ખેડુતોમાં ભારે રોષ: સરકાર લોલીપોપ આપતી હોવાનો આક્ષેપ
ડુંગળી નુ વાવેતર કરનારા ખેડુતો ને પુરતો ભાવ નહી મળતા રોવાનો વખત આવ્યો હોય રાજ્ય સરકાર દ્વારા નાફેડ દ્વારા ગોંડલ, મહુવા,પોરબંદર માર્કેટ યાર્ડ મા નાફેડ દ્વારા ડુંગળી ની ખરીદી થશે તેવી જાહેરાત કરાઇ છે.જેને પગલે ગોંડલ યાર્ડ મા મોટી સંખ્યા મા ખેડુતો ડુંગળી લઈ પહોંચ્યા હતા.પરંતુ નાફેડ ના અધિકારીઓ નહી આવતા ખેડુતો રોષે ભરાયા હતા.ધારા સમઢીયા થી ડુંગળી લઈ આવેલા ખેડુતે રોષ ભેર કહ્યુ કે નાફેડ ના નામે સરકારે ખેડુતો ને લોલીપોપ અપાઇ છે.
ડુંગળી ને કારણે અમુક ખેડુતો ને ઝેર પીવાનો કે જમીનો વેચવાનો સમય આવ્યો છે.ત્યારે માત્ર અદાણી કે અંબાણી ની ચિંતા કરતી સરકાર ને ખેડૂતો ની લેશમાત્ર ચિંતા નથી.કમીશન એજન્ટ એસોસિએશન ના પ્રમુખ યોગેશભાઈ કીયાડા એ જણાવ્યુ કે આજે યાર્ડ મા નાફેડ ના અધિકારીઓ ની અડધી કલાક રાહ જોઈ અંતે હરરાજી શરુ કરાઇ હતી.રાજ્ય સરકાર ની જાહેરાત ના પગલે સવાર થીજ ખેડુતો ડુંગળી ના કટ્ટા લઈ યાર્ડે પહોંચ્યા હતા. પણ નાફેઠ ના અધિકારીઓ નહી આવતા ખેડૂતો નિરાશ બન્યા હતા.
કવોલીટી અને સાઈઝ મુજબ ડુંગળી ખરીદે છે નાફેડ
ડુંગળીએ રડાવેલા ખેડુતો ને સાંત્વના આપવા રાજ્ય સરકારે નાફેડ દ્વારા ડુંગળી ની ખરીદી ની મોટેઉપાડે જાહેરાત કર્યા બાદ પ્રથમ ગ્રાક્ષે મક્ષીકા જેવો તાલ સર્જાયો છે.ગોંડલ, મહુવા, પોરબંદર માર્કેટ યાર્ડ મા ખેડુતો ડુંગળી લઈ દોડી ગયા પણ નાફેડ ના અધિકારીઓ જ ના ફરકયા જેને કારણે ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી હાલત સર્જાઇ છે.નાફેડ તમામ ડુંગળી ખરીદી લ્યે તેવી કોઈ વાત છે જ નહી.આ ઘટફોસ્ટ ગોંડલ માર્કેટ યાર્ડ ના એક અધિકારી દ્વારા થયો છે.આ જવાબદાર અધિકારી એ જણાવ્યુ કે નાફેડ તેના નિયમો મુજબ ખરીદી કરેછે.જેમા ડુંગળી ની સાઇઝ, ક્વોલિટી જોઇને જ ખરીદી થાય છે.ખુલ્લી હરરાજી મા થી નાફેડ ખરીદી કરતુ નથી,ટુંકમા પુરી ગુણવતા ચકાસ્યા બાદ તેના ભાવ નક્કી થાય છે.
ગોંડલ યાર્ડ મા સાંજે નાફેડ ના અધિકારીઓ આવવાના હોવાનુ જાણવા મળેલ છે.અલબત્ત આવતીકાલે નાફેડ દ્વારા ડુંગળી ની ખરીદી કરાય તે નક્કી નથી. આમ તમામ ખેડુતો ને નાફેડ નો લાભ મળે તેવુ નથી.