મહાદેવની પાલખીનું પુજન કરી ડો.નિમાબેન આચાર્ય, મંત્રી જીતુભાઇ વાઘાણી અને મંત્રી કુબેરભાઇ ડીડોરએ ધન્યતા અનુભવી
ખાસ શ્રાવણ માસના સોમવાર તથા મહાશિવરાત્રી પર્વે ભગવાન સોમનાથ જી પાલખીમાં બિરાજમાન થઇ બહાર નીકળતા હોય છે, જ્યારે દેવોના દેવ મહાદેવ પાલખી સ્વરૂપે બહાર નીકળે ત્યારે પ્રભુ પધાર્યા મારે આંગણે તેવો અનેરો ભાવ ભક્તોમાં જોવા મળતો હોય છે,તીર્થ પુરોહિતો ના મંત્રોચ્ચાર, ડમરૂ- શંખ-ઢોલ-શરણાઇ અને ઓમ નમ: શિવાય અને બમ બમ ભોલે ના નાદ સાથે નીકળતી પાલખીયાત્રા વાતાવરણને સાક્ષાત કૈલાશ ધામ જેવી દિવ્યતાની અનુભૂતિ કરાવે છે.
પાલખી પૂજન ગુજરાત રાજ્યના મંત્રી જીતુભાઇ વાઘાણી, મંત્રી કુબેરભાઇ ડીંડોર, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય દ્વારા કરવામાં આવેલ હતું. ઉપસ્થિત મહાનુભાવો એ શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપુજા, ધ્વજાપુજા કરેલ હતી, આ પ્રસંગે મંત્રીઓ તથા વિધાનસભા અધ્યક્ષ , ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ કુલપતિનુ સ્વાગત સન્માન ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરી એ કરેલ હતું.
આ પ્રસંગે માનસિંહભાઈ પરમાર, પિયુષભાઇ ફોફંડી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથમાં શ્રાવણ માસમાં નવિ શરૂ કરવામાં આવેલ ધ્વજા મીકેનીઝમ સીસ્ટમ જેથી ધ્વજા યાત્રી ઓ ના હસ્તે મંદિરના શિખર સુધી પહોચાડવામાં આવે, આ વ્યવસ્થાનો લાભ ઉપસ્થિત મહાનુભાવો એ લીધેલ હતો.