કોર્ટ કિંગ તરીકેની ઓળખ ધરાવતા વર્લ્ડ નંબર વન સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે ૬-૦, ૭-૫થી સ્લોવેકિયાના માર્ટિન ક્લીઝાનને હરાવીને બાર્સેલોના ઓપનની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. યોકોવિચને હરાવીને ખળભળાટ મચાવનારા ૧૪૦માં ક્રમાંકિત ક્લિઝાને પ્રથમ સેટ હાર્યા બાદ બીજા સેટમાં ૫-૩થી સરસાઈ મેળવી ત્યારે નડાલ પર દબાણ સર્જાયું હતુ.
જોકે સ્પેનિશ સ્ટારે તેના આગવા અંદાજમાં પુનરાગમન કરતાં ત્યાર બાદ સતત ચાર ગેમ જીતીને ક્લે કોર્ટ પર સળંગ ૪૨ સેટ જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. નડાલ ગત વર્ષે ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડથી લઈને અત્યાર સુધી ક્લે કોર્ટ પર એક પણ સેટ હાર્યા વિના સતત ૪૨ સેટ જીત્યો છે. તેનો આ ક્લે કોર્ટ પરની ૩૯૯મી મેચમાં વિજય હતો. ૧૧મી વખત મોન્ટે કાર્લો માસ્ટર્સ જીત્યા બાદ નડાલ હવે ૧૧મી વખત બાર્સેલોના ઓપન ટાઈટલ જીતવા માટે પ્રબળ દાવેદાર મનાય છે. નડાલની ટક્કર હવે બેલ્જીયમના ડેવિડ ગોફિન અને સ્પેનના એગ્યુટ વચ્ચેની મેચના વિજેતા સામે થશે. બાર્સેલોના ઓપન ક્લે કોર્ટ ટુર્નામેન્ટની અન્ય બે ક્વાર્ટર ફાઈનલમાં અપસેટ સર્જાયા હતા અને બીજો તેમજ ત્રીજો ક્રમાંક ધરાવતા ડિમિટ્રોવ અને થિએમ બહાર ફેંકાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com