શક્તિપીઠ અંબાજીથી લાવવામાં આવેલી દિવ્ય જયોતનું વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાયું સામૈયુ
નગરયાત્રામાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવાર જોડાયો
પ્રાણ પતિષ્ઠા મહોત્સવ અને નગરયાત્રામાં ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, સ્ટેડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી જોડાયા
પોલીસ હેડ કવાર્ટર ખાતે અંબાજી મંદિરના રૂા.૩ કરોડના ખર્ચે થેયલા ર્જીણોધાર અને મૂર્તિ પ્રાણપતિષ્ઠા મહોત્સવના ત્રણ દિવસના વિવિધ ધાર્મિક કાર્યક્રમથી પોલીસ પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે દસ વાગે શરૂ થયેલા વૈદિક મંત્રોચાર સાથે હવન શરૂ કરાયો હતો અને રેસકોર્ષ રીંગ રોડ પર ૩૧ દેવી દેવતાઓ મૂર્તિ સાથે નગરયાત્રા નીકળી ત્યારે શહેર ભાજપના પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ પરિવાર મોટી સંખ્યામાં જોડાયો હતો. શક્તિપીઠ અંબાજી મંદિર ખાતેથી દિવ્ય જયોત રાજકોટ અંબાજી મંદિર માટે લાવવામાં આવી ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સ્વાગત કરવામાં આવ્યું હતું. દિવ્ય જ્યોતનું પોલીસ બેન્ડ સાથે સામૈયુ કરવામાં આવ્યું હતુ ત્યારે પોરબંદર સાંદિપ્ની આશ્રમના રૂષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધી કરવામાં આવી હતી.
અંબાજી માતાજી તેમજ અન્ય ૩૧ દેવી દેવતાની મૂર્તિની પ્રાણ પતિષ્ઠા માટે સવારે મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ મૂતિ સાથે રેસકોર્ષ રીંગ રોડ પર નગર યાત્રા નીકળી ત્યારે નગરયાત્રામાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલસ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચ એસીપી જયદીપસિંહ સરવૈયા સહિત તમામ પોલીસ મથકના અધિકારી સહિત પોલીસ પરિવાર જોડાયા હતા. નગરયાત્રામાં રાજયના ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, સ્ટેડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી સહિતના ભાજપના પદાધિકારીઓ જોડાયા હતા. અંબાજી માતાજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સવારે ગણેશ પૂજન, કુટિર હોમ, કૌતુક વસ્ત્ર બંધન, મંડપ પ્રવેશ, ગ્રહ શાંતિ, અરણી મંથન, અગ્નિ સ્થાપન, મૂર્તિધાન્યાધિવાય અને દેવ સ્થાપન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન ધાર્મિક વાતાવરણ બાદ સાંજે એક શામ રક્ષકો કે નામ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવશે તેમાં રાજુ ત્રિવેદી, આશિફ ઝરીયા, જયેશ દવે, નિલેશ વસાવડાસ, પ્રિતિબેન ભટ્ટ, રૂપાલીબેન જાંબુચા અને કાજલબેન કથરેચા ઉપસ્થિત રહેવાના છે.
પોલીસ હેડ કવાર્ટર ખાતે આવતીકાલે સવારે સુર્ય વંદના, સ્થાપિત દેવપૂજા, પ્રધાન હોમ, સ્થાપનારાધન, ઔષધ સ્નાન અને સાંજે મહાઆરતી તેમજ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી, સાઇરામ દવે, દેવાયત ખવડ, રાજુભાઇ ગઢવી અને પૂનમબેન ગોંડલીયા ઉપસ્થિત રહેવાના છે. તા.૧ માર્ચે દેવીરાજોપચાર પૂજા, પ્રસાદ વાસ્તુ પૂજા અને પ્રધાન મૂર્તિ મહાન્યાસ તેમજ બપોરે ૧૨-૩૯ કલાકે મૂર્તિ પ્રતિષ્ઠા, પૂર્ણાહૂતિ હોમ અને મહાઆરતી કરવામાં આવશે મહાઆરતીમાં રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી, રાજકોટના પ્રભારી અને કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ, જયેશભાઇ રાદડીયા, કુવરજીભાઇ બાવળીયા, જવાહરભાઇ ચાવડા અને ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ હકુભા જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે તેમજ મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, મેહુલ રૂપાણી, યુનિર્વસિટીના કુલપતિ નિતિનભાઇ પેથાણી અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા, રાજકોટના તત્કાલીન અને વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, રેન્જ આઇજી સંદિપસિંધ, રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, કલેકટર રેમ્યા મોહન, મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ, ડીડીઓ અનિલ રાણાવસીયા, પીજીવીસીએલના એમડી શ્ર્વેતા ટીઓટીયા, રીજીયોન્લ કમિશનર ઓફ મ્યુ. સ્મૃતિ ચરણ, ડીઆરએમ પરમેશ્ર્વર કુંકવાલ, ચીફ કમિશનર ઇન્કમટેક્ષ રવિન્દ્રકુમાર પટેલ, સેન્ટ્રલ જીએસટી કમિશનર લલિત પ્રસાદ, એરપોર્ટ ડાયરેકટર એ.એન.શર્મા અને મેડીકલ કોલેજના ડીન ગૌરવી ધ્રુવ ખાસ ઉપસ્થિત રહેવાના છે.
પ્રાણપતિષ્ઠા મહોત્સવમાં મુંજકા આર્ટસ વિદ્યા મંદિરના પરમાત્માનંદજી, બાલાજી મંદિરના વિવેકસાગર સ્વામી, ઇસ્કોન મંદિરના વૈષ્ણવ પ્રભુજી, ગોંડલ રોડ ગુરૂકુળના હરીપ્રિય સ્વામીજી, બ્રહ્માકુમારીજી ભારતીદેવીજી, બીએપીએસના અપૂર્વ સ્વામી, જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી, રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખીલેશ્ર્વરાનંદા, મદનમોહન હવેલીના અનિરૂધ્ધકુમાર ગૌસ્વામી, આત્મીય કોલેજના ત્યાગ વલ્લભ સ્વામી ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવશે પ્રાણ પતિષ્ઠા મહોત્સવ માટે દસ યજ્ઞ કુંડીમાં મુખ્ય યજમાન તરીકે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી દ્વારા આહુતિ આપવાના છે.
પોરબંદર સાંદિપ્ની આશ્રમના રમેશભાઇ ઓઝાના શિષ્ય રૂષિકુમારો દ્વારા વિધિ વિધાન અનુસાર યજ્ઞની અને મૂર્તિ પ્રતિષ્ઠાની પૂજા કરાવવામાં આવશે સમગ્ર ધાર્મિક મહોત્સવ પોલીસ પરિવાર અને સમગ્ર શહેરીજનોને ઉપસ્થિત
રહેવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.