“ફેશનમાં એવો જમાનો આવ્યો છે કે લોકો શરિર ઉપરથી કપડા ઉતારતા જાય છે; જયારે હવે નાગા સાધુ કપડા પહેરવા માંડયા છે !”

“ગૂઢ રહસ્ય-નાગા સાધુ’

અત્યાર ના સમયમાં ભાગ્યે જ કે પ્રસંગો-પાત જોવા માળતા નાગા સાધૂ અંગે કાંઈક વાત નીકળે એટલે લોકોમાં તે અંગે જાણવાની ઉત્કંઠા તો જાગે જ. ખાસ કરીને ગીરનાર ના શિવરાત્રીના ના મેળા વખતે અને કુંભમેળા વખતે ખાસ આ બાબતે સોશ્યલ મીડીયા અને ન્યુઝપેપરોમાં તેની ચર્ચા થતી હોય છે.

આપણો ત્યાં નાગા સાધૂ એટલે અઘોરી કે તાંત્રિક સાધુ એવો લોકોમાં ભ્રમ હોય છે. પરંતુ અઘોેરી કે તાંત્રિક સાધુઓથી નાગા સાધુઓની એક અલગ નીરાળી દુનિયા છે. તેઓ શિવસંપ્રદાયના છે અને નીરંજન નીરાકારની ઉપાસના કરતા સાધૂ ઓના અખાડા છે. આપણે ત્યાંજ આ બાબતની ચર્ચા છે તેવુ નથી પરંતુ વિશ્વકક્ષા એ જયારે સનાતન ધર્મના મેળા કે કુંભ યોજાતા હોય ત્યારે વિવિધ મીડીયા, ટીવી, ન્યુઝપેપરોમાં આ અંગે ચર્ચાઓ હોય છે. આ કુંભમેળાઓમાં વિદેશી લોકો, વિદેશી પત્રકારો અને ફોેટો ગ્રાફરો ના ટોળાઓ પણ ઉતરી પડતા હોય છે અને તેની ચર્ચાઓ પણ થતી હોય છે. કુંભમેળામાં તો નાગા સાધૂઓના વિભાગનું વિડીયો કવરેજ વિશ્વની આધારભૂત સમાચાર સંસ્થા બીબીસી લંડન પણ કરે છે.

અમૂક ધર્મોમાં સાધુઓની અમુક કક્ષાની સાધના પછી તેઓ દુન્યવી બાબતો થી પર થતા તેમને દુન્યવી કોઈ આચાર સંહિતાની જરૂર રહેતી નથી એટલે કે ખાસ તો વેશભૂષા (ડ્રેસ કોડ) ! હિન્દુ ધર્મ માં સાધૂ વીરકત થતા નાગા સાધુ બને છે અને જૈનોેમાં વીતરાગ થતા દીગંબર- સાધુ બને છે. પરંતુ હીન્દુ ધર્મના પેટા સંપ્રદાયો પૈકી અમુક અજ્ઞાની અને વિવેકહિન લોકો હિન્દુ ધર્મનાજ પુરાતન અને પ્રસ્થાપિત દેવ દેવીઓનું પણ પ્રસિધ્ધીની બળતરામાં વાણીવીલાસથી અપમાન કરતા હોય છે.

આજથી પચાસ સાંઈઠ વર્ષ પહેલા સુધી ગામડાઓમાં જયારે વાહન વ્યવહાર ઓછો હતો ત્યારે લોકોમાં આ બાબતે જાણકારી માટે ખુબજ ઈતેજારી રહેતી, વળી ઓછી જાણકારી ને લીધે તે અંગે કેટલીય અંટ્મપંટ્મ વાતો પણ થતી.

વરતેજ ગામ ખુબજ ધાર્મિક, સંસ્કારી રીતરીવાજ વાળુ હોય ત્યાં આવી ધાર્મિક સંપ્રદાયોની ઘણી ચર્ચાઓ થતી. વળી વરતેજના ચતુર્ભૂજ ભગવાન મંદિર, પંચમુખી મહાદેવ મંદિર અને નાની ખોડીયાર મંદિરોએ અનેક પ્રકારના સાધૂઓના અખાડા અને મંડળીઓની આવન જાવન રહેતીતેથી મને તે બાબતે થોડુ ઘણુ જ્ઞાન જાણવાની ઈંતેજારીને લીધે ખરૂ.

જયારે હૂં ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના ફોજદાર તરીકે ફરજ બજાવતો હતો ત્યારે એક દિવસ અગત્યની તપાસમાં દાહોદ આવેલો. દાહોદ રેલવે સ્ટેશન ગોધરા રેલવે પોલીસ સ્ટેશનની આઉટ પોસ્ટ ચોકી હતી. ચોકીમાં એક જમાદાર અને એક કોન્સ્ટેબલ રહેતા. એક દિવસ હું તપાસમાં ગોધરાથી દાહોદ દહેરાદૂન એક્ષપ્રેસમાં આવેલો તપાસ તો બે ત્રણ કલાકમાં પૂરી થઈ ગઈ પરંતુ દાહોદથી ગોધરા જવાની ટ્રેન છેક સાંજના હતી. આથી સાંજના પાંચેક વાગ્યે હું પ્લેટફોર્મ નંબર એક ઉપર આવેલ ચોકીની બહાર ખુરશી નાખી ને બેઠો હતો. બરાબર સામે પ્લેટફોર્મ નંબર બે ઉપર દસ બાર સાધૂઓ ની ભગવાધારી ટોળકીઓએ ત્રણેક અલગ – અલગ મંગાળા (ચુલા) બનાવી રસોઈ બનાવી રહી હતી હું સાવ – નવરો જ હતો તેથી ટાઈમ પાસ કરવા અને જીજ્ઞાસા સંતોષવા કે આ લોકો શું રાંધે છે અને કઈ રીતે બનાવે છે તે જોવા માટે ઉભો થઈ પ્લેટફોર્મની સીડી ચડીને બે નંબરના પ્લેટફોર્મ ઉપર આવ્યો.

સાધુની ટોળીઓ જે રીતે સમૂહમાં કાર્યરત હતી. તે જોવા માટે મેે તેમની નજીકથી ચાલતા ચાલતા જ ત્રાંબી આંખે જોયું. તેમાં એક સાધુ તમામનો મુખ્યો જણાતો હતો જે – ઉમરમાં તો નાનો હતો પરંતુ દરેક ને સુચના કરતો જતો હતો. હું- પ્લેટફોર્મ ઉપર થોડે દૂર સુધી જઈ ફરી પાછો વળી તેજ જગ્યાએ થી પસાર થતા આ સાધુઓની ગતી વિધી જોતો જોતો ચાલતો ગયો અને સીડી પાસે પહોચ્યો ત્યાં પેલા મુખ્યા સાધૂએ મને સાદ પાડયોકે સાહેબજી એક મીનીટ રોકાજો, આથી, હું ત્યાંજ ઊભો રહયો. તેઓ મારી પાસે આળ્યા અને પોતાની ભગવા રંગની કફની ના ખીસ્સામાંથી કાઢીને બે રૂદ્રાક્ષાના પારા આપ્યા તેનું મેં નીરીક્ષણ કર્યું, જેમાં એક દ્વિમુખી અને બીજો પંચમુખી રૂદ્રાક્ષ હતો. મેં સાધુ ને હક્ષિણા આપી નેે પુછયુ ક્યાંથી આવ્યા અને કયાં જવાના ? તેમણે કહ્યું ” સાધુ તો ચલતા ભલા” તેના કોઈ ઠેકાણા થોડા હોય? પરંતુ આ અખાડા અત્યારે હરિદ્વાર કુંભમેળામાં જાય છે. અમે સાધુ બીજાનું પકાવેલુ જમતા નથી એટલે આજે અંહિ ઉત્તરીગયા અહિ રસોઈ બનાવી જમી ને પછી સીધા હરિદ્વાર જઈશુ તેમકહી ને ચાલતા થયા.

હું પ્લેટફોર્મની સીડી ચડીને પ્લેટફોર્મ નંબર એક ઉપર પાછો ખુરશી ઉપર આવીને બેસી ગયો, સાથેના કોન્સ્ટેબલને પાણીનો ગ્લાસ ભરીને લાવવાનું કહેતા તે દોડીને ચોકીમાંથી કાચનો ગ્લાસ પાણી ભરીને લઈ આવ્યો મને રૂદ્રાક્ષના સાચા ખોટા અંગે ના પરિક્ષણનોખ્યાલ હતો. સાચો રૂદ્રાક્ષ પાણીમાં ડુબી જાય અને બનાવટી ખોટો રૂદ્રાક્ષ પાણીમાં તરે છે. આથી બંને પારા પાણીના ગ્લાસમાં નાખતા એક પારો તર્યો અને એક ડુબી ગયો. મેં આ કરેલુ પરિક્ષણ સામેજ પ્લેટફોર્મ નંબર બે ઉપર પેલા સાધુ જોતા હતા આ પરિક્ષણ જોઈને તેઓ સીડી ચડવા ને બદલે સીધા રેલના પાટા ઓળંગીને મારી પાસે આવી ગયા અને કહ્યું સાહેબ જે રૂદ્રાક્ષ તર્યો છે તે કાચો છે તેથી તર્યો પરંતુ મને તેમાં બહુ રસ હતો નહી પરંતુ બાજુમાં બાકડા ઉપર બેઠેલા જમાદારે ઉભા થઈ સાધુને જગ્યા આપી આથી સાધુ ત્યાં બેઠા મારે તો ટ્રેન આવે ત્યાં સુધી સમય જ પસાર કરવાનો હતો તેથી સાધુ સાથે ધાર્મિક વાતોએ વળગ્યો.

આ દરમ્યાન દાહોદ આર.પી.એફ.ના ઈન્સ્પેકટર દશોરા અને રતલામ આર.પી.એફ. ક્રાઈમ ઈન્સ્પેકટર યાદવ ત્યાંથી પસાર થતા તેમણે મને ગુડઈવનિંગ વિશ કર્યું મે પણ વિશ કર્યું. દશોરાએ થોડી ઘણી ચર્ચા કરી તેમની કચેરીએ આવવા કહ્યું પરંતુ મને સાધુની વાતોમાં રસ જાગ્યો હોય તેથી કહ્યું હવે પછી દાહોદ આવીશ ત્યારે હુંચોકકસ તમારી ઓફીસે આવીશ. કદાચ દશોરાને એવું લાગ્યું કે સાહેબને મારા કરતા સાધુમાં વધારે રસ છે. આથી તેઓ બોલ્યા કે ‘સાહેબ ગોળ હોય ત્યાં માખીઓ તો આવી જ જાય ! આ સાંભળીને સાધુતો કાળજાળ થઈ ગયા પણ સમસમીને ચુપ રહ્યા મેં હાથ થી ઈશારો કરી શાંત રહેવા જણાવ્યું આર.પી.એફ.ના બંને અધિકારીઓ ચાલ્યા ગયા સાધુ થોડીવાર સુધી કાંઈ બોલ્યા નહી પરંતુ પછી ધીમેથી તેઓએ કહ્યું ‘આ લોકો શું અમને માંગણ ભીખારી સમજે છે?’ મે વાત બદલવા કોશિષ કરી પરંતુ સાધુએ કહ્યું પોલીસ ચોકીની અંદર ચાલો આથી ંહું અને જમાદાર પોલીસ ચોકીમાં ગયા તેમણે જમાદારને ચોકીનો દરવાજો બંધ કરવાનું કહ્યું. જમાદારે જેવો દરવાજો બંધ કર્યો ત્યાં સાધુએ પહેરેલા તમામ કપડા ઉતારી નાખ્યા અને કહ્યું ‘સાહેબ આવા નાસ્તિકો ના કારણે અમારે નાગા બાવાઓએ હવે વસ્ત્રો ધારણ કરવા પડે છે. તેમણે કમરે બાંધેલ લોખંડની સાંકળ છોડી જેનો એક છેડો જમાદાર ને પકડાવીને કહ્યું તમારામાં તાકાત હોય તેટલું જોર કરી ખેંચો, સાંકળનો બીજો છેડો લોખંડના એક ગોળ કડા સાથે જોડાયેલો હતો. અને કડુ વેલ્ડીંગથી ફીટ કરેલું પણ સાધુની ઈન્દ્રીયમાં કાણુ પાડીને તેમાંથી પસાર કરેલું હતુ ! જોકે મને તો તે જોઈને ખાસ કોઈ આશ્ર્ચર્ય થયુ નહિ કેમકે મેં જૂનાગઢ ગીરનારમા શિવરાત્રીના મેળામાં નાગા સાધુઓ જોયેલા તેમજ બચપણમાં ગામડે અમુક સાધુઓ જમીનમાં ઉંડો (માથુ દાટી શકાય તેવડો) ખાડો ખોદી તેમાં દેવતા અગ્ની નાખી પછી તેમાં માથુ નાખી ખાડામાં મોઢુ અને માથુ ખંભા સુધી માટી વડે દાટી દઈ અને છાતી તથા શરીરનો નીચેનો ભાગ બહાર રાખી આખો દિવસ તે જ સ્થિતિમાં રહેતા તે પણ જોયેલું એટલે કે આવા અનુભવોતો હતા જ ! મે સાધુને વસ્ત્રો ધારણ કરવા નું કહી જમાદારને દરવાજા ખોલી નાખવા કહ્યું.ચોકીમાં દરવાજો ખોલતા જમાદાર પ્લેટફોર્મ ઉપર ગયા એટલે ફકત સાધુ અને હું બે ઓફીસમાં રહ્યા આથી સાધુએ મને છેલ્લા એક મહિનામાં બનેલએક એવો કિસ્સો કે જે ફકત હું એક જ જાણતો હતો તે કિસ્સાની મને વિગતવાર વાત કરી ! જેથી હું આશ્ર્ચર્ય પામી ગયો. આથી સાધુએ કહ્યું ‘સાહેબજી આતો સામાન્ય બાબત છે. સાધનામાં નો ઉદેશ ધર્મની પરમ પ્રાપ્તિનો હોય છે. આવી સિધ્ધીઓ અને દુન્યવી બાબતો તો આડપેદાશ છે. અમારે હવે વસ્ત્રોની પણ જરૂર નથી. પછી આવી સિધ્ધીઓની શી વિસાત? હું સાધુની નીસ્પૃહતા અને વિરકતતાને જોઇ, રહ્યો સાધુએ કહ્યું સામે પ્લેટફોર્મ ઉપર જે ભગવાધારી સાધુઓ છે તે તમામ નાગા વિરકત સાધુઓ છે. પરંતુ હાલમાં કળીયુગ અને આવા નાસ્તિકોને કારણે અમો વસ્ત્રો ધારણ કરવા માંડયા છીએ !હું મનમાં વિચારતો હતો કે કેવો સમય આવ્યો છે? સમાજમાં માણસો કપડા ઉતારતા જાય છે અને નાગા સાધુ કપડા પહેરતા જાય છે !
શાંડીલ્ય ભકિત સુત્ર અનુસાર

સા પરા અનુરકિતરીશ્ર્વરે॥”

એટલે કે ઈશ્ર્વરમાં પરમ અનુરાગ ને જ ભકિત કહેવામા આવે છે.
આગળ જણાવ્યું છે કે,

‘સા સર્વે ભકિતયોગેન મદ્ભકતો લભતે અજ્જસા॥’
આમ મારો ભકત ભકિત વડે બધુ જ સહેલાઈની પ્રાપ્ત કરી લે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.