- સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા ભાંડો ફૂટ્યો : લોધિકા પોલીસે અર્જુન વાલજીની શોધખોળ શરૂ કરી
રાજકોટના લોધીકા તાલુકામાં રહેતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી નડિયાદના નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધાની ચકચારી ઘટના સામે આવી છે. સગીરાને પ્રેમજાળમાં ફસાવી નરાધમ માખવાડ તરવડા રોડ પર આવેલ મગફળી મીલની ઓરડીમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજારી લીધો હતો. જેના લીધે સગીરાને ગર્ભ રહી ગયો હતો. બનાવના આઠ માસ બાદ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનોએ પૂછતાં સગીરાએ આપવીતી જણાવી હતી. જે બાદ પરિજનોએ ફરિયાદ નોંધાવતા લોધીકા પોલીએ સ્ટેશને નરાધમની શોધખોળ શરૂ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ જિલ્લાના લોધિકા પારેવાડા ગામે મગફળીના મિલની ઓરડીમાં સગીરા સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બનાવમાં સગર્ભાને પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા સગીરા સગર્ભા હોવાનું બહાર આવતા સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા લોધિકા પોલીસે નડિયાદના શખ્સ સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
મામલામાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લોધિકા પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે નડિયાદ રહેતો અર્જુન વાલજીભાઇનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની સગીર વયની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી માખાવડ રોડ પર મગફળીની મિલની ઓરડીમાં લઈ જઈ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં તેની સગીર વયની પુત્રીને પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેમાં સગીરા સગર્ભા હોવાનું બહાર આવતા સગીરાની પૂછતાછ કરતા તેને અર્જુન વાલજી નામના શખ્સે આઠેક માસ પહેલાં દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતા તેના પિતાએ ફરિયાદ કરી હોવાનું જણાવતા પીએસઆઇ ડામોર સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપી અર્જુનની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.