હિંમતે મર્દા, તો મદદે ખૂદા…

૧૭ દિવસ પરિવારી દુર રહી જીંદગી બચાવી: દવા અને દુઆથી ઉગર્યો

સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફે નવુ જીવન આપ્યું: પરિવારમાં ખુશીનો માહોલ

કોરોના વાયરસની મહામારીથી સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી દીધો હોવાી કોરોનાી બચવા માટે તંત્ર દ્વારા કરાયેલા લોકડાઉન અને અવનેશ સહિતના મુદે ધ્યાન રાખવામાં આવતું હોવા છતાં કોરોના વાયરસની ઝપટે ચડેલા જંગલેશ્ર્વરના યુવાને કોરોના જેવી ભયંકર મહામારીમાંથી કંઇ રીતે ઉગરી શકાય તે અંગેની  ‘અબતક’ સો વિસ્તૃત ચર્ચા કરતા નદીમે પોતાની હિમ્મત ઉપરાંત દવા અને દુઆ જીંદગી બચાવવામાં કામ આવ્યા તેમજ સિવિલ હોસ્પિટલના તબીબીઓ અને સ્ટાફ દ્વારા કરાયેલી સારવાર કારગત નીવડયાનું કહ્યું હતું.

સાઉદી અરેબીયામાં મક્કા-મદીના ખાતે હજ પઢવા ગયેલા જંગલેશ્ર્વના નદીમ ખૂદાના દીદાર કરીને માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં રાજકોટ પહોચ્યા બાદ તેને તાવ અને શરદી તા શરૂઆતમાં પોતાના ફેમીલી ડોકટર પાસે સારવાર લીધી હતી તેમ છતાં પોતાની તબીયતમાં સુધારો ન થતા પોતાને કોરોના વાયરસનો ચેપ લાગ્યાની શંકા સાથે સિવિલ હોસ્પિટલમાં સ્વૈચ્છીક રીતે રિપોર્ટ કરાવતા તા.૧૮મી માર્ચે કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે સમગ્ર ગુજરાતનો પ્રમ કોરોના પોઝિટીવ કેસ બન્યો હતો.

નદીમને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી અને સમગ્ર જંગલેશ્ર્વર વિસ્તારને કોરેન્ટાઇન જાહેર કરવામાં આવ્યું હતુ તેમજ તેમના પરિવાર ઉપરાંત ખાનગી ક્લિનીકમાં સારવાર આપનાર તબીબ અને તેમના સંપર્કમાં આવેલા સંબંધીઓના લોહીના સેમ્પલ લઇને કોરોના અંગે તપાસ કરવામાં આવી હતી.

કોરોનાનો ચેપી વાયરસ આગળ વધે નહી તે માટે નદીમને આઇસોલેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો જેની સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ભારે જહેમત સો ચેલેન્જીગ બનેલા કોરોના તબીબો દ્વારા રીતસર જંગ છેડયો હતો. સિવિલ હોસ્પિટલના તબીબો અને પ્રેમાળ સ્વભાવના સ્ટાફ દ્વારા નંદીમની કરાયેલી સારવાર ૧૭ દિવસ બાદ રંગ લાવી હતી અને જીંદગી સામેનો જંગ તબીબોની મદદી નંદીમ જીતી ગયો હતો.

કોરોના જેવા ભયંકર રોગમાંથી નંદીમને સાજો યેલો જાહેર કરવામાં આવ્યો ત્યારે તેને સૌ પ્રથમ સિવિલ હોસ્પિટલના તબીબો અને તેમની મદદમાં રહેલા સ્ટાફનો આભાર માની પોતાને ખૂદાએ બચાવ્યાનું કહી પોતાની જીંદગી માટે હિન્દુ અને મુસ્લિમ પરિવાર દ્વારા કરાયેલી દુઆી જીંદગી બચી ગયાનું જણાવ્યુ હતું. કોરોના પોઝિટીવ આવ્યોની પોતાને જાણ યા બાદ પણ પોતે હિમ્મત હાર્યો ન હોવાી ધારણા કરતા વહેલો સાજો યાનું નદીમે કહ્યું હતુ.

નદીમ ૧૭ દિવસ સુધી પરિવારી દુર રહ્યો હતો અને સવારે ફરી પોતાના વિસ્તાર જંગલેશ્ર્વરમાં પહોચ્યો ત્યારે તેને જોવા માટે મોટી સંખ્યામાં સગા-સંબંધી એકઠા તા નદીમે જ કોરોના અંગે સમજ આપી ટોળા એકઠા નવા અપીલ કરી હતી. પણ જ્યારે તેના સાત વર્ષની પુત્રી શના અને બે વર્ષના પુત્ર ફૈઝ સામે આવતા પોતાના બંને બાળકોને જોઇ હર્ષ સો ભેટી પિતાનું વ્હાલ વરસાવ્યું હતું.

કોરોનાને મહાત આપી ફરી પરિવાર સો રેગ્યુલર જીવનમાં આવેલા નદીમે કોરોના ફરી લાગુ ન પડે તે માટે પુરી સાવચેતી રાખવી અને ૧૫ દિવસ બાદ ફરી પોતાનો રિપોર્ટ કરાવવામાં આવશે તેમ નદીમે કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.