વર્લ્ડ  નંબર વન ખેલાડી નડાલ કોઇ એક ગ્રાન્ડ સ્લેમ પર ૧૦થી વધારે વખત કબ્જો જમાવનાર પહેલો અને એકમાત્ર ખેલાડી

સ્પેનનાં ટેનિસ સ્ટાર રાફેલ નડાલે ફ્રેંચ ઓપનની સિંગલ્સ ખિતાબ જીતીને પોતાનાં રેકોર્ડને વધારે મજબુત બનાવ્યો છે. ક્લે કોર્ટના બાદશાહે રવિવારે રેકોર્ડ ૧૧મી વખત ફ્રેંચ ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું હતું. વર્લ્ડ  નંબર વન ખેલાડી નડાલ કોઇ એક ગ્રાંડ સ્લેમ પર ૧૦થી વધારે વખત કબ્જો જમાવનાર પહેલો અને એકમાત્ર ખેલાડી છે. લાલ ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે તેણે ખિતાબ પોતાને નામે કર્યો હતો.

કેરિયરની ૨૪મી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં ઉતરેલ નડાલે વર્લ્ડનાં ૮મા નંબરનાં ઓસ્ટ્રેલિયાનાં ૨૪ વર્ષનાં ડોમિનિક થિએમને સીધા સેટમાં ૬-૪, ૬-૩, ૬-૨થી પરાજય આપ્યો હતો. આ સાથે જ પહેલીવાર કોઇ ગ્રાન્ડ સ્લેમમાં પહોંચેલા થિએમનું ખિતાબનું સપનુ તોડી નાખ્યું હતું. આ મેચ આશરે ૨ કલાક ૪૨ મિનિટ સુધી ચાલી હતી. બંન્નેએ ૧૦મી વખત એક બીજાનો સામનો કર્યો હતો. જેમાં નડાલ ૭ વખત જીતી ચુક્યો છે. નડાલ આર્જેન્ટીના જુઆન માર્ટિન ડેલ પોત્રોને ૬-૪, ૬-૧, ૬-૨થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યો હતો.

૩૨ વર્ષીય નડાલે ૧૭મું ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ પોતાને નામે કર્યું. નડાલ હજી પણ મહાન પ્રતિદ્વંદી રોજર ફેડરર સામે ૩ મેજર ખિતાબ પાછળ છે. જો કે આ સ્વિસ સ્ટાર તેનાં કરતા ચાર વર્ષ મોટો પણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.