઓ ને અપાઇ હતી.ફ્રીજ,ટીવી,એસી સહીત કરીયાવર ની 251 થી વધુ ઘરવપરાશ ની ચીજવસ્તુઓ નો કરીયાવર તો અગાઉ મળી ચુક્યો હતો.તેમ છતા લગ્નવિધિ સમયે દાતાઓ વરસી પડી ગોડલની દિલેરી નાં દર્શન કરાવ્યા હતા.આ સાથે બાલાશ્રમ ની દિકરીઓ કે પનાહ લઇ રહેલ નિરાશ્રિત અનાથ નથી ગોંડલ તેનું માવતર બનીને બેઠુછે તે વાત ની પ્રતીતિ પણ કરાવી હતી.રાજાશાહી સમયથી એટલે કે 122 વર્ષ થી બાલાશ્રમ માં લગ્નોત્સવ ની ચાલી આવતી પરંપરાને આયોજક આગેવાનો એ બખુબી નિભાવી હતી.
અશોકભાઈ પીપળીયા ફરી ‘સવાયા’ આયોજક સાબીત થયા
ગોંડલ નાં બાલાશ્રમ માં યોજાયેલા પાંચ દિકરીઓ નાં લગ્નોત્સવ નાં આયોજન માં મુખ્ય આયોજક અને જયરાજસિહ જાડેજા નાં અતિ વિશ્ર્વાસુ ગણાતા અશોકભાઈ પીપળીયા ફરી એકવાર સવાયા આયોજક સાબીત થયાછે. લગ્ન માં મંડપરોપણ, હલ્દી સહિત ની રસમો,દાંડીયારાસ, શણગાર, પાંચ પાંચ જાનનાં સામૈયા,જમણવાર સહિત ખુબ મહેનત માંગી લેતા આયોજન ને અશોકભાઈ પીપળીયાએ ટીમવર્ક દ્વારા બખુબી પાર પાડ્યુ હતુ. .આ પહેલા ગોંડલ માં મોરારીબાપુની કથા, ઐતિહાસિક ભુરાબાવાનાં ચોરાની કાયાપલટ તથા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા યોજાયેલા તુલશીવિવાહ સહિત નાં આયોજનો પોતાનાં ખભ્ભે ઉપાડી અદભુત રીતે સફળ બનાવ્યા હતા.હાલ માં 350 વર્ષ જુના મહાલક્ષ્મી મંદિર નાં જીર્ણોધ્ધાર નું કાર્ય પણ આયોજન નાં માસ્ટર ગણાતા અશોકભાઈ પીપળીયા ની નિગરાની માં થઈ રહ્યુછે.આથી આગળ જોઈએ તો નગરપાલિકાનાં પ્રમુખ તરીકે ભગવત ગાર્ડન, શિતળામાતાનુ મંદીર, અધ્યતન ટાઉનહોલ, અને આધુનિક ફુટપાથો નાં નિર્માણ સાથે અશોકભાઈ પીપળીયાનું દુરંદેશી આયોજન આજે ગોંડલ નુ શિરમોર બન્યુછે.