સાઉથના સુપરહિટ અભિનેતા નાગા ચૈતન્ય અને અભિનેત્રી શોભિતા ધુલીપાલા આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્ન હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. બંનેએ તેલુગુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. નાગા ચૈતન્ય અને શોભિત ધુલીપાલાના લગ્નની તસવીરો પણ સામે આવી છે. આ જોયા બાદ બંનેના ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. દરેક વ્યક્તિ નાગા અને શોભિતાના વખાણ કરી રહ્યા છે.
ચૈતન્ય અને શોભિતા ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા
નાગા ચૈતન્ય અને શોભિતા ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. નાગાએ તેના લગ્નમાં સફેદ ધોતી અને કુર્તો પહેર્યો હતો. જ્યારે શોભિતા ગોલ્ડન કાંજીવરમ સાડીમાં જોવા મળી હતી. દંપતીની ખુશી દર્શાવે છે કે તેઓ બંને તેમના જીવનના આ તબક્કે કેટલા ખુશ હતા.
નાગાર્જુને લગ્નની શુભેચ્છા પાઠવી
Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. 🌸💫 Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives. 💐
This celebration holds… pic.twitter.com/oBy83Q9qNm
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2024
નાગા ચૈતન્યના પિતા નાગાર્જુને તેમના પુત્ર અને પુત્રવધૂને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર લગ્નની પ્રથમ તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું – “શોભિતા અને ચૈતન્યને તેમના જીવનના સુંદર અધ્યાયની શરૂઆત કરતા જોવું મારા માટે ખૂબ જ ખાસ અને ભાવનાત્મક ક્ષણ રહી. મારા પ્રિય ચૈતન્યને અભિનંદન અને સ્વાગત છે. ફેમિલી ડિયર.” શોભિતા. તું અમારા જીવનમાં ઘણી ખુશીઓ લઈને આવી છે.”
ચૈતન્ય અને શોભિતાની લવ સ્ટોરી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ 8 ઓગસ્ટ 2024ના રોજ સગાઈ કરી હતી. નાગાના આ બીજા લગ્ન છે, આ પહેલા તેણે 2017માં સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 4 વર્ષ બાદ 2021માં બંને અલગ થઈ ગયા હતા. નાગા અને શોભિતાની લવસ્ટોરી છૂટાછેડા પછી શરૂ થઈ હતી. બંનેને સૌપ્રથમ શોભિતાના ઘરે સ્પોટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ બંને લંડનમાં પણ સાથે જોવા મળ્યા હતા. જે બાદ તેમના સંબંધો પર મહોર મારી દેવામાં આવી હતી. એપ્રિલ 2024માં બંને એકસાથે યુરોપમાં જંગલ સફારી પર ગયા હતા. જોકે બંનેએ અલગ-અલગ તસવીરો શેર કરી હતી. બાદમાં બંનેએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી.