ક્લેકોર્ટ કિંગ નાદાલ ઇજાગ્રસ્ત હોવાના કારણે ફ્રેન્ચ ઓપન નહીં રમે
લોન ટેનિસના દિગ્ગજ ખેલાડી ,કલેકોર્ટ કિંગ અને 22 વખત ગ્રાન્ડ સ્લેમ જીતનાર રાફેલ નડાલે એ વાતની પુષ્ટિ કરી છે કે તે ઈજાને કારણે તે આગામી ફ્રેન્ચ ઓપન નહીં રમી શકે. 14 વખત ફ્રેન્ચ ઓપન જીતનાર નડાલ 2004 પછી પહેલી વખત આ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે.રાફેલ નડાલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો છે કે ઓસ્ટ્રેલિયામાં મને જે સમસ્યા હતી તેનું સમાધાન હજુ સુધી થયું નથી અને હું આ વખતે ફ્રેન્ચ ઓપન નહીં રમી શકું. સ્પેનના આ ખેલાડીએ કહ્યું કે- તે ટેનિસથી બ્રેક લેવા જઈ રહ્યો છે અને તે ક્યારે પરત ફરશે તેની તારીખ નિશ્ચિત નથી. તેમણે કહ્યું કે- મારું માનવું છે કે વર્ષ 2024 તેના ટેનિસ કેરિયરનું છેલ્લું વર્ષ હશે અને તે આગામી વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાનું પસંદ કરશે.
રાફેલ નડાલ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા જ રાઉન્ડમાં હારી ગયો હતો, તે સમયે તેને થાપાના ભાગમાં ઈજા થઈ હતી ત્યારથી તે એક્શનથી બહાર છે. તે સમયે એમઆરઆઈ સ્કેન પછી એવો ખુલાસો થયો હતો કે નડાલને સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ તેને ઠીક થવામાં હજુ વધુ સમય લાગી શકે છે. ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઈ રાફેલ ટેનિસ ક્ષેત્રે અસ્ત તરફનું પ્રયાણ કર્યું છે અને વર્ષ 2024 માટે ટેલિસ્કોટને અલવિદા કરશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કરો સાથે વાતચીત કરતા રાફેલે જણાવ્યું હતું કે, હું કોઈ ભવિષ્યવાણી નહીં કરી શકું પરંતુ લગભગ આગામી વર્ષ મારા પ્રોફેશનલ ટેનિસ કેરિયરનું છેલ્લું વર્ષ હોય શકે છે.