પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગ‚પે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે કનકનગર બગીચા પાસે, સંતકબીર રોડ ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકાર સુખદેવભાઈ ધામેલીયા તેમજ અલ્પાબેન પટેલ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાશે. જેનું દિપ પ્રાગટય રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, વોર્ડ નં.૬ના કોર્પોરેટર મુકેશભાઈ રાદડીયા, દલસુખભાઈ જાગાણી, દેવુબેન જાદવ, અશ્ર્વિનભાઈ મોલીયા, અનિલભાઈ રાઠોડ, વોર્ડ નં.૬ના પ્રભારી પરેશભાઈ પીપળીયા, પ્રમુખ ઘનશ્યામભાઈ કુગશીયા, જગાભાઈ રબારી, મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, લઘુમતી મોરચાના મહામંત્રી યાકુબભાઈ પઠાણ, ભોજલરામ સોસાયટીના ઉપપ્રમુખ કરશનભાઈ ગઢીયા, અગ્રણી ઉધોગપતિ વી.એમ.પટેલ, દિનેશભાઈ ગધાતારા, પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ હરગોવિંદભાઈ જાગાણી, કોળી સમાજ અગ્રણી બી.ડી.તલસાણીયા, પૂવૃ ડે.મેયર પોપટભાઈ ટોળીયા, વિસ્તારના આગેવાન વનરાજભાઈ ગૈરેયા, ભરતભાઈ મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાયે જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વોર્ડમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે. તેના અનુસંધાને આગામી ૨૭મી જાન્યુઆરી, ૨૦૧૮ની ઉજવણી વોર્ડ નં.૬માં યોજવાનું આયોજન કરાયું છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી જુદા જુદા વોર્ડમાં કરવાથી જે તે વોર્ડના વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તેમજ જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે.