ટેનિસની દુનિયામાં એક આગવુ સ્થાન ધરાવતા સ્પેનના ટેનિસ સ્ટાર નડાલે ૧૧મી વખત બાર્સેલોના ચેમ્પિયનશી૫ હાંસલ કરી છે. આ સાથે જ તેમણે કારકિર્દીનું ૭૭મું ટાઇટલ મેળવી એક ઇતિહાસ રચ્યો છે. ક્લે કોર્ટ કિંગ તરીકેની ઓળખ ધરાવતા સ્પેનના વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર નડાલે મોન્ટે કાર્લો બાદ બાર્સેલોનામાં પણ ૧૧મી વખત ચેમ્પિયન બનવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આજે રમાયેલી ફાઈનલમાં નડાલે ગ્રીસના સ્ટેફાનોસ સીત્સીપાસને સીધા સેટોમાં ૬-૨, ૬-૧થી હરાવીને નડાલે કારકિર્દીનું ૭૭મું ટાઈટલ જીત્યું હતુ. આ સાથે તેણે ટેનિસના ઓપન એરામાં સૌથી વધુ ટાઈટલ્સ જીતવામાં ચોથા ક્રમે રહેલા અમેરિકાના લેજન્ડરી ખેલાડી જોન મેકેનરોની બરોબરી કરી લીધી છે.

નડાલે સતત બીજા સપ્તાહે ક્લે કોર્ટ પરની બીજી ટુર્નામેન્ટ ૧૧મી વખત જીતવાની ઐતિહાસિક સિદ્ધિ સાથે વર્લ્ડ નંબર વનનો તાજ જાળવી રાખ્યો હતો. આ ઉપરાંત તેણે ક્લે કોર્ટ પર સળંગ ૧૯મી મેચ તેમજ એક પણ સેટ હાર્યા વિના સતત ૪૬ સેટ જીતવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. ક્લે કોર્ટ પરનો આ તેનો ૪૦૧મો વિજય હતો. ઓપન એરામાં સૌથી વધુ ટાઈટલ્સ જીતવામાં કોન્નોર્સ (૧૦૯) બાદ ફેડરર (૯૭) અને લેન્ડલ (૯૪) સ્થાન ધરાવે છે. ચાલુ વર્ષના પ્રારંભે નડાલને ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં સિલીક સામેની મેચમાં ઈજા થઈ હતી અને તેણે પાંચમા સેટમાં ખસી જવાનો નિર્ણય લીધો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.