નડીયાદ ન્યૂઝ
બિલોદરા અને બગડુના યુવકોએ કફ સિરપ પીધા બાદ તબીયત લથડી: યુવકોના મોઢામાં ફીણ આવતા પીણું ઝેરી હોવાની શંકા સાથે ફોરેન્સિ તપાસ: શંકાસ્પદ પીણું વેચનાર ત્રણની અટકાયત, સ્ટેટ મોનીટરીંગ સેલના એસ.પી. નીર્લીપ્ત રાય ખેડા દોડી ગયા
નડીયાદ નજીક આવેલા બિલોદર અને બગડુ ગામના યુવકોએ નશો કરવા માટે કફ સિરપ પીધા બાદ ઝેરી અસર થતા તમામને નડીયાદ અને ખેડા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં છ યુવકના મોઢામાં ફીણ આવ્યા બાદ મોત નીપજતા પોલીસ અને આરોગ્ય વિભાગમાં દોડદામ થઇ ગઇ છે. લઠ્ઠાકાંડની આશંકા સાથે પોલીસે ફોરેન્સિક નિષ્ણાંતની મદદ લઇને તપાસ હાથધરી છે.કરિયાણાની દુકાને કપ સિરપ વેચાણ કરનાર ત્રણ શખ્સોની અટકાયત કરી નડીયાદ પંથકમાં વેચાતા શંકાસ્પદ પીણાનું વેચામ અટકાવી દેવામાં આવ્યું છે. કપ સિરફનો નશો કરવાના કારણે એક સાથે છ યુવકોએ જીવ ગુમાવતા સ્ટેટ મોનિટરીંગ સેલના એસપી નિલિપ્ત રાય નડીયાદ ખાતે દોડી ગયા છે.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેવ દિવાળીની રાત્રે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયુ હતું ત્યારે બિલોદર અને બગડુ ગામના 15 જેટલા યુવકોએ નશો કરવા માટે કફ સિરપ ગટગટાવ્યું હતું. કપ સિરપનો નશો કરનાર તમામ યુવકોની થોડી જ વારમાં તબીયત લથડી હતી. અને આંખે અંધાપો આવી ગયો હતો. તેમજ મોઢામાં ફીણ નીકળતા તમામને સારવાર માટે નડીયાદ અને ખેડા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાં છ યુવકના મોત નીપજતા નડીયાદ પોલીસમાં દોડધામ મચી ગઇ છે.
ધાર્મિક કાર્યક્રમ દરમિયાન એકઠા થયેલા યુવકોએ કરિયાણી દુકાનેથી નશો કરવા માટે કફ સિરપ ખરીદ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે કરિયાણાની દુકાને દરોડો પાડી વેપારીની અટકાયત કરી છે. તેમજ શંકાસ્પદ કફ સિરપનો મોટો જથ્થો સિઝ કરી લીધો છે. કરિયાણાના વેપારીને કફ સિરપ જથ્થો સપ્લાય કરનાર નડીયાદના શખ્સ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી મુળ સુધી પહોચવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
નડિયાદ તાલુકાના બીલોદરા ગામે 2 દિવસમાં જ 3 વ્યક્તિઓના શંકાસ્પદ મોત અને બગડુ ગામે બે વ્યક્તિઓના શંકાસ્પદ મોતથી ચકચાર મચી જવા પામી છે આ મામલે પોલીસ સહિત આરોગ્ય વિભાગે હરકતમાં આવી તપાસનો ધમધમાટ આદરીઓ છે . ખેડા જિલ્લા પોલીસવડા અને સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી રાય સહિતના ઉચ્ચ અધિકારીએ આ મામલે બેઠક યોજાઈ આગામી રણનીતિ ઘરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, મોતનું ચોક્કસ કારણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના બીલોદરા ગામે બે દિવસમાં 3 લોકોના મોત અને બગડુ ગામે પણ બે લોકોના મોતથી આમ કુલ 6 વ્યક્તિઓના શંકાસ્પદ મોતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ધરોડા પાડવામાં આવ્યા છે જેમાં ગામે કરિયાણાની દુકાનમાંથી શંકાસ્પદ કફ સીરપ નો જથ્થો કબજે કરી વેપારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી મૂળ સુધી પહોંચવા પોલીસની ટીમો દ્વારા કપાસનો ધમધમાટા દરવામાં આવ્યો છે. મોત કયા કારણોસર થયું તે એક પ્રશ્નનાર્થ છે. પોલીસે પણ તપાસ કરી રહી છે. નડિયાદ રૂરલ પીઆઈ કે.એસ.દવે સહિતનો સ્ટાફે તપાસ કરવામાં આવી હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા તપાસ આરંભી છે. જોકે મોતનું કારણ અસ્પષ્ટ હોય પીએમ રીપોર્ટ બાદ જ માલુમ પડશે. હાલ તપાસ ચાલી રહી છે.