‘નાગા’ નામ ઘ્યાને આવવાથી સીધું આંખ સામે અલગ ચિત્ર ઉપસી આવે છે. અર્ધકુંભ, મહા કુંભ, જાપ કરતાં, શરીર પર નાચતાં તથા શિવરાત્રીમાં ગીરનારમાં નિકળતા નાગા સાધુની દુનિયા રહસ્યમય હોય છે. આપણે આજ દિવસ સુધી તેમનાં વિશે બહુ જ ઓછી માહીતી જાણીએ છીએ. નાગા સાધુઓની દુનિયા કેવી છે? અને નાગા સાધુ કેમ બનાવાય છે તેની માહીતી ઘણી રોચક છે.
જયારે કોઇપણ વ્યકિત નાગા સાધુ બનવા અખાડામાં જાય છે, ત્યારે તેની પૃષ્ઠભૂમિ જાણીને અખાડાને સંપૂર્ણ વિશ્ર્વાસ ખાતરી થઇ જાય ત્યારે તેની ખરી પરીક્ષા શરૂ થાય, કસોટી થાય છે. પ્રથમ તો તેના બ્રહ્મચર્યની કસોટી કરાય છે. જેમાં શાંતિ, ઘ્યાન, ત્યાગ, કમજોરી, બ્રહ્મચર્ય અને તેના ધર્મની દિક્ષાની વિધી કરવામાં આવે છે. અખાડામાં નીતી નિયમોનું સંપૂર્ણપણે પાલન તેમને કરવું પડે છે.
આવી વિવિધ કસોટી તપ પ્રક્રિયામાં એક વર્ષથી ૧૨ વર્ષનો સમય લાગી શકે છે. બાદમાં અખાડાના મુખ્ય નકકી કરે, ખાતરી થાય કે દિક્ષા માટે યોગ્ય છે. તો પછીની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. બાદમાં માથે મુંડન કરાવીને પિંડદાનની વિધી કરવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમનું જીવન અખાડાઓ તથા સમાજને સમર્પિત થઇ જાય છે. તેઓ સમાજનાં રિતી રિવાજ કે લૌકિક વ્યવહારોના જીવનથી સાવ-સંપૂર્ણ પણે અલગ થઇ જાય છે.આમાં જોડાનાર તેમનાં પરિવાર અને સબંધીઓ સાથે કોઇ વ્યવહાર રહેતો નથી. આપણાં શાસ્ત્રોમાં પીંડદાન એક એવી વિધી છે. જેમાં તે પોતાને પોતાના પરિવાર અને સમાજ માટે મૃત માને છે. તેથી તે જીવીત હોવા છતાં પોતાનું પિંડદાન પોતાની હાથે કરે છે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અખાડાનાં મુખ્યગુરુ તેમને એક નવું નામ અને નવી ઓળખ આપે છે.નાગા સાધુ બન્યા બાદ શરીર રાખને શુઘ્ધ કરીને ઘસવામાં આવે છે. રાખની ચાદર બનાવવામાં આવે છે. આમાં શરીર હવન અથવા ધુળની રાખથી ઢંકાયેલું હોય છે. એવું મનાય છે કે મોટાભાગનાં નાગાસાધુ હિમાલય, કાશી, ગુજરાત અને ઉતરાખંડના પર્વતીય વિસ્તારોમાં રહેતા હોય છે. તેઓ દુર ગુફાઓમાં આઘ્યાત્મિક અભ્યાસ કરે છે. એવી પણ વાત છે કે તેઓ હમેંશા એક જ ગુફામાં રહેતાં નથી. પરંતુ તેઓ અલગ અલગ જગ્યાએ પોતાનું સ્થાન બદલતા હોય છે. ઘણા નાગા સાધુઓ ઘણા વર્ષો સુધી જંગલમાં ભટકયા કરે છે. તેઓ ફકત કુંભ મેળામાં જોવા મળતાં હોય છે.
તેઓ ભિક્ષા માંગીને પણ ભોજન કરે જો કે મોટાભાગે ર૪ કલાકમાં એક જ વાર ખાય છે. અલગ અલગ સાત મકાનમાંથી દાન લેવાનો અધિકાર હોય છે. જો આ મકાનોમાંથી કશુ ના મળે તો તેઓ ભુખ્યા રહે છે. તેઓની નિતી રીત ટેકમાં ખુબ જ અડગ હોય છે. તેઓ કુદરતનાં સાનિઘ્યમાં જ રહેતા હોવાથી સામાન્ય તહ આપણને બહુ જ જોવ મળે છે. તેમનાં જીવન રહસ્યમય હોય છે. આપણને તેનાં વિશે બહુ ઓછી ખબર હોય છે.